અમરેલી: ગરમીથી ત્રાહિમામ થયેલા સિંહોના પાણીના કૃત્રિમ પોઇન્ટ પર ધામા

રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ગુજરાતના લોકો ત્રાહિમામ પોકારી શક્યા છે. અમરેલીના જંગલોમાં વસી રહેલા એશિયાઇ સિંહો પણ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. અને ગરમીથી બચવા માટે સિંહો પણ વનતંત્ર દ્વારા બનાવામાં આવેલા કૃત્રિમ પોઇન્ટ પર સિંહોના ધામા જોવા મળ્યા હતા. 
 

અમરેલી: ગરમીથી ત્રાહિમામ થયેલા સિંહોના પાણીના કૃત્રિમ પોઇન્ટ પર ધામા

કેતન બગડા/અમરેલી: રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ગુજરાતના લોકો ત્રાહિમામ પોકારી શક્યા છે. અમરેલીના જંગલોમાં વસી રહેલા એશિયાઇ સિંહો પણ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. અને ગરમીથી બચવા માટે સિંહો પણ વનતંત્ર દ્વારા બનાવામાં આવેલા કૃત્રિમ પોઇન્ટ પર સિંહોના ધામા જોવા મળ્યા હતા. 

અસહ્ય ગરમીથી સિંહો પાણીના પોઇન્ટ નજીક ધામા નાખ્યા હતા. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા બનાવવામાં આવેલ પાણીના કૃત્રિમ પોઇન્ટ પર સિંહોના ટોળા પાણી પીવા માટે પહોંચ્યા હતા. હાલ ગરમીના કારણે કુદરતી પાણીના તમામ સ્ત્રોત સુકાતા વનતંત્ર દ્વારા જંગલમાં અને રેવન્યુ વિસ્તારમાં ઠેર ઠેર પાણીના પોઇન્ટ ભરવામાં આવે છે.

રેવન્યુ તથા ગીરના સિંહો ગરમીથી પરેશાન હોય પાણીની કુંડીઓ પાસે આવી ઠંડક મેળવવાનો વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં જંગલનો રાજા પાણી પીતો નજરે ચડ્યો હતો. મહત્વનું છે, કે દિવસેને દિવસે વધી રહેલી ગરમીને કારણે સિંહોને પાણી મળી રહે તે માટે વન વિભાગ દ્વારા પાણીના પોઇન્ટ બનાવામાં આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news