ભરૂચ: ભારત રસાયણ કંપનીમાં પ્રચંડ ધડાકો થતા દહેજ ધણધણી ઉઠ્યું; 25થી વધુ ઘાયલ, 10ની હાલત ગંભીર

દહેજમાં ભારત રસાયણ કંપનીમાં બપોરના સમયે પ્રચંડ ધડાકો થતા દહેજ ધણધણી ઉઠ્યું હતું. આસપાસની કંપનીઓના કામદારોમાં ભયના માહોલ ફેલાયો હતો એટલું જ નહીં, આસપાસના ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

ભરૂચ: ભારત રસાયણ કંપનીમાં પ્રચંડ ધડાકો થતા દહેજ ધણધણી ઉઠ્યું; 25થી વધુ ઘાયલ, 10ની હાલત ગંભીર

ઝી ન્યૂઝ/ભરૂચ: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં આગના અનેક ઘટનાઓ વધી રહી છે. ત્યારે આજે દહેજમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. ભારત રસાયણ કંપનીના બોઈલરમાં બ્લાસ્ટ થયા બાદ આગ ફાટી નીકળી હતી, જેમાં 20થી વધુ કામદારો દાઝી જતાં ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે 15થી વધુ ઈજાગ્રસ્તોને ભરૂચની જુદી જુદી હોસ્પિટલ્સમાં સારવાર અર્થે ખસેડાયા છે. આ ઘટના એટલી વિકરાળ હતી કે નજરે જોનારા ડરી રહ્યા છે. દહેજમાં ભારત રસાયણમાં ધડાકા સાથે લાગેલી આગના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા ચઢ્યા હતા. બે કલાક બાદ પણ હજુ સુધી આગ પર કાબૂ મેળવી શકાયો નથી.

છેલ્લે મળતી માહિતી પ્રમાણે, ભરૂચના દહેજમાં ભારત રસાયણ કંપનીમાં લાગેલી આગ ત્રણ કલાકે કાબૂમાં લેવાઈ છે. આગમાં 20 કામદારો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે સારવાર દરમિયાન એક કામદારનું મોત નિપજ્યું છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, દહેજની એગ્રો કેમિકલ્સ અને પેસ્ટીસાઈડ્સ કંપની ભારત રસાયણમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગની ઘટના સામે આવી છે. ભારત રસાયણ કંપનીના બોઇલર ફાટતા આગ ફાટી નીકળી હતી, જેના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા આકાશમાં ચઢ્યા હતા. બે કલાક બાદ પણ હજુ સુધી આગ પર કાબૂ મેળવી શકાયો નથી. 10થી વધુ ફાયર ફાયટરોની ટીમે ઘટના સ્થળે પહોંચીને કાબુ મેળવવાની કોશિસ કરી રહી છે. જ્યારે 6થી વધુ એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્ત અને દાઝી ગયેલા કામદારોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી ચાલી રહી છે. આ દુર્ઘટનામાં 25થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં 10ની હાલત ગંભીર બતાવાઈ રહી છે.

No description available.

દહેજમાં ભારત રસાયણ કંપનીમાં બપોરના સમયે પ્રચંડ ધડાકો થતા દહેજ ધણધણી ઉઠ્યું હતું. આસપાસની કંપનીઓના કામદારોમાં ભયના માહોલ ફેલાયો હતો એટલું જ નહીં, આસપાસના ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. સમયાંતરે ધડાકા સાથે ભીષણ આગ ભભૂકી ઉઠતા ફાયર અને બ્લાસ્ટનો મેજર કોલ અપાયો હતો.

આ ઘટનાને પગલે ઇન્ડસ્ટ્રીયલ સેફટી વિભાગ, GPCB, પોલીસ અને પ્રશાસન સ્થળ ઉપર દોડી આવ્યું હતું. જોકે, સમયાંતરે ધડાકા સાથે વિકરાળ બનેલી આગ આકાશમાં ઊંચે સુધી ગોટે ગોટા રૂપે પ્રસરતા ધુમાડાનો ભયાવહ નજારો 3થી 4 કિલોમીટર દૂર સુધી દેખાતો હતો. નોંધનીય છે કે, હાલ આ ઘટનામાં કેટલા કામદારોને ઇજા કે કોઈ જાનહાનિ સર્જાઈ છે તેની વિગતો બહાર આવી શકી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news