અમદાવાદ: લોકડાઉનમાં બેરોજગાર થતા યુવાનનો આપઘાત
Trending Photos
જાવેદ સૈયદ, અમદાવાદ: કોરોના સંક્ટ (Coronavirus)ને જાહેર કરવામાં આવેલા લોકડાઉન (Lockdown)માં બેરોજગાર થતા અમદાવાદમાં એક યુવાને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. જો કે, આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો ગયો હતો અને અકસ્માતે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.
કોરોના સંકટને લઇને રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરાયું હતું. જેને લઇને લોકોએ કામ ઘંઘા બંધ રાખવા પડ્યા હતા. જો કે, હાલ રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન હટાવી રાજ્યમાં ફરી વેપાર ઘંઘા શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. ત્યારે લોકડાઉનમાં બેરોજગાર (Unemployed) થતા એક યુવાને આપઘાત કરી લીધો છે. આ ઘટના અમદાવાદના ન્યુ મણિનગર વિસ્તારની છે.
આ પણ વાંચો:- Coronaupdates: અમદાવાદથી ભાવનગર કોરોનાનો ચેપ લઈ જનારા વધ્યા, ભરૂચમાં 5 અને રાજકોટમાં 3 નવા કેસ
ન્યુ મણિનગર માતૃ સાનિધ્ય એપાર્ટમેન્ટમાં રહેતા 38 વર્ષીય યુવાન કનૈયાલાલ કોષ્ટિએ વહેલી સવારે ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. કનૈયાલાલ દરજી કામ કરતા હોવાથી લોકડાઉનમાં કામ બંધ થઈ જતા આર્થિક તંગી સર્જાવાના કારણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે આ ઘટનાને પગલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે