અમદાવાદના 55 બ્રિજનો મેડિકલ રિપોર્ટ : કયો મજબૂત અને કયો નબળો, કરાયું પોસ્ટમોર્ટમ
Ahmedabad Bridge Report : નિષ્ણાતો દ્વારા અમદાવાદના 55 બ્રિજનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો... 45 બ્રિજ અત્યંત સારા હોવાનું રિપોર્ટમાં જણાવાયું
Trending Photos
Ahmedabad News અર્પણ કાયદાવાલા/અમદાવાદ : મોરબી કેબલ બ્રીજ દુર્ઘટના અને તે બાદ અમદાવાદના હાટકેશ્વર બ્રિજના વિવાદ પછી રાજ્ય સરકારે રાજ્યના તમામ બ્રિજના ઇન્સપેક્શનની વાત કરી હતી. જે પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલા તમામ ફ્લાયઓવર, અંડરપાસ સહિત કેનાલના ક્લવટ મળી કુલ 82 બ્રિજના ઈન્સ્પેક્શન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટ્રક્ચર નિષ્ણાતોની પેનલ બનાવાઈ હતી. જેમાં નિષ્ણાતોએ 82 પૈકીના 55 બ્રિજનો રિપોર્ટ મ્યુનિસિપલ કોર્પોોરેશન સમક્ષ સબમિટ કર્યો છે. આ 55 માંથી એકમાત્ર કેડિલા બ્રિજ (જૂનો) એવો છે જે અત્યંત નબળો છે અને તાત્કાલિક રિપેર કરવો પડે તેવી સ્થિતિ છે. જ્યારે 9 બ્રિજની સ્થિતિ ઠીક ઠીક છે. જેમાં વત્તે ઓછે અંશે રિપેરિંગ કરવું પડે તેવું છે. જ્યારે 45 બ્રિજ અત્યંત સારા હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. 132 ફૂટ રિંગ રોડ પર આવેલા હેલમેટ બ્રિજને સપોર્ટ કરતાં ઊભા સ્ટ્રક્ચરની ધારને થયેલું નુકસાન રિપેર કરવા ભલામણ કરાઈ છે. મણિનગરમાં આવેલા નાથાલાલ ઝઘડા બ્રિજ અને શાહીબાગ અંડરપાસ પણ રિપેર કરવા પડે તેવી સ્થિતિ છે.
એક નજર કરીએ એએમસી દ્વારા 82 પૈકીના 55 બ્રિજના ઇન્સપેક્શન બાદના રીપોર્ટ પર....
એઈસી ફ્લાયઓવર, બ્રિજ એકંદરે સારી સ્થિતિમાં છે.
ક્રેશ બેરિયરને સમાંતર ઉગેલા ઝાડ-પાન સાફ કરી વરસાદી પાણીના નિકાલની જરૂર.
અકસ્માત ટાળવા પાયર કેપની બહારની લાઈન પર રોડને અલગ પાડતા કર્બિંગની જરૂર.
બેરિંગ ચોખ્ખી કરવાની, આજુબાજુની વધારાની કોંક્રિટ દૂર કરવાની જરૂર, પ્લેટ અને બોલ્ટ પરના બોલ્ટ પરથી કાટ દૂર કરી બેરિંગને ગ્રીસ-ઓઈલ લગાડવું જરૂરી,
તમામ બેરિંગ પર રંગ કામની જરૂર.
સોલા ફ્લાયઓવર ગુડ, બ્રિજ એકંદરે સારી સ્થિતિમાં છે.
સુપર સ્ટ્રક્ચરની ધાર અને તળિયાના ભાગને નુકસાન થતું રોકવા હાઈટ બેરિયરની જરૂર.
અકસ્માત ટાળવા માટે સર્વિસ રોડની ધાર પર અને દીવાલ સુધીના રોડ રાખવા કર્બ પ્રોટેક્શનની જરૂર.
વરસાદી પાણીના નિકાલ માટેની પાઈપો ચોખ્ખી કરવાની તેમજ
ફરીથી કાર્યરત કરવાની જરૂર છે.
ઈન્કમટેક્સ ફ્લાયઓવર ગુડ બ્રિજ એકંદરે સારી સ્થિતિમાં છે.
પેડેસ્ટ્રલ અને ક્રોસ ગર્ડર પર મધપૂડા છે, વોટર ટાઈટ કોંક્રિટ અથવા
સીલિંગ મટીરિયલનો ઉપયોગ કરી દૂર કરવા જરૂરી.
પોટ પીટીએફઈ બેરિંગ પર કાટ દેખાય છે, આજુબાજુ બિનજરૂરી મટીરિયલ છે.
ગ્રીસ અને ઓઈલિંગની જરૂર.
અખબારનગર અંડરબ્રિજ ગુડ બ્રિજ એકંદરે સારી સ્થિતિમાં છે.
મધ્ય વોલને થયેલું નુકસાન રિપેર કરવું જરૂરી.
સાઈડ વોલ, મીડલ વે અને ટોપ સ્લેબ પર વાહન અકસ્માત ટાળવા હાઈટ બેરિયર મૂકવા.
પ્રગતિનગર તરફના છેડે ફૂટપાથ તૂટી ગઈ છે જે રિપેર કરવી જરૂરી.
એન્ટ્રી અને એક્ઝિટ લેવલે રોડ અત્યંત ખરાબ હોવાથી રિ-કારપેટિંગ જરૂરી.
અકસ્માતોને લીધે રેલિંગને ભારે નુકસાન થયું હોવાથી બદલવી જરૂરી.
પરિક્ષિતલાલ (દાંડી બ્રિજ નજીક) બ્રિજ ફેર બ્રિજ એકંદરે સારી સ્થિતિમાં છે.
તમામ સ્પાનના નીચેના ભાગે તિરાડો દેખાઈ રહી છે. પ્રેશર ઈન્જેક્શનથી તે પૂરવી જરૂરી.,
બ્રિજની નીચે એકઠો થયેલો કચરો દૂર કરવો જરૂરી.
બ્રિજની દીવાલ પરથી પ્લાસ્ટર ઉખડી ગયું છે માટે જરૂરી બાંધકામ કરી મજબૂત બનાવવો પડશે.
અંજલિ ફ્લાયઓવર ગુડ
સુપર સ્ટ્રક્ચરમાં ગર્ડરની ઉપર, બ્રિજની નીચેના ભાગે તેમજ કેટલાક સ્પાનમાં લેચિંગ જોવા મળે છે.
વરસાદી પાણીના નિકાલ માટેની પાઈપો ચોખ્ખી કરવાની જરૂર.
શિવરંજની ફ્લાયઓવર ગુડ
બેરિંગના સમારકામની, આજુબાજુથી કોંક્રિટ દૂર કરવાની તેમજ પ્લેટ, બોલ્ટ પરથી કાટ દૂર કરીઓઈલિંગ અને પેઈન્ટિંગની જરૂર છે. ડેક સ્લેબના એક્સપાન્શન જોઈન્ટ કાર્યરત કરવા જરૂરી
હેલમેટ ફ્લાયઓવર ફેર, બ્રિજને સપોર્ટ કરતાં ઊભા સ્ટ્રક્ચરની ધારોને થયેલું નુકસાન રિપેર કરવું જરૂરી.
તમામ સ્પાન અને ગર્ડરના નીચેના ભાગમાં લેચિંગ દેખાય છે જે દૂર કરવું જરૂરી.
બેરિંગ ચોખ્ખી કરી આજુબાજુથી વધારાની કોંક્રિટ તેમજ પ્લેટ અને બોલ્ટ પરનો કાટ
દૂર કરી ઓઈલિંગ અને પેઈન્ટિંગ જરૂરી.
તમામ મેઈન ગર્ડર પર કાટના ડાઘા સ્પષ્ટ રીતે દેખાય છે. આ ક્ષતિ દૂર કરવી જરૂરી.
આઈઆઈએમ ફ્લાયઓવર ગુડ
બ્રિજના મધ્ય ભાગમાં આવેલી જગ્યા શક્ય એટલી વહેલી તકે રિપેર કરવાની જરૂર.
શાહીબાગ અંડરપાસ ફેર,
બંને સાઈડના એપ્રોચ પર તિરાડો જોવા મળે છે. રેલવે ગર્ડરના નીચેના ભાગ અને
ધારો પર કાટ જામી ગયો છે.
ફૂટપાથ પરના પેવર બ્લોક અને ટાઈલ્સ રિપેર કરવા જરૂરી.
નાથાલાલ ઝઘડા બ્રિજ ફેર, બ્રિજ એકંદરે ઠીક સ્થિતિમાં છે.
દાદરા, ચાલવા માટેની જગ્યા, બેરિંગ અને ગર્ડર તાત્કાલિક રિપેર કરવા જરૂરી.
સ્લેબ નીચે ઓછામાં ઓછા 250 એમએમના ડ્રેનેજ સ્પાઉટ પૂરા પાડવા જરૂરી.
દાદરાના નીચેના ભાગે જામી ગયેલા મધપૂડા દૂર કરવા જરૂરી.
કેડિલા બ્રિજ (નવો) ગુડ, નવો બ્રિજ એકંદરે સારી સ્થિતિમાં છે.
કેડિલા બ્રિજ (જૂનો) પુઅર જૂનો બ્રિજ અત્યંત કંગાળ અને નાજુક સ્થિતિમાં છે.
તમામ દીવાલોને થયેલું ભારે નુકસાન તાત્કાલિક રિપેર કરવું જરૂરી છે.
હાલ ત્યા નવો ફ્લાયઓવર બનાવવાનું કામ પ્રગતિમાં છે.
ગુજરાત કોલેજ ફેર, બ્રિજ એકંદરે સારી સ્થિતિમાં છે.
ગર્ડર અને સ્લેબના કેટલાક ભાગને ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત મધપૂડા બાજી ગયા છે
તેમજ બહારથી સળિયા દેખાય છે જે રિપેર કરવા જરૂરી.
સાઈડની દીવાલ પર દેખાતી તિરાડ પૂરી આસપાસ ઉગી ગયેલા ઝાડ-પાન દૂર કરવા જરૂરી.
બ્રિજ પાસેથી કચરો હટાવવો જરૂરી.
ચાંદલોડિયા બ્રિજ ફેર, બ્રિજ એકંદરે ઠીક સ્થિતિમાં છે.
એપ્રોચ તરફની સાઈડની દીવાલોમાં તિરાડો પડી ગઈ છે, આસપાસ ઝાડ-પાન ઊગી ગયા છે.
આ બંને ક્ષતિ દૂર કરવી જરૂરી.
પરિમલ અંડરપાસ ફેર બ્રિજ એકંદરે ઠીક સ્થિતિમાં છે, રિટેનિંગ વોલમાં કેટલીક જગ્યાએ તિરાડ, આડી દીવાલમાં ભેજ છે.
નોંધનીય છેકે હાલ 82 પૈકીના 55 બ્રિજનો પ્રથમ તબક્કાનો રિપોર્ટ સબમીટ કરવામાં આવ્યો છે. જે બાદ બાકીના બ્રિજના ઇન્સપેક્શનનો રિપોર્ટ પણ સબમીટ કરવામાં આવશે. આ ઉપરાંત વર્ષમાં ચોમાસા પહેલા અને ચોમાસા પછી એમ બે વાર તમામ બ્રિજનુ ઇન્સપેક્શન કરવાનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે