ગરમે ઘૂમવા માટે ખેલૈયાઓમાં અનેરો થનગનાટ, અમદાવાદની બજારોમાં નવરાત્રિની રોનક, અવનવી પેટર્નના ચણિયા ચોળી અને ટેટૂનો ક્રેઝ

3 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થશે. નવરાત્રિ પહેલાં બજારોમાં રોનક જોવા મળી રહી છે. ખેલૈયાઓએ નવરાત્રિમાં ગરબે રમવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે પણ અવનવા વસ્ત્રો અને ટેટૂનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. 

 ગરમે ઘૂમવા માટે ખેલૈયાઓમાં અનેરો થનગનાટ, અમદાવાદની બજારોમાં નવરાત્રિની રોનક, અવનવી પેટર્નના ચણિયા ચોળી અને ટેટૂનો ક્રેઝ

અમદાવાદ: મા જગદંબાના સૌથી મોટા પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે.. નવલી નવરાત્રિનો પ્રારંભ આગામી 3 તારીખથી થઈ રહ્યો છે.. નવરાત્રિમાં એક તરફ વરસાદનું વિઘ્ન છે તો બીજી તરફ ખેલૈયાઓનો ઉત્સાહ કંઈક અલગ જ છે.. નોરતાની ખરીદીથી લઈને ચણિયા ચોળી અવનવી પેટર્ન અને ટેટૂ માટે પણ અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે.. નોરતાને લઈને કેવી ચાલી રહી છે રાજ્યભરમાં તૈયારી,, જુઓ આ રિપોર્ટમાં.. 

નવરાત્રીના આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ખેલૈયા નવે નવ દિવસ પરંપરાગત પોશાકમાં ગરબે ઘુમવા તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.. ખાસ કરીને ચોલી- કેડીયા સહિતનુ ભાડે લેવા માટે એડવાન્સ બુકીંગ પણ યુવક- યુવતિઓ કરાવી રહ્યા છે. એક તરફ બજારોમાં ખરીદીનો માહોલ છે તો બીજી તરફ નવરાત્રિમાં યુવાઓમાં ટેટૂને લઈને અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે.. દર વર્ષની જેમ આ વખતે પણ અમદાવાદમાં યૂનિક ટેટૂ માટે પડાપડી થઈ રહી છે.. 

ટેટૂના ક્રેઝને લઈને ભીડ એટલી બધી વધી ગઈ છેકે, ટેટૂ બનાવવા માટે 2થી 3 દિવસનું વેઈટિંગ જોવા મળી રહ્યું છે.. સારી વાત એછેકે, યુવાઓમાં સોશ્યલ મેસેજ આપતા, વિકિસત ભારત, મહિલા સુરક્ષા અને અમેરિકાની ચૂંટણીને લઈને પણ અવનવા ટેટૂનો ક્રેઝ છે.. 

અમદાવાદની બજારોમાં નવરાત્રિની ખરીદીની ભીડ પણ જોવા મળી રહી છે.. નવરાત્રિના ચણિયાચોળી માટે વિખ્યાત લો ગાર્ડન ખાતે મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવી માટે ઉમટી પડ્યા છે.. લો ગાર્ડન ખાતે વિવિધ પ્રકારના ચણિયાચોળી અને ઓર્નામેન્ટ્સની ખરીદી માટે લોકોમા ઉત્સાહ જોવા મળી રહ્યો છે.. 

નવરાત્રિમાં માતાની આરાધના માટે ગરબાની સાથે સાથે મહિલાઓની સુરક્ષા પણ અગત્યનો મુદ્દો છે.. વિવિધ પાર્ટી પ્લોટ અને ક્લબમાં ગરબે ઘૂમવા જતા ખેલૈયાઓની સુરક્ષા માટે પોલીસ પણ સજ્જ છે. સુરતમાં મહિલા પોલીસ ખેલૈયાઓનો ડ્રેસ ધારણ કરીને ક્લબ અને પાર્ટી પ્લોટમાં મહિલાઓની સુરક્ષા કરશે.. મહિલા પોલીસકર્મીને આ માટે વિશેષ સૂચના પણ આપવામાં આવી છે.. નવરાત્રિમાં મહિલાઓની સુરક્ષા માટે આ એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે..

તો બીજી તરફ અમદાવાદ પોલીસ દ્વારા મહિલાઓની જાગૃતિ માટે એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે.. આ વીડિયોમાં અમદાવાદ પોલીસે મહિલાઓને સંદેશ આપ્યો છેકે, અજાણ્યા વ્યક્તિથી દૂર રહેવું અને અજાણ્યો વ્યક્તિ ખાવાની કે અન્ય કોઈ ચીજવસ્તુઓ આપે તો ન લેવી.. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news