Ahmedabad: બાર વર્ષે બાતમીદાર બોલ્યો અને ગુજરાત એટીએસએ કાશ્મીરથી ઝડપી પાડ્યો ડ્રગ્સનો આરોપી
2009 માં પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા મોહમ્મદ હુસેન ઉર્ફે હુસેન અલીદારનું નામ સામે આવ્યું હતું. એટલું જ નહી પકડાયેલ વોન્ટેડ આરોપી અગાઉ 108 કિલો ચરસનો જથ્થો ગુજરાતમાં પહોંચાડી ચૂક્યો હતો.
Trending Photos
ઉદય રંજન, અમદાવાદ: નાર્કોટિક્સના ગુનામાં છેલ્લા બાર વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ગુજરાત એટીએસ (Gujrat ATS) ની ટીમે કશ્મીર (Kashmir) થી ઝડપી પાડયો છે. કશ્મીરના અનંતનાગ (Anantnag) જિલ્લાના બીજબહેરામાં છુપાઈને રહેલા આરોપી મોહમ્મદ હુસેન અલી દારને ઝડપી પડ્યો છે. 2009 માં ગુજરાત એટીએસ (Gujrat ATS) ની ટીમે 10 કિલો ચરસના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી હતી.
2009 માં પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા મોહમ્મદ હુસેન ઉર્ફે હુસેન અલીદારનું નામ સામે આવ્યું હતું. એટલું જ નહી પકડાયેલ વોન્ટેડ આરોપી અગાઉ 108 કિલો ચરસનો જથ્થો ગુજરાતમાં પહોંચાડી ચૂક્યો હતો.
ઉલ્લેખનીય છે કે 2009માં પકડાયેલ 10 કિલો ચરસના જથ્થાની તપાસમાં ગુજરાત એટીએસ (Gujrat ATS) ની ટીમે આઠ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. જેમાં અગાઉ પકડાયેલ એક આરોપી એરફોર્સ (Airfoce) ની નોકરી છોડ્યા બાદ એરફોર્સનું આઇકાર્ડનો ઉપયોગ કરીને ચરસનો જથ્થો ગુજરાત પહોંચાડતો હતો.
અગાઉ આ ગુનામાં પકડાયેલ તમામ આરોપીઓની પૂછપરછમાં મુખ્ય આરોપી મોહમ્મદ હુસેન ઉર્ફે હુસેન અલી ગામનું નામ સામે આવ્યું હતું. જોકે હાલ તો ગુજરાત એટીએસ (Gujrat ATS) ની ટીમે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. આરોપીના રિમાન્ડ બાદ વધુ ખુલાસા સામે આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે