કોરોના વાયરસઃ ગુજરાતના ક્યા જિલ્લામાં કેટલા કેસ? જુઓ તમામ વિગતો


ગુજરાતના કુલ 33 જિલ્લામાંથી 28 જિલ્લામાં કોરોના વાયરસે પગ પેસારો કરી લીધો છે. માત્ર પાંચ જિલ્લા કોરોનાના કહેરથી બચી શક્યા છે. 

કોરોના વાયરસઃ ગુજરાતના ક્યા જિલ્લામાં કેટલા કેસ? જુઓ તમામ વિગતો

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. મંગળવારે સાંજથી બુધવારે સવાર સુધી ગુજરાતમાં કોરોના વાયરસના નવા 94 કેસ સામે આવ્યા છે. તો મૃત્યુઆંકમાં પાંચનો વધારો થયો છે. નવા 94 કેસની સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2272 પર પહોંચી છે. તો પાંચ લોકોના મૃત્યુની સાથે કુલ મૃત્યુઆંક 95 પર પહોંચી ગયો છે. અમદાવાદમાં નવા 61 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોના પીડિતોની સંખ્યા 1434 પર પહોંચી છે. તો સુરતમાં કુલ કેસોની સંખ્યા 364, વડોદરામાં 207 અને રાજકોટમાં 41 પર પહોંચી છે. જાણો, ગુજરાતના ક્યા જિલ્લામાં કોરોના વાયરસના કેટલા કેસ...

જિલ્લા કુલ કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
અમદાવાદ 1434 57 56
વડોદરા 207 7 8
સુરત   364 12 11
રાજકોટ  41 0 12
ભાવનગર 32 5 16
આણંદ 28 2 4
ભરૂચ  24 3 3
ગાંધીનગર  17 2 11
પાટણ 15 1 11
નર્મદા 12 0 0
પંચમહાલ  11 2 0
બનાસકાંઠા 15 0 1
છોટાઉદેપુર 7 0 1
કચ્છ 6 1 1
મહેસાણા 7 0 2
બોટાદ 9 1 0
પોરબંદર 3 0 3
દાહોદ  4 0 0
ખેડા  3 0 0
ગીર-સોમનાથ 3 0 2
જામનગર 1 1 0
મોરબી  1 0 0
સાબરકાંઠા 3 0 2
મહીસાગર 3 0 0
અરવલ્લી  17 1 0
તાપી 1 0 0
વલસાડ 3 0 0
નવસારી 1 0 0
કુલ 2272 95 144

કોરોના વાયરસઃ અમદાવાદના ચિંતાજનક આંકડા, અત્યાર સુધી 57 લોકોના મૃત્યુ, 56 લોકો ડિસ્ચાર્જ

ગુજરાતના પાંચ જિલ્લામાં શૂન્ય કેસ
ગુજરાતના કુલ 33 જિલ્લામાંથી 28 જિલ્લામાં કોરોના વાયરસ પહોંચી ગયો છે. માત્ર પાંચ જિલ્લામાં હજુ સુધી એકપણ કેસ નોંધાયો નથી. જેમાં સૌરાષ્ટ્રના ચાર જિલ્લા જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, અમરેલી અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. આ સિવાય ડાંગ જિલ્લામાં પણ હજુ સુધી કોઈ કેસ નોંધાયો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news