ગીરના સિંહોના સંરક્ષણ માટે સરકારનો મોટો નિર્ણય; ઈકો-સેન્સિટિવ ઝોનનું જાહેરનામું પ્રસિદ્ધ
એશિયાઈ સિંહોના રક્ષણ માટે 3 જિલ્લાના 1.84 લાખ હેક્ટર વિસ્તારને ઈકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ત્રણ જિલ્લાનો આ ઝોનમાં સમાવેશ કરવાની 18 સપ્ટેમ્બરે સરકારે જાહેરનામું બહાર પાડ્યુ છે. સરકારે સિંહના સંરક્ષણનો દાવો કર્યો છે.
Trending Photos
Eco-sensitive zones for Asiatic Lions Protection, ઝી બ્યુરો/જૂનાગઢ: ગુજરાતની ઓળખ એવા એશિયાટિક લાયનના સંરક્ષણ માટે સરકારે એક મોટો નિર્ણય કર્યો. રાજ્ય સરકારના પ્રયાસોથી ગીર રક્ષિત વિસ્તારના આસપાસના 1.84 લાખ હેક્ટર વિસ્તારને ઈકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ માટે જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. પરંતુ સરકારના આ જાહેરનામાનો હવે વિરોધ શરૂ થયો છે. વીસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડિયા અને ગુજકોમાસોલના ચેરમેને દિલીપ સંઘાણીએ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે...શું છે આ સમગ્ર વિરોધ?
- સિંહના સંરક્ષણ માટે સરકારનો નિર્ણય
- ઈકો-સેન્સિટિવ ઝોનનું જાહેરનામું પ્રસિદ્ધ
- 3 જિલ્લાના 196 ગામનો કરાયો સમાવેશ
- જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથનો સમાવેશ
- 1.84 લાખ હેક્ટર વિસ્તારને આવરી લેવાયો
- સરકારના નિર્ણયનો નેતાઓએ કર્યો વિરોધ
એશિયાઈ સિંહોના રક્ષણ માટે 3 જિલ્લાના 1.84 લાખ હેક્ટર વિસ્તારને ઈકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ત્રણ જિલ્લાનો આ ઝોનમાં સમાવેશ કરવાની 18 સપ્ટેમ્બરે સરકારે જાહેરનામું બહાર પાડ્યુ છે. સરકારે સિંહના સંરક્ષણનો દાવો કર્યો છે પરંતુ આ જાહેરનામાંથી સ્થાનિક ખેડૂતો, પશુપાલકો અને લોકોને નુકસાન થશે તેવો દાવો પૂર્વ ધારાસભ્ય અને હાલ ભાજપના નેતા હર્ષદ રિબડિયાએ કર્યો છે.
ઈકો સેન્સિટિવ ઝોનમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ જિલ્લાના કુલ 196 ગામની જંગલ હેઠળ અને બિન જંગલની જમીનનો સમાવેશ કરાયો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ખાંભા અને ધારી તાલુકાના કુલ- 72 ગામને સમાવવામાં આવ્યા છે. ગીરસોમનાથ જિલ્લાના ગીર-સોમનાથ, કોડીનાર, ઉના, અને તાલાલા તાલુકાના 65 ગામનો સમાવેશ થાય છે. જ્યારે જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ, માળીયા હાટીના, મેંદરડા અને વિસાવદર તાલુકાના કુલ-59 ગામને ઈકો સેન્સિટિવ ઝોનમાં સમાવ્યા છે. જેનો હવે વિરોધ થઈ રહ્યો છે.
કોનો સમાવેશ?
- જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથના 196 ગામની સમાવેશ
- અમરેલીના સાવરકુંડલા, ખાંભા, ધારી તાલુકાના 72 ગામનો સમાવેશ
- ગીર-સોમનાથ, કોડીનાર, ઉના, તાલાલાના 65 ગામનો સમાવેશ
- જૂનાગઢ, માળીયા હાટીના, મેંદરડા, વીસાવદરના 59 ગામનો સમાવેશ
અજીબ ઘટના : માફીનામા સાથે ચોરે પરત કરી રાધાકૃષ્ણની ચોરેલી મૂર્તિ, પરિવાર આફત આવી
પૂર્વ ધારાસભ્ય રિબડિયા વિરોધ કરી રહ્યા છે. તો ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે અને ઉગ્ર લડત આપવાની ચીમકી આપી છે. સંઘાણીએ કહ્યું, જ્યાં સુધી ઇકોસેન્સિટીવ ઝોન નાખવાની વાત ફેરવિચારણા નહીં કરવામાં આવે ત્યાં સુધી લડત આપવામાં આવશે. રાજકીય નેતા તરીકે નહીં પણ એક ખેડૂત તરીકે આ લડત આપવામાં આવશે. તો સરકારના નિર્ણયનો ભાજપના નેતાઓ જ વિરોધ કરી રહ્યા છે. તો સરકારના પ્રવાસન મંત્રીએ દાવો કર્યો છે કે, દરખાસ્ત કરતા સમયે તમામ પાસાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે, જો કોઈને વાંધા સૂચન હોય તો લેખિત રજૂઆત કરી શકે છે. વાંધા સૂચન હશે તો તેની તપાસ કરવામાં આવશે તેવું આશ્વાસન પ્રવાસન મંત્રી મુળુ બેરાએ આપ્યું છે.
- ઈકો સેન્સિટ ઝોનનો શરૂ થયો વિરોધ!
- 3 જિલ્લા માટે જાહેરનામું કરાયું પ્રસિદ્ધ
- ભાજપના નેતાઓમાં જ જોવા મળ્યો કચવાટ
- નિર્ણય પરત નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી
- સરકારે પોતાના ઠરાવમાં શું કહ્યું?
ગુજરાતમાં ડરામણી આગાહી! આ તારીખોમાં પડશે વરસાદ, ડિસેમ્બર સુધી પીછો નહીં છોડે મેઘરાજા
હવે ઈકો સેન્સિટિવ ઝોનમાં મોટા વિસ્તારનો સમાવેશ થતાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. પરંતુ સરકારે પોતાના ઠરાવમાં કેટલી સ્પષ્ટતા કરી છે. જેની વાત કરીએ તો, કોઇ વ્યક્તિ ઘર, દુકાન, હોટેલ, કારખાના, નાના-મોટા ઉદ્યોગ વિસ્તારી શકે છે, ફક્ત મોટા પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગ ઉપર નિયંત્રણ કરવામાં આવશે, ખેતર કે વાડીમાં ભુગર્ભમાંથી પાણી કાઢવા કૂવા કે બોરિંગ કરાવી શકે છે, ઓરડીઓ કે અન્ય જરૂરી બાંધકામ કરી શકે છે, ખેતરમાં ટ્રેકટર ચલાવવાનું કે કૂવા કરવાનું કે બોરિંગ કરવાનું કે ચાલુ રહેશે, વીજ કનેકશન લેવા જેવી ખેતી વિષયક બાબતો માટે કોઈ અડચણ નથી. હોટેલ, ગેસ્ટ હાઉસ, લોજ વગેરે કરવા માટે મનાઇ છે તે હકિકત ખોટી છે, રહેણાંક વિસ્તારમાં વીજ ઉપકરણો ચલાવવા પર કોઈ પ્રતિબંધ નથી, કોઈ માલિકીની જમીન પર વન વિભાગનો કોઈ અધિકાર નથી.
સરકારે ઠરાવમાં શું કહ્યું?
- કોઇ વ્યક્તિ ઘર, દુકાન, હોટેલ, કારખાના, નાના-મોટા ઉદ્યોગ વિસ્તારી શકે
- ફક્ત મોટા પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગ ઉપર નિયંત્રણ કરવામાં આવશે
- ખેતર કે વાડીમાં ભુગર્ભમાંથી પાણી કાઢવા કૂવા કે બોરિંગ કરાવી શકે છે
- ઓરડીઓ કે અન્ય જરૂરી બાંધકામ કરી શકે છે
- ટ્રેકટર ચલાવવાનું, કૂવા કરવાનું, બોરિંગ કરવાનું ચાલુ રહેશે
- વીજ કનેકશન લેવા જેવી ખેતી વિષયક બાબતો માટે કોઈ અડચણ નથી
- હોટેલ, ગેસ્ટ હાઉસ, લોજ કરવા માટે મનાઇ તે હકિકત ખોટી
- રહેણાંક વિસ્તારમાં વીજ ઉપકરણો ચલાવવા પર કોઈ પ્રતિબંધ નથી
- માલિકીની જમીન પર વન વિભાગનો કોઈ અધિકાર નથી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે