બહેનના મોત બાદ ભાઈ સોશિયલ મીડિયોનો ઉપયોગ કરી ગામમાં જ નહીં ગુજરાત કોઈપણ ખૂણે પહોંચી કરે છે આ કામ
હસમુખભાઈ સક્ષમ માણસ હોવા છતાં પણ બ્લડ ના અભાવે તેમની બહેનનું મૃત્યુ થયું હતું. બ્લડ ના અભાવે હસમુખભાઈના બહેનનું મૃત્યુ થતાં તેમણે પ્રતિજ્ઞા લીધી કે ગુજરાતના કોઇપણ ખૂણામાં બ્લડના અભાવે કોઈનું મૃત્યુ થવા નહીં દે
Trending Photos
અલકેશ રાવ, બનાસકાંઠા: આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો ક્યારેક દુરુપયોગ થાય છે તો ક્યારેક સદ ઉપયોગ પણ થતો હોય છે. ત્યારે બનાસકાંઠાના રવેલ ગામના યુવકે સોશિયલ મીડિયાનો સદુપયોગ કરી સમગ્ર ગુજરાતમાં બ્લડની બોટલ પહોંચાડવાનું અભિયાન હાથ ધર્યું છે. છેલ્લા 5 વર્ષમાં આ યુવકે એક હજારથી વધુ દર્દીઓને બ્લડ પહોંચાડીને તેમનો જીવ બચાવ્યો છે.
રક્તદાનએ મહાદાન ગણવામાં આવ્યું છે, રક્તદાન કરવું ખૂબ જ જરૂરી છે. જેને લઈને દિયોદર તાલુકાના રવેલ ગામના યુવાન હસમુખભાઈ પટેલ દર્દીઓને મદદરૂપ બની સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. 5 વર્ષ પહેલાં હસમુખભાઈ પટેલની બહેન હોસ્પિટલમાં ગંભીર બિમારીથી પિડાતા હોવાથી રોજની 10 બોટલ બ્લડની જરૂર પડતી હસમુખભાઈએ પાંચ દિવસ સુધી તો બ્લડ એકઠું કરી શક્યા પરંતુ છઠ્ઠા દિવસે બ્લડ એકઠું ના કરી શકતા તેમની બહેનનું મૃત્યુ થયું હતું.
હસમુખભાઈ સક્ષમ માણસ હોવા છતાં પણ બ્લડ ના અભાવે તેમની બહેનનું મૃત્યુ થયું હતું. બ્લડ ના અભાવે હસમુખભાઈના બહેનનું મૃત્યુ થતાં તેમણે પ્રતિજ્ઞા લીધી કે ગુજરાતના કોઇપણ ખૂણામાં બ્લડના અભાવે કોઈનું મૃત્યુ થવા નહીં દે. અને તે દિવસથી હસમુખભાઈ દ્વારા આજદિન સુધી ગુજરાતના કોઇપણ ખૂણે બ્લડની જરૂર પડે તો તેમના વોટ્સએપ અને સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા બ્લડ પૂરું પાડવામાં આવે છે.
"રક્ત દાન જીવન દાન ગ્રુપ બનાસકાંઠા" અને COVID 19 સેવા ગ્રુપ નામનું whatsp app ગ્રુપ બનાવી સોશિયલ મીડિયા માધ્યમથી અસંખ્ય લોકોના જીવ બચાવીને મદદરુપ બન્યા છે. "રક્ત દાન જીવન દાન ગ્રુપ બનાસકાંઠામાં" ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ રક્તની જરૂર પડે ફોન કે મેસેજ કરવાની સાથે થોડીજ વારમાં બ્લડ બેન્ક માંથી અથવા ડોનર મિત્ર મૂકીને દર્દી માટે બ્લડની વ્યવસ્થા કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાના સમયમાં લોકો પોતાના ધરમાં સંતાઈ બેઠા હતા એવા સમયમાં પણ સોશિયલ મીડિયાનું whatsp ગ્રુપ covid 19 ની સેવા ટીમ બનાવીને બ્લડની સાથે સાથે ટિફિન ઓકિસજનની સેવા પણ આપી હતી. હસમુખભાઇના વોટ્સઅપ અને ફેસબુક ગ્રુપમાં મોટા ભાગે ડોનર મિત્રો છે જે ઇમરજન્સી લાઈવ બ્લડની જરૂર હોય તે ટાઈમે પહોંચી જાય છે.
ડિલિવરી અને એક્સીડન્ટ કેસમાં હસમુખ ભાઇના સોશિયલ મીડિયા ગ્રુપના મિત્રો ઇમરજન્સી પોહચી દર્દીઓના જીવ પણ બચાવે છે.જેને લઈને અનેક લોકોએ આસાનીથી બ્લડ મેળવીને પોતાના સગાઓના જીવ બચાવ્યા છે જેથી તેવો હસમુખભાઈના કાર્યને બિરદાવી રહ્યા છે. દિયોદર તાલુકાના રમેલ ગામના હસમુખભાઈ પટેલ ટ્યુશન ક્લાસીસ ચલાવવાની સાથે સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી રાજ્યના કોઇપણ ખૂણે બ્લડ ડોનેટ કરાવીને લોકોના જીવ પણ બચાવી રહ્યા છે.
તેમની માંગ છે કે બનાસકાંઠા જિલ્લામાં માત્ર ચાર તાલુકામાં જ બ્લડ બેન્ક આવેલી છે. જિલ્લાના અન્ય તાલુકા મથકોએ પણ બ્લડ બેંક શરૂ કરવામાં આવે તો બ્લડના અભાવે કોઈપણ વ્યક્તિનું મૃત્યુના નીપજે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે