Gujarat Weather today: રાજકીય માહોલ વચ્ચે અંબાલાલ પટેલની મોટી આગાહી, ગાત્રો થીજવતી ઠંડી સાથે મેઘો ખાબકશે!
Gujarat Weather update: અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી દિવસોમાં ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ રહેશે. 8 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વધુ રહેવાના લીધે દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
Trending Photos
Gujarat Monsoon: રાજ્યમાં હવે ધીરે-ધીરે ઠંડીએ જોર-જોર પકડ્યું છે. ત્યારે રાજ્યમાં માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 12 અને 13 તારીખે દક્ષિણ ગુજરાતમાં અત્યંત સામાન્ય વરસાદની શક્યતા જોવામાં આવી રહી છે. જ્યારે તેના 5 દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશે. હાલ સાંજ પડે ત્યારબાદ સુસવાટા મારતો પવન ફૂંકાતા ઠંડીનું જોર વધવા લાગે છે. ત્યારે હવે ગુજરાતમાં ઠંડીનું જોર એકાએક વધવાની શક્યતા રહેલી છે. એવામાં ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી
આગામી 5 દિવસને લઈને હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ વાતાવરણ સુકું રહેશે. ત્યારબાદ 3 દિવસ રાજ્યમાં કમોસમી હળવો વરસાદ આવી શકે છે. આગામી 12 અને 13 ડિસેમ્બરે દક્ષિણ ગુજરાતમાં અત્યંત સામાન્ય વરસાદ આવી શકે છે. ડાંગ, વલસાડ, નવસારી અને તાપીમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી છે. બંગાળની ખાડીમાં સાયક્લોન ઉદભવતા ગુજરાતનું વાતાવરણ બદલાશે. અરબી સમુદ્રમાં વાદળિયું વાતાવરણ સર્જાશે. હાલ ઠંડીથી રાહત મળશે, પણ 5 દિવસ બાદ વાતાવરણમાં ઠંડી અનુભવાશે.
ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી દિવસોમાં ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ રહેશે. 8 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વધુ રહેવાના લીધે દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાનમાં પલટાની સાથે રાજ્યમાં ઠંડી જોર વધવાની શક્યતા રહેલી છે. ગુજરાતના ભાગોમાં લઘુતમ તાપમાન 10 ડીગ્રી પહોંચવાની શક્યતા રહેલી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું જોર વધશે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, 15, 16, 17 માં ઉત્તરીય પર્વતીય ભાગોમાં હિમવર્ષા અને બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ અને અરબ સાગરના ભેજના લીધે રાજ્યના અમુક ભાગમાં માવઠું પડે તેવી પણ શક્યતા રહેલી છે. ઠંડા અને ગરમ પ્રવાહના લીધે બંગાળના ઉપસાગરમાં અવારનવાર હવાનું હળવું દબાણ જોવા મળશે. આ સિવાય 15 થી 17 ડિસેમ્બરના ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય માવઠું થવાની શક્યતા રહેલી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં લઘુતમ તાપમાન ઘટ્યું છે. રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયાનું નોંધાયું છે. નલિયાનું લઘુતમ તાપમાન 8.2 ડીગ્રી નોંધાયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડશે. ઉત્તરીય પર્વતીય ભાગોમાં હિમવર્ષા અને બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ અને અરબ સાગરના ભેજના લીધે રાજ્યના અમુક ભાગમાં માવઠું પણ પડી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે