2017ની રાજ્યસભાની એ ચૂંટણી, જેમાં અહેમદ પટેલની જીત પર કોંગ્રેસ ઓફિસમાં ફટાકડા ફૂટ્યા હતા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ચાણક્ય કહેવાતા અહેમદ પટેલ (Ahmed Patel) નું આજે નિધન થયું છે. બિહાર ઈલેક્શનમાં ખરાબ પ્રદર્શન બાદ ઘેરાયેલી કોંગ્રેસ માટે આ દિગ્ગજ નેતાનું અચાનક જતુ રહેવું પાર્ટી માટે નુકસાન કહેવાઈ રહ્યું છે. એટલે જ તેઓને કોંગ્રેસના ચાણક્ય કહેવામાં આવતા. તેઓએ અનેક પ્રસંગોએ કોંગ્રેસને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યા છે. તેમનું વર્ચસ્વ ગુજરાતના રાજ્યસભાના ઈલેક્શન 2017માં પણ જોવા મળ્યું.  

2017ની રાજ્યસભાની એ ચૂંટણી, જેમાં અહેમદ પટેલની જીત પર કોંગ્રેસ ઓફિસમાં ફટાકડા ફૂટ્યા હતા

ઝી મીડિયા/બ્યૂરો :કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ચાણક્ય કહેવાતા અહેમદ પટેલ (Ahmed Patel) નું આજે નિધન થયું છે. બિહાર ઈલેક્શનમાં ખરાબ પ્રદર્શન બાદ ઘેરાયેલી કોંગ્રેસ માટે આ દિગ્ગજ નેતાનું અચાનક જતુ રહેવું પાર્ટી માટે નુકસાન કહેવાઈ રહ્યું છે. એટલે જ તેઓને કોંગ્રેસના ચાણક્ય કહેવામાં આવતા. તેઓએ અનેક પ્રસંગોએ કોંગ્રેસને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યા છે. તેમનું વર્ચસ્વ ગુજરાતના રાજ્યસભાના ઈલેક્શન 2017માં પણ જોવા મળ્યું.  

ગુજરાત વિધાનસભા ઈલેક્શનની આસપાસ ગુજરાતમાં ત્રણ સીટ પર રાજ્યસભા ઈલેક્શન થયું હતું. બે સીટ પર બીજેપીની જીત પક્કી હતી અને ત્રીજી સીટ પર પેચ ફસાયેલો હતો. 2017 રાજ્યસભા ઈલેક્શનમાં બીજેપી અને કોંગ્રેસની વચ્ચે ત્રીજી સીટને લઈને કાંટાની ટક્કર થઈ હતી. બંને પક્ષ અડધી રાતે ઈલેક્શન પંચ પહોંચ્યા અને આખરે જઈને અહેમદ પટેલને જીત નસીબ થઈ હતી. 

આ પણ વાંચો : કરફ્યૂ અને લોકડાઉનને લઈને ગુજરાત સરકારનું મોટું નિવેદન 

અહેમદ પટેલ વર્સિસ અમિત શાહનું ઈલેક્શન 
કોંગ્રેસે ભલે એક જ સીટ પર જીત નોંધી હતી, પરંતુ બે સપ્તાહ લાંબી ખેંચતાણ બાદ મળેલી જીત કોંગ્રેસ માટે કોઈ મેદાની જીતથી ઓછી ન હતી. હકીકતમાં બીજેપીના ચાણક્ય કહેવાતા અમિત શાહની એન્ટ્રી બાદ આ ઈલેક્શન શાહ વર્સિસ અહેમદ પટેલ થઈ ગયું હતું. 

ત્રીજી સીટ પર કોંગ્રેસ તરફથી અહેમદ પટેલ ઉમેદવાર હતા, જ્યારે કે બીજેપીએ તેમની સરખામણી કોંગ્રેસથી આવેલ બળવંત રાજપૂતને મેદાનમાં ઉતાર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રાજ્યસભા માટે ત્રણ સાંસદ પસંદ પસંદ કરવામાં આવ્યા હતા. એક સાંસદ માટે ઓછામાં ઓછા 47 વોટની જરૂર હોય છે. 

આ પણ વાંચો : વતન પીરામણમાં માતાપિતાની કબરની બાજુમાં અહેમદ પટેલની દફનવિધિ કરાશે

ત્રીજી સીટ પર કોંગ્રેસ તરફથી અહેમદ પટેલ ઉમેદવાર હતા. જ્યારે બીજેપીએ તેમની સામે બળવંત રાજપૂતને ઉતાર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રાજ્યસભા માટે ત્રણ સાંસદ ચૂંટાય છે. એક સાંસદને જીત માટે ઓછામાં ઓછા 47 વોટની જરૂર પડે છે. 

કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ આપ્યું હતુ રાજીનામું
જોકે, 2017માં 17 વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસને અલવિદા કહ્યું હતું. તેમની સાથે બીજા બે ધારાસભ્યોએ કોંગ્રેસ પાર્ટી છોડી હતી. તેના પછીના બે દિવસમાં ત્રણ વધુ ધારાસભ્યોએ પક્ષપલટો કરીને બીજેપીનો રસ્તો અપનાવ્યો હતો. કોંગ્રેસ માટે આ બધુ મોટા ઝાટકા જેવું હતું. હવે ધારાસભ્યોની સંખ્યા 176 થઈ હતી અને આ હિસાબે એક રાજ્યસભા સીટ માટે 45 વોટની જરૂર હતી. 

આ પણ વાંચો : કોંગ્રેસે ચાણક્ય ગુમાવ્યા... હવે કોણ બનશે પાર્ટી માટે  Ahmed Patel જેવા કિંગમેકર?

રાત્રે 12 વાગ્યે ઈલેક્શન પંચે નિર્ણય આપ્યો હતો
બીજેપી તરફથી અરુણ જેટી, રવિશંકર પ્રસાદ અને પિયુષ ગોયલ જેવા દિગ્ગજો ઈલેક્શન પંચ પાસે પહોંચ્યા હતા. જ્યારે કે, કોંગ્રેસ તરફથી કપિલ સિબ્બલ, રણદીપ સુરજેવાલા સહિતના નેતા હાજર રહ્યા હતા. મોડી રાત સુધી બંને નેતાઓનુ ઈલેક્શન કમિશનાં સતત આવનજાવન રહ્યું અને રાત્રે 12 વાગ્યે ચૂંટણી પંચે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news