Bhavnagar: મહારાજ જસવંતસિંહે સ્થાપેલું અનોખુ શિવમંદિર, માથુ નમાવોને મહાદેવ કરે છે તમારૂ કામ
Trending Photos
- ભાવનગરના મહારાજા જસવંતસિંહજી દ્વારા કરવામાં આવી છે જશોદાનાથ મહાદેવ મંદિરની સ્થાપતા
- ભાવનગરનાં અનોખા મહાદેવ મંદિરમાં દર્શન કરવા માટે જિલ્લા અને જિલ્લા બહારથી સેંકડો દર્શનાર્થીઓ આવે છે
ભાવનગર : મહા સુદ સાતમને મહાશિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આ મહાશિવરાત્રીના પાવન પર્વે લોકો પોતાના પુણ્યનું ભાથું બાંધવા પાવનકારી ભગવાન ભોળિયાનાથ શિવજીના દર્શને પહોંચી રહ્યા છે. શહેરના જશોનાથ સર્કલ નજીક આવેલા અને ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પૂર્વજ જસવંતસિંહજીએ ૧૬૦ વર્ષ પૂર્વે વિક્રમ સંવંત ૧૯૨૧ ના રોજ કાશીવિશ્વનાથની પ્રતિકૃતિ સમાન જશોનાથ મહાદેવ મંદિરની સ્થાપના કરાવી હતી. અતિપ્રાચીન આ મંદિરે લોકો ખૂબ ભક્તિભાવ પૂર્વક દર્શને આવે છે, અને કહેવાય છે કે અંહી એકવાર માથું ટેકવતા તમામ મનોકામના પુર્ણ થઈ જાય છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના ગાઇડલાઇન અનુસાર ભાવિકોને મંદિરમાં પ્રવેશતા સમયે દરેક ભક્તોને ફરજીયાત માસ્ક, સેનિટાઇઝર અને ટેમ્પરેચર ચેકિંગ જેવી તમામ કોરોના ગાઇડલાઇનોનું પાલન કરાવાઇ રહ્યું છે. આ ઉપરાંત લાઇનમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે ગોળ રાઉન્ડ પણ કરવામાં આવ્યા છે. દર્શન બાદ લોકો મંદિરમાં જાજો સમય ઉભા ન રહે તે માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
મહાશિવરાત્રીનું ગુજરાતમાં અનેરૂ મહત્વ છે. ભાવનગરમાં કાશીવિશ્વનાથ ઉપરાંત નિષ્કલંક મહાદેવ કોળીયાક, પિંગલેશ્વર મહાદેવ, ભદ્રેશ્વર મહાદેવ સહિતનાં અનેક ખ્યાતનામ મહાદેવના મંદિરો આવેલા છે. જો કે સમગ્ર જિલ્લામાં ભક્તો નજીકમાં મંદિરોમાં દર્શન કરવા માટે પડાપડી કરી રહ્યા છે. જો કે હાલ કોરોના કાળને પગલે તંત્રની ચિંતાઓમાં પણ વધારો થઇ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે