અમદાવાદની ખ્યાતિમાં ચાલી રહ્યો છે મોતનો ખેલ! 2 નહીં 8 જણને ચીરી નાંખ્યા, મોટા ખુલાસા
અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ થયા પછી મહેસાણા આરોગ્ય વિભાગ સક્રિય થયું છે. ખુદ આરોગ્ય અધિકારી કડી તાલુકાના ગામડાઓ ફરી તપાસ કરી રહ્યા હોવાની વાત સામે આવી છે. આરોગ્ય વિભાગની તપાસ બાદ ચોંકાવનારી વિગત સામે આવી છે.
Trending Photos
ઝી બ્યૂરો/અમદાવાદ: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલકાંડમાં એક પછી એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. ત્યારે ખ્યાતિ હોસ્પિટલે કડીનાં 9 ગામોમાં મેડિકલ કેમ્પ કર્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. રાજકોટ, સાણંદ, સુરેન્દ્રનગર અને અમદાવાદના કુલ 8 લોકોનાં મોત થયા છે. શેતાન ડૉક્ટરો પૈસા માટે ખોટાં ઓપરેશન કરાવતા હોવાનો ખુલાસો થયો છે.
અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ થયા પછી મહેસાણા આરોગ્ય વિભાગ સક્રિય થયું છે. ખુદ આરોગ્ય અધિકારી કડી તાલુકાના ગામડાઓ ફરી તપાસ કરી રહ્યા હોવાની વાત સામે આવી છે. આરોગ્ય વિભાગની તપાસ બાદ ચોંકાવનારી વિગત સામે આવી છે. ખ્યાતિ હોસ્પિટલે અત્યાર સુધી કડી તાલુકાને ટાર્ગેટ બનાવ્યું હતું. ખ્યાતિ હોસ્પિટલે અત્યાર સુધી કડી તાલુકાના 9 ગામોમાં કેમ્પ કર્યા હોવાનો ખુલાસો થયો છે.
અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલે બોરીસણા, ખાવડ, ડરણ, વાઘરોડા, કોલાદ, લક્ષ્મીપુરા, ખંડેરાવપુરા, કાણજરી અને વિનાયકપુરામાં મેડિકલ કેમ્પો કર્યા હોવાની માહિતી સામે આવી છે. અત્યાર સુધી ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીના કારણે ટોટલ 8 લોકોના મોત થયા છે. જેમાં બોરીસાણામાં 2, વિનાયકપુરામાં 1, વાઘરોડામાં 1 અને ખાવડમાં 1 મોત થયા હોવાના આંકડા સામે આવ્યા છે. હજુ પણ મહેસાણા આરોગ્ય વિભાગની ટીમ તપાસ કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે