Gujarat election 2022: કાકા-ભત્રીજાના રાજકીય યુદ્ધમાં શબ્દોની મર્યાદા ઘટી! અલ્પેશ કથીરિયાએ કુમાર કાનાણીને ગણાવ્યા 'નામર્દ'
Gujarat Vidhan Sabha Election 2022: ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથીરિયા પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપ સરકારે શું કર્યું પૂછનારની માતાના ઘૂંટણ આયુષ્માન કાર્ડથી બદલાવ્યા છે.
Trending Photos
Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર પૂર જોશમાં ચાલી રહ્યો છે. હાલ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એકબીજા પર વાર પ્રતિવાર કરી રહ્યા છે. ત્યારે આ વખતે સુરતની વરાછા બેઠક પર તમામની નજર રહેલી છે. દિવસે દિવસેને આ બેઠેકને લઈને રાજનીતિ ગરમાઈ રહી છે. ત્યારે હાલમાં સુરતના વરાછા વિધાનસભામાં યોજાયેલ એક જાહેરસભાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથીરિયા પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપ સરકારે શું કર્યું પૂછનારની માતાના ઘૂંટણ આયુષ્માન કાર્ડથી બદલાવ્યા છે. ફ્રી ફ્રીની વાતો કરનાર સરકારની ફ્રીની સુવિધા લઈ રહ્યા છે. તેવું એક સભા સંબોધન દરમિયાન જણાવ્યું હતું. ત્યારબાદ આ મામલે અલ્પેશ કથીરીયાની પ્રતિક્રિયા સામે આવી છે.
અલ્પેશ કથીરીયાએ કુમાર કાનાણીને જવાબ આપતા જણાવ્યું હતું કે, હા મારી માતાએ ગૂંથણનું ઓપરેશન કરાવ્યું છે. સરકારી યોજનાઓનો લાભ લીધો હતો. મારા જેલવાસ દરમિયાન ઓપરેશન કરાવ્યું હતું. કુમાર કાનાણી નામર્દ છે કે માતાને રાજકારણમાં લાવે છે. કોઈ પણ હોય માતા, બહેનને નામે રાજકારણ ન કરવું જોઈએ. પરંતુ આ મુદ્દાને ચગાવી રાજનીતિમાં ગરમાવો લાવી દીધો હતો.
મહત્વનું છે કે, ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીએ નામ લીધા વગર આપ પર પ્રહાર કર્યા છે. ભાજપ નેતા કુમાર કાનાણીએ કહ્યું કે, ગ્રીષ્માની હત્યા કરનાર ફેનીલ સામેની ટોળકીનો હતો. કાયદો વ્યવસ્થા જાળવવા આવા લોકોને વોટ ન અપાય તેવી હાકલ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે