હવે લોકસભા ટાર્ગેટ: અલ્પેશ કથિરિયા સહિત આ 6 નેતાઓને મળી મોટી જવાબદારી, ચૈતર વસાવાને પણ આપે સાચવ્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં આમ આદમી પાર્ટી દ્વારા સીએમ પદના ચહેરાને નક્કી કરવા માટે એક ઓનલાઈન સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં પણ ગોપાલ ઈટાલિયા કરતા ઈસુદાન ગઢવીને ચાર ગણા વધારે મત મળ્યાં હતાં. જેને આધારે ઈસુદાનને પક્ષ દ્વારા સીએમ પદના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યાં હતાં.
Trending Photos
ગુજરાત: આજે મોટા ફેરફાર થયા છે. ભલે વિધાનસભામાં આપના 5 ધારાસભ્યો જ ગયા છે પણ આપ આજે પણ મજબૂત બનવા માટે પ્રયાસો કરી રહી છે. આમ આદમી પાર્ટીએ આજે પાર્ટીનું નવું માળખું જાહેર કર્યું છે. હવે લોકસભાને ટાર્ગેટ કરી ભાજપ તૈયારીઓ કરશે. પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે ગોપાલ ઈટાલિયાની જગ્યાએ ઈસુદાન ગઢવીની નિમણૂંક કરાઈ છે. જ્યારે ગોપાલ ઈટાલિયાની નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના સહ પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તે ઉપરાંત અલ્પેશ કથીરિયાની સ્ટેટ વર્કિંગ પ્રેસિડેન્ટ તરીકે દક્ષિણ ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે. આમ આપના મોટા નેતાઓને જવાબદારીઓ વહેંચી આપે ફરી ગુજરાતમાં પગપેસારો મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે.
પાર્ટી દ્વારા ગોપાલ ઈટાલિયાને હાલ મહારાષ્ટ્રનના સહપ્રભારી જેવું રૂપકડા નામ વાળું પદ પકડાવીને ગુજરાત બહારનો રસ્તો બતાડવામાં આવ્યો છે. જ્યારે સ્વચ્છ છબી ધરાવતા ઈસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીએ ગુજરાતનું સુકાન સોંપ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં આમ આદમી પાર્ટી દ્વારા સીએમ પદના ચહેરાને નક્કી કરવા માટે એક ઓનલાઈન સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં પણ ગોપાલ ઈટાલિયા કરતા ઈસુદાન ગઢવીને ચાર ગણા વધારે મત મળ્યાં હતાં. જેને આધારે ઈસુદાનને પક્ષ દ્વારા સીએમ પદના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યાં હતાં.
ધારાસભ્ય ચૈતર વસાવાને દક્ષિણ ઝોનની જવાબદારી સોંપાઈ
અલ્પેશ કથિરીયાને સુરત ઝોનની જવાબદારી સોંપવામાં આવી
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને દક્ષિણ ઝોનના સ્ટેટ વર્કિંગ પ્રેસિડેન્ડ, ડો. રમેશ પટેલને ઉત્તર ગુજરાત, જગમલ વાળાને સૌરાષ્ટ્ર, જેવેલ વાસરાને મધ્ય ગુજરાત અને કૈલાશ ગઢવીને કચ્છ ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે.
AAPએ લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી
ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો જીત્યાં છે. એક સમયે કેજરીવાલ ગુજરાતમાં સત્તા પરિવર્તનનું સપનું જોતા હતાં અને જાહેર મંચ પરથી અનેક ગેરંટીઓ આપતાં હતાં પરંતુ તેની કોઈ જ અસર આ ચૂંટણીમાં જોવા મળી નથી. પરંતુ હવે પાર્ટી ફરીવાર લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે. તે ઉપરાંત આગામી સમયમાં ગુજરાતમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ઝંપલાવે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. .
ગુજરાતની ચૂંટણીમાં આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સહિતના ધૂરંધરોને હારનો સામનો કરવો પડ્યો છે. તો, જે સૌથી વધુ મજબૂત જણાતા હતા તે અલ્પેશ કથીરિયા પણ સુરતની વરાછા બેઠક પરથી હારી ગયા. આમ આદમી પાર્ટીના ઉમેદવારોની સભામાં લોકો તો મોટી સંખ્યામાં એકઠા થતા હતા, પરંતુ તેને વોટ પરિવર્તિત ન થયા. જેના કારણે આપને માત્ર પાંચ બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો છે. જોકે, આપના કારણે ગુજરાતમાં કોંગ્રેસને ઘણો ફટકો પડ્યો છે અને લગભગ 35 બેઠકો પર તેના કારણે પરિણામો બદલાઈ ગયા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે