અમદાવાદની ગરમીનો ટેસ્ટ, 4 અલગ વિસ્તારમાં ગરમીનો પારો અલગ નીકળ્યો, જ્યાં લીલોતરી છે ત્યાં ગરમી ઓછી
Heatwave in Ahmedabad : zee 24 કલાકની ટીમે પર્યાવરણ વિશેષજ્ઞ મહેશભાઈ પંડ્યાને સાથે રાખી આ પ્રયોગ કર્યો હતો. આ પ્રયોગમાં મહેશભાઈએ તાપમાન માપવા માટે થર્મોમીટર લીધું અને અમદાવાદના 3-4 કિલોમીટરમાં આવતા જુદા જુદા વિસ્તારોનું તાપમાન માપ્યું. જેમાં 4 જુદા જુદા સ્થળોનું તાપમાન જુદું જુદું નોંધાયું
Trending Photos
- અમદાવાદના 3-4 કિલોમીટરમાં આવતા જુદા જુદા વિસ્તારોનું તાપમાન માપ્યું. જેમાં 4 જુદા જુદા સ્થળોનું તાપમાન જુદું જુદું નોંધાયું
- છેલ્લા બે વર્ષોમાં જ એટલે કે 2020-22 માં અમદાવાદ-ગાંધીનગરમાં કુલ 17, 432 વૃક્ષો કપાયા છે
સપના શર્મા/અમદાવાદ :અમદાવાદમાં માર્ચ-એપ્રિલ મહિનામાં જ આ વર્ષે જૂન-જુલાઈ મહિના જેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. જેના માટે મુખ્ય કારણ છે વૃક્ષોની ઘટતી જતી સંખ્યા. જેથી પર્યાવરના વિશેષજ્ઞ મહેશ પંડ્યાને સાથે રાખી ZEE 24 કલાકે ગ્રાઉન્ટ ઝીરો પર જઈને ખાસ અહેવાલ તૈયાર કર્યો. જેમાં સામે આવ્યું કે અમદાવાદના જ 2 થી 3 કિલોમીટરના અંતરે આવેલા વિસ્તારોમાં અલગ અલગ તાપમાન છે. ક્યાંક ગરમીનો પારો 42 ડિગ્રીએ છે. તો કેટલાક વિસ્તારમાં ગરમીનો પારો 39 ડિગ્રી જોવા મળ્યો. જ્યાં વૃક્ષોની સંખ્યા વધુ છે તે વિસ્તારમાં ઓછું તાપમાન નોંધાઈ રહ્યું છે. તાપમાન માપવા માટે સૌ પ્રથમ ZEE 24 કલાકની ટીમ IIM બ્રિજ પર પહોંચી. તો ત્યાં 41 ડિગ્રી તાપમાન જોવા મળ્યું. તો અહીંથી એક કિલોમીટર આગળ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં ગ્રીનરીના લીધે તાપમાન માત્ર 39 ડિગ્રી જ જોવા મળ્યું. એવી જ રીતે ઈન્કમટેક્સ બ્રિજ પર તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો હતો. જો કે બ્રિજને અડીને આવેલ ગુજરાત વિદ્યાપીઠમાં ગ્રીનરીના લીધે માત્ર 36થી 37 ડિગ્રી જ તાપમાન જોવા મળ્યું. આમ ગરમીથી બચવું હોય તો વૃક્ષોનું જતન ખૂબ જ જરૂરી છે તે આ ટેસ્ટ પરથી માલૂમ પડી ગયું.
4 જુદા જુદા સ્થળોનું તાપમાન જુદું જુદું
અમદાવાદમાં દર વર્ષની ગરમીમાં તાપમાન સતત ને સતત વધી રહ્યું છે. આ ગરમી બપોરે તો ઠીક પણ સાંજે 5 વાગે પણ જો વ્યક્તિ ઘરની બહાર નીકળે તો તેને પણ આકાર તાપમાં શેકાઈ જવું પડે. પણ અહીં પ્રશ્ન એ છે કે સતત કેમ ગરમી વધી રહી છે. આ માટે zee 24 કલાકની ટીમે પર્યાવરણ વિશેષજ્ઞ મહેશભાઈ પંડ્યાને સાથે રાખી આ પ્રયોગ કર્યો હતો. આ પ્રયોગમાં મહેશભાઈએ તાપમાન માપવા માટે થર્મોમીટર લીધું અને અમદાવાદના 3-4 કિલોમીટરામં આવતા જુદા જુદા વિસ્તારોનું તાપમાન માપ્યું. જેમાં 4 જુદા જુદા સ્થળોનું તાપમાન જુદું જુદું નોંધાયું હતુ.
આ પણ વાંચો : ત્રણવાર રદ્દ થયેલી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા આખરે આજે લેવાશે, પહેલીવાર એપ્લિકેશનથી પેપરનું ટ્રેકિંગ કરાશે
એક કિલોમીટરના અંતરમા જ તાપમાન બદલાયું
તાપમાન માપવા માટે સૌપ્રથમ IIM બ્રિજ ઉપર ગયા તો અહીં થર્મોમીટરમાં 41 ડિગ્રી તાપમાન આવ્યું હતું. અહીંથી માંડ 1 km દૂર ગુજરાત યુનિવર્સીટીનું તાપમાન માપ્યું તો ગ્રીનરીના કારણે 39 ડિગ્રી તાપમાન આવ્યું. બીજી તરફ ઈન્ક્મ ટેક્સમાં તાપમાન 42 ડિગ્રી આવ્યું. સૌથી ચોંકાવનારું તાપમાન વિદ્યાપીઠમાં જોવા મળ્યું. અહીં 42 ડિગ્રીની ગરમીમાં કરવેજ કરીને જયારે zee 24 કલાકની ટીમ પહોંચી તો તાપમાનમાં 6 થી 7 ડિગ્રીનો ફરક થર્મોમીટરમાં દેખાયો. અહીં 36-37 ડિગ્રી વચ્ચેનું તાપમાન નોંધાયું. આ આંકડો સ્પષ્ટ સાબિત કરે છે કે આપણી આસપાસ ઘટતા વૃક્ષઓ કાળઝાળ ગરમીનું મુખ્ય કારણ છે.
સૌથી વધુ વૃક્ષો અમદાવાદ-ગાંધીનગરમાં કપાયા
હાલમાં જ પૂર્ણ થયેલા વિધાનસભાના સત્રમાં રાજ્ય સરકારે જણાવ્યું કે, છેલ્લા બે વર્ષોમાં જ એટલે કે 2020-22 માં અમદાવાદ-ગાંધીનગરમાં કુલ 17, 432 વૃક્ષો કપાયા છે. સૌથી વધુ વૃક્ષો તો ગ્રીન સિટી ગણાતા ગાંધીનગરમાંથી જ કપાયા છે. ગાંધીનગરમાં 2020-21 માં 2589 વૃક્ષો કપાયા હતા. તો 2021-22 માં 11,683 વૃક્ષો કપાયા છે. અમદાવાદમાં પણ 2020-21 માં 1695, જ્યારે કે 2021-22 માં 1465 વૃક્ષો કપાયા છે. મોટા ભાગના વૃક્ષો સરખેજ ગાંધીનગર હાઇવે વચ્ચે કપાયા છે. જેથી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે