આલ્કોહોલ ટેન્ક ફાટતા પાદરાની કંપનીમાં લાગી આગ, 45 ફાયર બ્રિગેડીની ગાડી સ્થળ પર

પાદરાની અરોમાં ડી ફ્રાન્સ કમ્પનીમાં આગ લાગવાની ઘટના સામે આવતા શરૂઆતમાં આશરે 10 જેટલી ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ આગ પર કાબૂ ન મળતા મોટી માત્રામાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગ લાગવાની ઘટના સામે આવતા ફેક્ટરીની પાછળ રહેતા 200 જેટલા પરિવારોને સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા.
 

 આલ્કોહોલ ટેન્ક ફાટતા પાદરાની કંપનીમાં લાગી આગ, 45 ફાયર બ્રિગેડીની ગાડી સ્થળ પર

રવિ અગ્રવાલ/પાદરા: પાદરાની અરોમાં ડી ફ્રાન્સ કમ્પનીમાં આગ લાગવાની ઘટના સામે આવતા શરૂઆતમાં આશરે 10 જેટલી ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ આગ પર કાબૂ ન મળતા મોટી માત્રામાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગ લાગવાની ઘટના સામે આવતા ફેક્ટરીની પાછળ રહેતા 200 જેટલા પરિવારોને સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર આલ્કોહોલની ટેન્કમાં આગ લાગવાથી આગ પર કાબૂ મેળવવા માટે ફાયરની ટીમોને ભારે જહેમત કરવી પડી રહી છે. સાંજ સુધીમાં આજુ બાજુના વિસ્તારોમાંથી બોલાવામાં આવેલી ફાયરની ગાડીઓની સંખ્યામાં વધારો થઇ 45 સુધી થઇ ગયો છે. મહત્વનું છે, ફાયરની ટીમ દ્વારા સતત ફોમનો તથા પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે. 

અમદાવાદ: SOGની ટીમે ગેરકાયદેસર ભારતમાં આવેલા 14 બાંગ્લાદેશીની કરી ધરપકડ

ફાયરના અધિકારી સુધીર ગઢવીએ માહિતી આપી હતી કે, આગ પર 85 ટકા કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવા છતા પણ આખી રાત સુધી ફાયરની ટીમ સ્થળ પર રહેશે. આગને કારણે કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા તે અંગે તો કોઇ અહેવાલ નથી મળી રહ્યા પરંતુ એબ્યુલન્સની ટીમને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news