વરસાદ પડતા જ પાણીમાં બેસી ગઈ પાલિકાઓ! ગુજરાતના આ 6 જિલ્લા આર્મીને હવાલે, રામ જાણે શું થશે
Gujarat Rainfall: ગુજરાતીઓ સાચવજો, કારણ વિના ઘરથી બહાર નીકળવું બની શકે છે જોખમી. કારણકે, ગુજરાતમાં સ્થિતિ ધીરે ધીરે એ હદે વણસી રહી છેકે, વરસાદમાં પણ લેવી પડી રહી છે આર્મીની મદદ...ગુજરાતને રાહત-બચાવ અને આપત્તિ વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકારે આર્મીની 6 કોલમ ફાળવી...
Trending Photos
Gujarat Monsoon: ગુજરાતમાં છેલ્લાં 24 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વરસાદને પગલે ગુજરાતના વિવિધ જિલ્લાઓની હાલત બદથી બદતર બની રહી છે. ગઈકાલે રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં રેડ અલર્ટ આપવામાં આવ્યું હતું. આજે પણ સ્થિતિ ખરાબ જ છે. વરસાદી પાણીનો નિકાલ, રોડ-રસ્તાનું વ્યવસ્થાપન, નાગરિકોની પાયાની સુવિધાઓ અંગેની તમામ જવાબદારી મહાનગર પાલિકાઓ એટલેકે, મ્યુનિસિપલ કોર્પોરેશનની હોય છે. સ્થિતિ વધુ વિકટ બનતા હવે આર્મીની મદદ લેવાની ફરજ પડી છે.
ગુજરાતમાં પાલિકાઓ પાણીમાં બેસી જતા આર્મીએ સંભાળી કમાનઃ
ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં હવે આર્મીએ કમાન સંભાળી લીધી છે. કેન્દ્ર સરકારે ગુજરાતના 6 જિલ્લાઓમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી માટે આર્મીની ટુકડીઓની ફાળવણી કરી છે. ગુજરાતને રાહત-બચાવ અને આપત્તિ વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકારે આર્મીની 6 કોલમ ફાળવી છે. જોકે, આ સિક્કાની એક બાજુ છે. પરંતુ સિક્કાનું બીજું પાસુ એ પણ છેકે, પાલિકાઓ પાણીમાં બેસી જતા, વિકાસના વાયદાઓ પોકળ સાબિત થતા હવે સરકારે આર્મી બોલાવવી પડી છે.
6 જિલ્લાઓમાં થઈ ચુકી છે આર્મીની એન્ટ્રીઃ
વરસાદથી વધુ અસરગ્રસ્ત દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટ જિલ્લામાં ભારત સરકાર દ્વારા આર્મીની કોલમ ડિપ્લોય કરાઈ છે. આ આર્મી કોલમ વરસાદથી વધુ પ્રભાવિત એવા દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટના જિલ્લા વહીવટી તંત્રને મદદરૂપ થવા ડિપ્લોય કરવામાં આવી.
રાજ્ય ભારે વરસાદના કારણે રોસ રસ્તાઓ બંધઃ
ભારે વરસાદના કારણે રાજ્યમાં 636 રસ્તાઓ બંધ
રાજ્યમાં સ્ટેટ હાઇવે 34 હાઇવે બંધ
1 નેશનલ હાઈવે પણ બંધ કરવાની ફરજ પડી છે
રાજ્યમાં પંચાયતના કુલ 557 માર્ગો બંધ છે
આજે સાંજે ફોર્સના અધિકારીઓ સાથે સીએમની બેઠકઃ
ખાસ કરીને આજે સાંજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મળશે. Seoc ખાતે મળનારી બેઠકમાં કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્ય સરકારની એજન્સીઓ સાથે મુખ્યમંત્રી ચર્ચા કરશે. જેમાં એન ડી આર એફ, amry, નેવી એરફોર્સ ના અધિકારીઓ પણ હાજર રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે