ઋષિમુનીઓ કરતા એવી આધ્યાત્મિક શક્તિથી ગીરના જંગલમાં થાય છે ખેતી
Trending Photos
હેમલ ભટ્ટ/ગીર :ગીર જંગલની બોર્ડર પરના વલાદર ગામે ઋષિ પરંપરા આધારિત વિશિષ્ટ ખેતી કરવામાં આવે છે. આદ્યશક્તિ યોગાશ્રમના કેસર કેરીના બગીચામાં પૂર્ણરૂપે પ્રાકૃતિક સજીવ ખેતીની સાથે હોમાફાર્મિંગ એટલે કે આધ્યાત્મિક શક્તિ અર્થાત કોસ્મિક હીલિંગની ઉર્જાથી ખેતી થઈ રહી છે. આશ્રમની અંદાજે 300 વીઘા જમીન પર 3000 આંબા પર મીઠી મધુરી કેસર ઉપરાંત રાજાપુરી, દુધપેંડો, હાફૂસ, આંબળીની વિવિધ ત્રણ જાતો સહિત 10 પ્રકાર કેરીનું સંપૂર્ણ પણે ઓર્ગેનિક ઉત્પાદન લેવાય છે.
GTUની ઓનલાઈન મોક ટેસ્ટ ફ્લોપ સાબિત થઈ, લોગ-ઈન ન થતા વિદ્યાર્થીઓ અટવાયા
આપણો ભારત દેશ કૃષિપ્રધાન દેશ છે. ત્યારે કૃષિ ક્ષેત્રે અનેક પ્રકારની કૃષિ પદ્ધતિઓ અમલમાં છે. જે પૈકી પ્રાકૃતિક ખેતી અને તેમાં પણ હોમોફાર્મિંગ એટલે કે આદ્યાત્મિક શક્તિ આધારિત ખેતી પણ ખેડૂતો કરી રહ્યા છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં ખેતીમાં વધુ ઉત્પાદન લેવાની લ્હાયમાં રાસાયણિક દવાઓનો ભરપૂર ઉપયોગ થાય છે, જે માનવજીવ માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. ત્યારે હવે લોકો સંપૂર્ણ શુદ્ધ ખેતપેદાશો મેળવવાનો આગ્રહ રાખી રહ્યા છે. ખેડૂતો પણ હવે ફરી પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળે તે માટેના અનેક પ્રયાસો થઈ રહ્યા છે. ગીર સોમનાથના જંગલ બોર્ડર પર આવેલા વલાદર ગીર ગામે આવી જ કંઈક વિશિષ્ટ ખેતી થઈ રહી છે. આમ તો સમગ્ર ગુજરાતમાં જૂજ ખેડૂતો જ આ પ્રકારની ખેતી કરે છે અને તે ખેતી છે હોમો ફાર્મિંગ અર્થાત આધ્યાત્મિક શક્તિઓની ઉર્જાની મદદથી થાય છે. જેને કોસ્મિક ફર્ટિલાઈઝર પણ કહેવામાં આવે છે.
વલાદર ગીરમાં આવેલ આદ્યશક્તિ આશ્રમ ખાતે આ વિશિષ્ટ ખેતી થઈ રહી છે. આ ખેતી અંગે આશ્રમના સંચાલક અને સાધક એવા મિલનભાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, શિવપુરાણમાં વર્ષો પૂર્વે દુષ્કાળના વર્ષોમાં ગૌતમ ઋષિ સવારે વાવતા અને સાંજે લણતા. આ પ્રકારની ઋષિ ખેતીનો ઉલ્લેખ જોવા મળે છે. અર્થાત ઋષિમુનિઓ આધ્યાત્મિક ઉર્જાની શક્તિથી ખેતી કરતા. અહીંના આદ્યશક્તિ યોગાશ્રમ ખાતે 20 વર્ષથી સંપૂર્ણ પણે પ્રાકૃતિક સજીવ ખેતી થઈ રહી છે. જેમાં છેલ્લા સાતેક વર્ષથી કોસ્મિક હીલિંગ એટલે કે આધ્યાત્મિક સાધના શક્તિની ઉર્જાને ખેતીમાં પ્રવાહિત કરી રહ્યા છે. અગ્નિહોત્રી યજ્ઞની ઉર્જા એટલે કે ધૂપ ઉપરાંત જીવામૃતનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખાસ ખેડૂતોને પ્રાકૃતિક સજીવ ખેતીની સાથે વિશિષ્ટ હોમાફાર્મિંગ એટલે કે ઋષિ પરંપરા આધારિત વિશિષ્ટ ખેતી તરફ વળવાનો ઉમદા હેતુ વ્યક્ત કર્યો છે.
તાજેતરમાં જ પ્રધાનમંત્રી મોદી દ્વારા દેશને આત્મનિર્ભર બનવાનું આહવાન કરાયું છે. જે આહવાનને આદ્યશક્તિ યોગાશ્રમના સાધકો અને યોગીઓએ અનુસરી જગતનો તાત એવો ખેડૂત ઋષિ પરંપરાની ખેતી અપનાવી સાચા અર્થમાં આત્મનિર્ભર બને તે માટેનું પણ અભિયાન હાથ ધર્યું છે.
આશ્રમની અંદાજે 300 વીઘા જમીન પર 3000 આંબા પર સંપૂર્ણ પણે ઓર્ગેનિક એવી મીઠી મધુરી કેસર ઉપરાંત રાજાપુરી, દુધપેંડો, હાફૂસ, આંબળી ની વિવિધ ત્રણ જાતો સહિત 10 પ્રકાર કેરીનું વિશિષ્ટ ખેતીથી મબલખ ઉત્પાદન થાય છે. આ તમામ આવકને ગૌશાળાના નિર્માણ અને ખેડૂતોને કોસ્મિક હીલિંગ સાથે હોમો ફાર્મિંગ માટે શિક્ષિત બનાવવા માટે વાપરવાનો નિર્ધાર વ્યકત કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે