શંકાશીલ પ્રેમીના માથા પર ભૂત સવાર થયું, મંગેતરની હત્યા કરીને ફરાર થઈ ગયો

Surat Crime News : સુરતના વરાછામાં યુવકે મંગેતરની હત્યા કરી, અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ હોવાની મંગેતર પર શંકા કરી હતી... આડા સંબંધોની શંકામાં પ્રેમનો કરુણ અંજામ
 

શંકાશીલ પ્રેમીના માથા પર ભૂત સવાર થયું, મંગેતરની હત્યા કરીને ફરાર થઈ ગયો

Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતી યુવતીની સગાઈ મહીસાગરના યુવક સાથે થઈ હતી. જો કે દોઢ મહિના પહેલા બંને વચ્ચે ઝઘડો થયો હતો.ત્યારબાદ બંને ફરીથી સાથે વાતચીત કરતા હતા. આ દરમિયાન ગતરોજ યુવક યુવતીના ઘરે આવ્યો હતો.યુવતી પર તીક્ષ્ણ હથિયારના ઉપરા છાપરી ઘા ઘાતકી હત્યા કરી હતી બનાવને પગલે જાણ થતાં જ વરાછા પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હાલ તો પોલીસે યુવક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના વરાછા વિસ્તારમાં અર્ચના સ્કૂલ પાસે આવેલ હરિધામ સોસાયટીમાં વસવાટ કરતા વશિયાભાઈ જીવાભાઈ ગુદાની ૨૩ વર્ષીય દીકરી વર્ષાની સગાઈ પાંચ મહિના પહેલા મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વડા ગામ જેતપુર ખાતે રહેતા રત્ન કલાકાર સંજય રયજીભાઈ પગી સાથે થઈ હતી. સગાઈ બાદ બંને વાતચીત કરતા હતા. આ દરમિયાન દોઢ મહિના પહેલા સંજય અને વર્ષા વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે ત્યારબાદ બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું અને બંને ફરીથી વાતચીત કરતા હતા.

સુરતના વરાછા વિસ્તારમાં વર્ષા અને સંદીપ પગી હીરા કારખાનામાં રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા. સંદીપ પગી અન્ય હીરા કારખાનામાં કામ કરી ત્યાં જ રહેતો હતો. સંદીપ શંકાશીલ સ્વભાવનો હતો. જેથી વર્ષા ઉપર વારંવાર શંકા રાખતો હતો. વર્ષાના અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા સંદીપને હતી. દરમિયાન હીરા કારખાનામાંથી સંદીપે પોતાનું કામ પણ છોડી દીધું હતું. જે બાદ તે ઘણો તણાવમાં રહેતો હતો. દરમિયાન બુધવારની મોડી સાંજે તે વર્ષાના ઘરે પહોંચ્યો હતો. જ્યા ઘરના સભ્યો હાજર ન હોઈ વર્ષા ઘરે એકલી હતી. ઘરે આવી ચઢેલા સંદીપએ વર્ષા સાથે ઝઘડો કર્યો હતો. જે બાદ રોષે ભરાયેલા સંદીપે ઉપરાછાપરી ઘા ઝીંકી વર્ષાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

હત્યા બાદ સંદીપ ફરાર થઈ ગયો હતો. જે બાદ મોડી સાંજે હત્યાની આ ઘટનાની જાણ વરાછા પોલીસને થઈ હતી. બનાવની જાણકારી મળતા વરાછા પોલીસ સહિત પીઆઇ, એસીપી, ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં મૃતક વર્ષાની લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી. વરાછા પોલીસે હરિધામ સોસાયટીમાં રહેતી વર્ષાના ઘર અને બહાર લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જે સીસીટીવી કેમેરામાં સંદીપ વર્ષાના ઘરે આવતો નજરે પડ્યો હતો. હત્યા બાદ બ્લેક કલરનું જેકેટ પહેરી ભાગી છૂટેલો સંદીપ સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાયો હતો. જેથી પોલીસે પોતાની જ ફિયાન્સીની હત્યા કેસમાં ફરાર સંદીપને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. જોકે આ સમગ્ર હત્યા કેસમાં સંદીપનો શંકાશીલ સ્વભાવ મૂળ હત્યાનું કારણ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news