ફક્ત વાયદા કરવામાં માહેર અમદાવાદ કોર્પોરેશન, ખારીકટ કેનાલમાં ગંદકી યથાવત
કોઇ જાહેરાત કરવી અને પછી નિષ્ક્રીય થઇ જવુ આ પધ્ધતિ શિખવી હોય તો કોઇ મેગાસિટી અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશને પાસેથી શીખવી જોઇએ. જીહા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મોટાભાગની યોજનાઓના અમલીકરણમાં આજ પધ્ધતી અપનાવે છે. જેનુ તાજુ ઉદાહરણ ખારીકટ કેનાલની સફાઇ મામલે સામે આવ્યુ છે. ગત વર્ષે મે મહીનામાં મોટાપાયે શરૂ કરાયેલી ખારીકટ કેનાલની સફાઇ હાલમાં બંધ હોવાથી ફરીથી સમગ્ર કેનાલ કચરા પેટી બની ગઇ છે.
Trending Photos
અર્પણ કાયદાવાલા/અમદાવાદ: કોઇ જાહેરાત કરવી અને પછી નિષ્ક્રીય થઇ જવુ આ પધ્ધતિ શિખવી હોય તો કોઇ મેગાસિટી અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશને પાસેથી શીખવી જોઇએ. જીહા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મોટાભાગની યોજનાઓના અમલીકરણમાં આજ પધ્ધતી અપનાવે છે. જેનુ તાજુ ઉદાહરણ ખારીકટ કેનાલની સફાઇ મામલે સામે આવ્યુ છે. ગત વર્ષે મે મહીનામાં મોટાપાયે શરૂ કરાયેલી ખારીકટ કેનાલની સફાઇ હાલમાં બંધ હોવાથી ફરીથી સમગ્ર કેનાલ કચરા પેટી બની ગઇ છે.
જળસંયય યોજનાના નામે રાજ્ય સરકારે ગત વર્ષે મે મહીનામાં રાજ્યભરમાં સામુહિક મહાઅભિયાન શરૂ કર્યુ હતુ. જે અંતર્ગત વિવિધ જળસ્ત્રોતને ઉંડા કરવા અને તેને સફાઇ કામગીરી હાથ ધરાઇ હતી. આજ કામગીરી અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી પસાર થતી 17 કીલોમીટર લાંબ ખારીકટ કેનાલ માટે પણ કરાઇ હતી. તત્કાલીન મેયર અને કમિશ્નર સહીતના લોકોએ સતત બે મહીના સુધી કેનાલની સફાઇની બહોળી પ્રસિધ્ધી કરી હતી. એક તબક્કે શાષકો અને તંત્રએ સોશ્યલ મીડિયા દ્વારા એવો માહોલ ઉભો કર્યો હતો, કે જાણે એએમસી તંત્ર પાસે બીજી કોઇ કામગીરી જ નથી.
ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં દેવ પક્ષની પેનલ બની વિજયી, ફટાકડા ફોડી કરી ઉજવણી
જશોદાનગર વિસ્તારમાંથી પસાર થતી ખારીકટ કેનાલ કે જે આગળ ઘોડાસર વિસ્તારમાંથી પસાર થાય છે. કેનાલની વર્તમાન હાલત જોઇને કોઇપણ એમ ન કહી શકે કે, આ કેનાલની મોટાપાયે સફાઇ હાથ ધરાઇ હતી. હાલમાં સમગ્ર કેનાલમાં મોટાપાયે કચરાનો ઢગલો જોવા મળે છે. અને દુર્ગધ મારતુ પાણી સ્થાનીકોની સમસ્યામાં ઓર વધારો કરે છે. પારાવાર ગંદકી અને તેના કારણે થતા મચ્છરોના ઉપદ્રવના કારણે સ્થાનીકોમાં ભારે રોષ છે. ત્યારે સ્થાનીકો પણ કેનાલને કાયમ માટે બંધ કરી દેવાની માંગ કરી રહ્યા છે.
એવુ નથી કે ફક્ત જશોદાનગરમાં જ આ હાલત છે. સીટીએમ, ઓઢવ, વસ્ત્રાલ કે પછી ઠક્કરબાપાનગર પૂર્વથી ઉત્તર સુધીના વિસ્તારોમાંથી પસાર થતી કેનાલમાં બધાજ સ્થળે ગંદકી જોવા મળી રહી છે. ખારીકટ કેનાલમાં કચરો ઠાલવી જતા લોકો પર નજર રાખવા માટે અનેક સ્થળે સીસીટીવી લગાવવાની વાત કરાઇ હતી. પરંતુ દ્રશ્યો જ બતાવી રહ્યા છે કે તંત્રના દાવા કેટલા ખોખલા છે.
અમદાવાદને ક્લિન કરવા માટે શહેર પોલીસ અને કોર્પોરેશને ઘડ્યો માસ્ટર પ્લાન
ત્યારે સમગ્ર મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના નેતાઓ પણ સામસામે આવી ગયા છે. વિપક્ષ કોંગ્રેસ ખારીકટ કેનાલ મામલે ભાજપી શાષકો અને અધિકારીઓ પણ પ્રજાના કરવેરાના નાણાનો દૂરઉપયોગ કરવાના આરોપ લગાવ્યા છે. તો આ શાષકો આ મામલે જરૂરી કાર્યવાહી કરાશે ના જુના વચનો આપી રહ્યા છે.
લાખ્ખો કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ શહેરના પૂર્વ વિસ્તારની ખારીકટ કેનાલની ગંદકીની સમસ્યાનું નિવારણ આવી શક્યુ નથી. બીજી તરફ તંત્ર અને તેના શાષકો પણ હજી ગોળગોળ વાતો જ કર્યા કરે છે. ત્યારે હવે જોવાનું રહે છેકે મેગાસીટીની આ મોટી સમસ્યાનો ક્યારે અને કેવો ઉકેલ આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે