રાજ્યમાં સૌથી વધુ દેડીયાપાડા વિધાનસભા બેઠક પર 85.01 ટકા મતદાન
લોકસભા 2019ની સામાન્ય ચૂંટણીઓમાં સરેરાશ મતદાનમાં 80.28ની ટકાવારી સાથે રાજયભરમાં નર્મદા જિલ્લો મતદાનમાં અગ્રેસર રહયો છે. તેની સાથેસાથે રાજયનાં તમામ વિધાનસભા ક્ષેત્રોમાં થયેલાં મતદાનની ટકાવારી જોઇએ તો નર્મદા જિલ્લાની 149 દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારમાં 85.01 ટકાના અભૂતપૂર્વ-ઐતિહાસિક અને વિક્રમી મતદાન સાથે સમગ્ર રાજયમાં દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તાર પ્રથમ સ્થાને રહ્યું છે.
Trending Photos
જયેશ દોશી/નર્મદા: લોકસભા 2019ની સામાન્ય ચૂંટણીઓમાં સરેરાશ મતદાનમાં 80.28ની ટકાવારી સાથે રાજયભરમાં નર્મદા જિલ્લો મતદાનમાં અગ્રેસર રહયો છે. તેની સાથેસાથે રાજયનાં તમામ વિધાનસભા ક્ષેત્રોમાં થયેલાં મતદાનની ટકાવારી જોઇએ તો નર્મદા જિલ્લાની 149 દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારમાં 85.01 ટકાના અભૂતપૂર્વ-ઐતિહાસિક અને વિક્રમી મતદાન સાથે સમગ્ર રાજયમાં દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તાર પ્રથમ સ્થાને રહ્યું છે. ટકાવારીની ટોચ પર નર્મદા જિલ્લાએ હિમાલય જેવી ઉંચી મતદાનની ટકાવારીમાં શ્રેષ્ઠ સિધ્ધી હાંસલ કરી છે.
તારીખ ૨૩મીના રોજ યોજાયેલા મતદાનમાં 21 છોટાઉદેપુર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૧૪૮ નાંદોદ વિધાનસભા મત વિસ્તારમાં નોંધાયેલા 115355 પુરૂષ અને 109395 સ્ત્રી સહિત કુલ 224751 મતદારો સામે 89568 પુરૂષ અને 51278 સ્ત્રી સહિત કુલ 170846 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરતાં નાંદોદ વિધાનસભા વિસ્તારમાં ૭૭.૬૫ ટકા પુરૂષ અને ૭૭.૩૦ ટકા સ્ત્રીના મતદાન સહિત કુલ ૭૬.૦૨ ટકા મતદાન નોંધાયું હતું.
સુરત: PM મોદીનો શુટ ખરીદનાર હીરા વેપારી લાલજી પટેલ સાથે 1 કરોડની છેતરપિંડી
તેવી જ રીતે 22 ભરૂચ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારમાં નોંધાયેલાં 101722 પુરૂષ અને 101019 સ્ત્રી મતદારો સહિત કુલ 202741 જેટલાં નોંધાયેલા મતદારો સામે 87379 પુરૂષ અને 84975 સ્ત્રી મતદારો સહિત કુલ 172354 મતદારોનું મતદાન નોંધાયું હતું, જેમાં 58.90 ટકા પુરૂષ અને 84.12 ટકા સ્ત્રી મતદાનની ટકાવારી સાથે કુલ 85.01 ટકાનું મતદાન નોંધાવા પામ્યુ હતું.
નર્મદા જિલ્લામાં ઉકત બંને વિધાનસભા મતવિસ્તારમાં નોંધાયેલા કુલ 217077 પુરૂષ અને 210414 સ્ત્રી મતદારો સહિત કુલ 427492 નોંધાયેલા મતદારો સામે 176947 પુરૂષ અને 166253 સ્ત્રી મતદારો સહિત કુલ 343200 જેટલાં મતદારોનું મતદાન નોંધાયું હતું, જેમાં 81.51 ટકા પુરૂષ 79.01 ટકા સ્ત્રી મતદાનની ટકાવારી સાથે જિલ્લાનું સરેરાશ કુલ 80.28 ટકા મતદાન નોંધાયું છે આમ જિલ્લો સમગ્ર ગુજરાતમાં મતદાનમાં અવ્વલ રહેવા પામ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે