અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાને રાત્રી કર્ફ્યૂમાં મળી શકે છે રાહત, હવે થશે સત્તાવાર જાહેરાત

કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ ચાલી રહ્યું છે. હવે કોરોનાના કેસ ઘટ્યા બાદ આ શહેરના લોકોને રાત્રી કર્ફ્યૂમાં રાહત મળી શકે છે. 
 

અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાને રાત્રી કર્ફ્યૂમાં મળી શકે છે રાહત, હવે થશે સત્તાવાર જાહેરાત

ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના વાયરસના કેસોની સંખ્યા ઘટી રહી છે. મૃત્યુદર પણ કાબુમાં આવી ગયો છે. પહેલા રાજ્યમાં દરરોજ 1000થી લઈને 1800 જેટલા કેસ દરરોજ નોંધાતા હતા. પરંતુ હવે આ સંખ્યા 600-7000 પર પહોંચી ગઈ છે. તો કોરોના સંક્રમણ રોકવા માટે રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કર્ફ્યૂ ચાલી રહ્યું છે. હવે લોકોને રાત્રી કર્ફ્યૂમાંથી રાહત મળી શકે છે. 

લોકોને મળી શકે છે રાહત
ગુજરાતમાં કોરોના સંક્રમણ રોકવા માટે દીવાળીના તહેવાર બાદ ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કર્ફ્યૂ લગાવવામાં આવ્યું હતું. પહેલા રાત્રી કર્ફ્યૂનો સમય રાત્રે 9 કલાકથી સવારે 6 કલાક સુધી હતો. ત્યારબાજ જાન્યુઆરીની શરૂઆતમાં આ સમય રાત્રે 10થી સવારે 6 કરવામાં આવ્યો હતો. આ કર્ફ્યૂ ઉત્તરાયણ એટલે કે 14 જાન્યુઆરીની મધ્યરાત્રિ સુધી અમલમાં છે. હવે આવતીકાલે રાત્રી કર્ફ્યૂ પર રાજ્ય સરકાર કોઈ જાહેરાત કરી શકે છે. 

ઉત્તરાયણ પર રાજકોટને મળી મોટી ભેટ, રાજ્ય સરકારે કરી જાહેરાત  

હાલ જાણવા મળી રહ્યું છે કે રાજ્ય સરકાર રાત્રી કર્ફ્યૂમાં મોટી રાહત આપી શકે છે. હવે રાત્રે 12 વાગ્યા સુધી દુકાનો ખુલી રાખવાની મંજૂરી મળી શકે છે. હાલ માત્ર રાજ્યના ચાર શહેરોમાં જ રાત્રી કર્ફ્યૂ છે. જો રાજ્ય સરકાર મોટી રાહત આપતા આ કર્ફ્યૂ હટાવી પણ શકે છે. પરંતુ આ અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news