ડાંગ : જાહેરનામાનો ભંગ કરી મસ્જીદમાં નમાજ પઢનાર 2 પોલીસ અધિકારી સસ્પેંડ
હાલ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતી છે. તંત્ર ખડેપગે લોકો પોતાનાં ઘરમાં જ રહે તે માટે પ્રયાસો કરી રહ્યું છે. જેમાં સૌથી વધારે પોલીસ તંત્ર પરસેવો પાડી રહ્યું છે. જો કે હાલમાં જ જે પ્રકારે નિઝામુદ્દીનનો કિસ્સો સામે આવ્યો તેનાં કારણે સમગ્ર દેશમાં એક રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
Trending Photos
ડાંગ : હાલ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતી છે. તંત્ર ખડેપગે લોકો પોતાનાં ઘરમાં જ રહે તે માટે પ્રયાસો કરી રહ્યું છે. જેમાં સૌથી વધારે પોલીસ તંત્ર પરસેવો પાડી રહ્યું છે. જો કે હાલમાં જ જે પ્રકારે નિઝામુદ્દીનનો કિસ્સો સામે આવ્યો તેનાં કારણે સમગ્ર દેશમાં એક રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
અમદાવાદ: લોકડાઉનનું પાલન કરાવવા નિવૃત કર્મચારીઓ અને અદ્યતન ટેક્નોલોજીની સેવા લેવાશે
ડાંગમાં સંક્રમણને કાબુમાં રાખવા માટે ગોઠવવામાં આવેલા બંદોબસ્ત પરનાં 2 પોલીસ અધિકારીઓને સસ્પેંડ કરી દેવામાં આવ્યા છે. આ બંન્ને પોલીસ અધિકારી ફરજ પર હોવા છતા મસ્જીદમાં ગયા હતા અને નમાજ અદા કરી હતી. જે સ્પષ્ટ રીતે જાહેરનામાનું ઉલ્લંઘન છે. આઇ.બી અજમેરી અને એસ.એસ ડેરૈયા ફરજ પર હતા દરમિયાન આહ્વા મસ્જીદમાં જઇને નમાજ અદા કરી હતી.
ગઇ કાલે જુમ્માની નમાજમાં આ બંન્ને પોલીસ જવાન મસ્જિદમાં મૌલવી ઉપરાંત અન્ય અનેક લોકો સાથે હાજર રહીને નામજ અદા કરી હતી. જેના પગલે ન માત્ર કલમ 144 પરંતુ એપેડેમિક એક્ટનું પણ ઉલ્લંઘન થયું હતું. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની સુચનાનું ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. ઇપીકો કલમ 188 ને નેશનલ ડીજાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005 નું કલમ-51(બી) મુજબ ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. સુરત રેન્જ આઈજી દ્વારા આ બંને પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે