રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 700થી વધુ કેસ, 17ના મોત; 423 દર્દીઓ થયા સાજા
Trending Photos
ગાંધીનગર: રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોવિડ-19ના દર્દીઓની સંખ્યા 700થી વધુ નોંધાય છે. કોરોના કહેરના કારણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 735 નવા કેસ નોંધાયા છે. જેમાં આજે ફરી સુરતમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં આજે 201 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજ રોજ 423 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,18,464 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં આજે કોવિડ-19ના કારણે 17 વ્યક્તિઓના મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 7, સુરત કોર્પોરેશનમાં 4, સુરતમાં 2, અરવલ્લીમાં 2, બનાસકાંઠામાં 1 અને ખેડામાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજે કુલ 2,72,664 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,69,581 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 3,083 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો:- બોટાદમાં એક દિવસમાં એક જ જગ્યાએથી બે યુવકની મળી લાશ
આજના રાજ્યમાં કુલ 735 નવા કેસ નોંધાયા છે જ્યારે તેની સામે 423 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 201 નવા કેસ અને 42 ડીસ્ચાર્જ, અમદાવાદ કોર્પોરેશનમાં 168 નવા કેસ અને 235 ડીસ્ચાર્જ, વડોદરા કોર્પોરેશનમાં 55 નવા કેસ અને 4 ડીસ્ચાર્જ, સુરતમાં 40 નવા કેસ અને 44 ડીસ્ચાર્જ, ભાવનગર કોર્પોરેશનમાં 26 નવા કેસ અને 0 ડિસ્ચાર્જ, બનાસકાંઠામાં 24 નવો કેસ અને 1 ડિસ્ચાર્જ, ભરૂચમાં 18 નવા કેસ અને 21 ડિસ્ચાર્જ, અમદાવાદમાં 15 નવા કેસ અને 5 ડીસ્ચાર્જ, રાજકોટ કોર્પોરેશનમાં 14 નવા કેસ અને 0 ડીસ્ચાર્જ, ગાંધીનગરમાં 13 નવા કેસ અને 6 ડિસ્ચાર્જ, વલસાડમાં 13 નવા કેસ અને 5 ડિસ્ચાર્જ, મહેસાણામાં 12 નવા કેસ અને 0 ડિસ્ચાર્જ, કચ્છમાં 11 નવા કેસ અને 3 ડિસ્ચાર્જ, વડોદરામાં 10 નવા કેસ અને 1 ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત જૂનાગઢ કોર્પોરેશનમાં 9 નવા કેસ અને 1 ડિસ્ચાર્જ, ખેડામાં 9 નવા કેસ અને 7 ડિસ્ચાર્જ, ભાવનગરમાં 9 નવા કેસ અને 0 ડિસ્ચાર્જ, પંચમહાલમાં 8 નવા કેસ અને 0 ડીસ્ચાર્જ, સાબરકાંઠામાં 8 નવા કેસ અને 11 ડિસ્ચાર્જ, નવસારીમાં 8 નવા કેસ અને 2 ડિસ્ચાર્જ, અમરેલીમાં 7 નવા કેસ અને 2 ડિસ્ચાર્જ, રાજકોટમાં 7 નવા કેસ અને 0 ડીસ્ચાર્જ, જૂનાગઢમાં 6 નવા કેસ અને 0 ડિસ્ચાર્જ, જામનગર કોર્પોરેશનમાં 5 નવા કેસ અને 0 ડીસ્ચાર્જ, સુરેન્દ્રનગરમાં 5 નવા કેસ અને 13 ડિસ્ચાર્જ, દાહોદમાં 5 નવો કેસ અને 0 ડિસ્ચાર્જ, ગાંધીનગર કોર્પોરેશનમાં 4 નવા કેસ અને 7 ડિસ્ચાર્જ, મોરબીમાં 4 નવા કેસ અને 1 ડિસ્ચાર્જ, તાપીમાં 4 નવા કેસ અને 0 ડિસ્ચાર્જ, પાટણમાં 3 નવા કેસ અને 0 ડિસ્ચાર્જ, છોટા ઉદેપુરમાં 3 નવા કેસ અને 0 ડિસ્ચાર્જ, અરવલ્લીમાં 2 નવા કેસ અને 4 ડિસ્ચાર્જ, મહિસાગરમાં 2 નવા કેસ અને 0 ડિસ્ચાર્જ, બોટાદમાં 2 નવા કેસ અને 0 ડિસ્ચાર્જ, ગીરસોમનાથમાં 2 નવા કેસ અને 0 ડિસ્ચાર્જ, જામનગરમાં 2 નવા કેસ અને 1 ડિસ્ચાર્જ, આણંદમાં 1 નવા કેસ અને 1 ડિસ્ચાર્જ અને નર્મદામાં 0 નવો કેસ અને 6 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસ 8,573 છે. જેમાં વેન્ટીલેટર પર 69 દર્દીઓ છે. જ્યારે સ્ટેબલ 8,504 દર્દીઓ છે. જ્યારે 26,323 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો કુલ મૃત્યુઆંક 1962 પર પહોંચ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે