પોતે દુધ પીવે છે એવી 9 મહિનાની વાછરડી આપી રહી છે દુધ, લોકોમાં ભારે આશ્ચર્ય
આ છે કુદરતનો કરિશ્મા માતાનું દૂધ પીતી નવ મહિનાની વાછરડી પોતે પણ દૂધ આપે છે. ભુજમાં પશુપાલન અને દૂધનો વ્યવસાય કરતાં માલધારી પરિવાર પાસે નવ મહિના અગાઉ જન્મેલ ગાયની વાછરડી દૂધ આપતી થઈ જતા આશ્ચર્ય સર્જાયું છે. નવ મહિનાની વાછરડી દૂધ આપતા લોકોમાં પણ ભારે કુતુહલ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત લોકો હવે આ વાછરડી ખરીદવા માટે 55000 થી 70,000 રૂપિયાની ઓફર પણ કરી રહ્યા છે. માલધારી પરિવારના સભ્યો પણ કુદરતના કરિશ્માથી આશ્ચર્યચકિત થયા છે.
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/ ભુજ : આ છે કુદરતનો કરિશ્મા માતાનું દૂધ પીતી નવ મહિનાની વાછરડી પોતે પણ દૂધ આપે છે. ભુજમાં પશુપાલન અને દૂધનો વ્યવસાય કરતાં માલધારી પરિવાર પાસે નવ મહિના અગાઉ જન્મેલ ગાયની વાછરડી દૂધ આપતી થઈ જતા આશ્ચર્ય સર્જાયું છે. નવ મહિનાની વાછરડી દૂધ આપતા લોકોમાં પણ ભારે કુતુહલ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત લોકો હવે આ વાછરડી ખરીદવા માટે 55000 થી 70,000 રૂપિયાની ઓફર પણ કરી રહ્યા છે. માલધારી પરિવારના સભ્યો પણ કુદરતના કરિશ્માથી આશ્ચર્યચકિત થયા છે.
સામાન્ય રીતે ગાય ચાર વર્ષ બાદ વાછરડી વાછરડાને જન્મ આપવા લાયક બને છે અને વાછરડી કે વાછરડું જનમ્યા બાદ એક થી દોઢ વર્ષ સુધી તે ગાયનું દૂધ પિતું હોય છે. પરંતુ ભુજમાં પશુપાલન અને દૂધનો વ્યવસાય કરતા અને સરપટ નાકા પાસે ગાયોનો વાડો ધરાવતા રાશિદ સમા નામના માલધારી પાસે નવ મહિના પહેલા જન્મેલી એક વાછરડી છેલ્લા એક દોઢ મહિનાથી દૂધ આપતી થઈ જતાં આશ્ચર્ય સર્જાયું છે.આ ઉપરાંત પશુપાલનનો વ્યવસાય કરતા માલધારી પાસે 25 જેટલી દેશી કાંકરેજ નસલની ગાયો છે. આ વાછરડીનું નામ કાબર રાખવામાં આવ્યું છે. તેની મા છ મહિના ગાભણી છે અને તેનું દૂધ આ વાછરડી પીવે છે અને પોત પણ દૂધ આપે છે ક્યારેક એક વાટકો તો ક્યારેક બે વાટકા દૂધ આપે છે. આ વાછરડીને જોવા માટે અનેક લોકો આવી રહ્યા છે.
વાછરડી ખરીદવા માટે 55000 થી 70,000 રૂપિયાની ઓફર પણ આવી
કુદરતના કરિશ્મારૂપ આ ઘટના અંગે માલધારી એવા રાશિદ સમાએ જણાવ્યું હતું કે તેની આ વાછરડી ખરીદવા માટે 55000 થી 70,000 રૂપિયાની ઓફર પણ આવી છે પરંતુ તે કોઇપણ કાળે આ વાછરડીને વેંચવા માંગતો નથી. રાશિદ સમા કહે છે કે આ કુદરતનો કરિશ્મા છે. અમને પોતે પણ આશ્ચર્ય થયું કે જે વાછરડી પોતે ગાયનું દૂધ પીવે છે અને તે પોતે પણ દૂધ આપે છે. છેલ્લાં 60 વર્ષથી આ પશુપાલન સાથે સંકળાયેલા છીએ અને આવી ઘટના ક્યારેય નથી બની. ઉપરાંત અમે આ વાછરડી કોઈ પણ કાળે વેંચવા નથી માંગતા. તો આ અંગે પશુ આરોગ્ય અધિકારી સાથે વાત કરતાં તેમણે જી24કલાક ને જણાવ્યું હતું કે હોર્મોન્સના ફેરફારને કારણે થઈ શકે છે હજારોમાં એકાદ કેસ માંડ હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે