AAPના MLA ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરાયા; 3 દિવસના રિમાન્ડ મંજૂર, જાણો કોર્ટમાં શું થયું?
કોર્ટમાં આપના રાષ્ટ્રીય મહામંત્રી ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવાની તરફેણમાં વકીલ તરીકે દલીલો કરી હતી. પોલીસે તપાસ માટે કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા તેની સામે કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
Trending Photos
ઝી બ્યુરો/નર્મદા: નર્મદાની દેડિયાપાડા બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ 40 દિવસ બાદ નાટયાત્મક ઢબે પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી લીધી છે. તેઓ વનકર્મીઓને માર મારવાના અને હવામાં ગોળીબાર કરવાના ગુનામાં ફરાર હતા. પોલીસ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાને આજે 11 વાગ્યે દેડિયાપાડા કોર્ટમાં રિમાન્ડ માટે હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટમાં આપના રાષ્ટ્રીય મહામંત્રી ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવાની તરફેણમાં વકીલ તરીકે દલીલો કરી હતી. પોલીસે તપાસ માટે કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા તેની સામે કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ગોપાલ ઈટાલિયા ચૈતર વસાવાની તરફેણમાં વકીલ તરીકે હાજર દેડિયાપાડા કોર્ટમાં આપના રાષ્ટ્રીય મહામંત્રી ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવાની તરફેણમાં વકીલ તરીકે દલીલો કરી રહ્યા છે. દેડિયાપાડા પોલીસે તપાસ માટે કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડની માગ કરી છે. સરકારી વકીલ મુકેશ ચૌહાણ સરકારની તરફેણમાં દલીલ કરી રહ્યા છે. બંને વચ્ચે 30 મિનિટ સુધી દલીલો ચાલી હતી. AAP નેતા અને વકીલ ગોપાલ ઇટાલિયાએ ચૈતર વસાવાની તરફેણમાં દલીલ કરી હતી કે આ કેસ ખોટો છે. જો કેસ સાચો હોય તો હવામાં ફાયરિંગ કરીને પૈસા લીધા હોય તો એના પુરાવા લાવો.
વધુમાં ઇટાલિયાએ દલીલ કરી કે જો કેસ સાચો જ હતો તો આટલી મોડી FIR કેમ કરી. પોલીસે તપાસ માટે કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા તેની સામે કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ધારાસભ્યને કોઈપણ તકલીફ ના પડે એવા સૂચન સાથે નામદાર જજે 18 ડિસેમ્બર બપોરના 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે