બહુચરાજી APMCની પેટાચૂંટણીમાં BJP Vs BJP: હવે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ!
Bahucharaji APMC By-Election: બહુચરાજી APMCની પેટાચૂંટણીમાં ભાજપને જીત માટે લોઢાના ચણા ચાવવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણકે, સહકારી ક્ષેત્રના પીઢ અગ્રણી વિઠ્ઠલ પટેલે ભાજપના મેન્ડેટ ધરાવતા ઉમેદવાર સામે દાવેદારી નોંધાવી છે.
Trending Photos
તેજસ દવે/મહેસાણા: ભાજપ સામે ભાજપ, જી હાં તમે સાચું સાંભળ્યું છે ભાજપ સામે ભાજપ...આવો જંગ જામ્યો છે બેચરાજી APMC પેટા ચુંટણીમાં કે જ્યાં એપીએમસીની પેટા ચુંટણીમાં ભાજપ સામે ભાજપની ઉમેદવારી નોધાઇ છે. ખેડૂત વિભાગની ખાલી પડેલી એક બેઠક અને વેપારી બેઠક માટે પેટાચૂંટણી યોજાવવાની છે. જેમાં વેપારી વિભાગની તો બિનહરીફ થઈ છે. પરંતુ ખેડૂત વિભાગની બેઠક માટે 88 વર્ષની ઉંમરના ભાજપના જ સહકારી આગેવાન વિઠ્ઠલભાઈ પટેલ એ ઉમેદવારી નોંધાવી છે.
તો સામે ભાજપનો મેન્ડેડ લઈને આવનાર કિરીટ પટેલ ઉર્ફે દેવગઢ એ ફોર્મ ભર્યું છે. જેની 29 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. જેમાં ભાજપના સામે ભાજપની ઉમેદવારીથી મામલો ચર્ચાસ્પદ બન્યો છે. ત્યારે ભાજપના મેન્ડેડ વાળા ઉમેદવાર સામે 88 વર્ષીય અને ભાજપના વર્ષો જૂના કાર્યકર વિઠ્ઠલભાઈ પટેલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે.
જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગોર દ્વારા સસ્પેડ કરાતા વિઠ્ઠલભાઈ પટેલે આક્રોશ સાથે જણાવ્યું હતું કે જિલ્લા ભાજપ પ્રમુખ તો આજકાલના આવેલા છે. હું તો ભાજપનો દીવો બળે ત્યારનો ભાજપમાં છું અને ભાજપમાં જ રહીશ અને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા હોવા છતાં ચૂંટણી લડવા મક્કમતા દર્શાવી હતી સાથે સાથે પક્ષમાંથી સસ્પેન્ડ થયેલ વિઠ્ઠલભાઈ પટેલ એ 269 માંથી 180 મતદારો સાથે હોવાનો દાવો કર્યો હતો.
તો બીજી તરફ ભાજપના મેન્ડેડ ઉમેદવાર કિરીટ પટેલે 30મીએ પોતાના તરફી પરિણામ આવશેનો દાવો કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે