પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ભુજ નગરપાલિકા નિષ્ફળ, સ્થાનિકોમાં રોષ
ભાજપ શાસિત ભુજ નગરપાલિકામાં સમસ્યા ભરડો લીધો છે. ભુજ શહેરમાં રોડરસ્તા,ગટર તેમજ રખડતાઢોર, સફાઈ સહિત સમસ્યાનો ઉકેલ લાવવામાં પાલિકા સદંતર નિષ્ફળ નીવડી છે. પરિણામે શહેરીજનો સમસ્યાનો સામનો કરવાનો કરી રહ્યા છે. રાજય સરકાર ભલે ગતિશીલ ગુજરાતની વાતો કરે છે. તેવામાં કચ્છના પાટનગર ગણાતા ભુજ શહેર પ્રાથમિક સુવિધા ઝંખી રહ્યું છે.
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/ભુજ: ભાજપ શાસિત ભુજ નગરપાલિકામાં સમસ્યા ભરડો લીધો છે. ભુજ શહેરમાં રોડરસ્તા,ગટર તેમજ રખડતાઢોર, સફાઈ સહિત સમસ્યાનો ઉકેલ લાવવામાં પાલિકા સદંતર નિષ્ફળ નીવડી છે. પરિણામે શહેરીજનો સમસ્યાનો સામનો કરવાનો કરી રહ્યા છે. રાજય સરકાર ભલે ગતિશીલ ગુજરાતની વાતો કરે છે. તેવામાં કચ્છના પાટનગર ગણાતા ભુજ શહેર પ્રાથમિક સુવિધા ઝંખી રહ્યું છે.
ચોમાસા બાદ ભુજ શહેર અનેક વિસ્તારમાં ગટર ઉભરવાની સમસ્યા શહેરીજનો સામનો કરી રહ્યા છે. ભુજના અનેક વિસ્તારમાં ગટર ઉભરાય રહી છે. ભુજનાં સ્ટેશનરોડ, સંસ્કારનગર, વાણીયાવાડ, પાટવાડી નાકું, રેલ્વેસ્ટેશન અને નુતન સોસાયટી વિસ્તાર ગટર લાઈન બેસી જતા ગટર ઉભરાય રહી છે. પરિણામે ભુજના રહીશો ગટર ઉભરવાની સમસ્યા સામનો કરી રહ્યા છે.
ગટર લાઈન જૂની હોવાથી અનેક વિસ્તાર લાઈન બેસી જતા ભુજનાં લોકો ગટર સમસ્યા સામનો કરવો પડે છે. ભુજ શહેરમાં રખડતા ઢોર સમસ્યા દિવસે દિવસે વધી રહી છે. ભુજના મોટા ભાગના રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરના કારણે વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન છે.
સુરત: EMI માટે બેંક તરફથી વારંવાર ફોન આવતા યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યું
ભુજ શહેરમાં રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. ભુજના ન્યુ સ્ટેશન રોડ ભૂવો પડ્યો છે. જેના કારણે વાહનચાલકો પસાર થવામાં મુશ્કેલીનો સમાનો કરવો પડે છે. ભુજ નગરપાલિકા દ્વારા શહેર યોગ્ય સફાઈ પણ કરવામાં આવતી નથી. ભુજ શહેરમાં જાણે સમસ્યા ઘર બની ગઈ હોય તેવા દર્શ્યો શહેરમાં સામે આવ્યા છે. ભુજ નગરપાલિકા રોડરસ્તા, ગટર, સફાઈ રખડતા ઢોર સમસ્યા ઉકેલ લાવવામાં નિષ્ફળ સાબિત થઇ છે. ભુજવાસીઓ સમસ્યા માટે પાલિકા સત્તાધીસો જવાબદાર ઠેરવી રહ્યા છે.
આણંદ: ઉપરવાસમાં વરસાદથી મહિનદી છલોછલ, લોકો દર્શન કરવા પહોંચ્યા
શહેરમાં વિવિધ સમસ્યા મુદ્દે વિપક્ષ કોંગ્રેસ પણનગરપાલિકા કામગીરી સામે સવાલો ઉભાવ્યા છે. ભુજ નગરપાલિકા વિપક્ષી નેતા રાજેન્દ્ર સિંહ જાડેજા નગરપાલિકા સુપરસીડ કરવામાં આવે તેવી માંગ કરી છે. વિપક્ષ દ્વારા શહેર સમસ્યા અંગે અનેકવાર રજૂઆત કરી છે. ભુજ નગરપાલિકાના સત્તાધીશો પ્રાથમિક સવલતો પૂરૂ પાડવામાં નિષ્ફળ ગઈ છે. આથી સતાધીસો રાજીનામાં આપી દેવું જોઈએ તેવી માંગ વિપક્ષ કરી છે.
ભુજ શહેર વિવિધ સમસ્યા હોવાનું ખુબ નગરપાલિકા ઉપ પ્રમુખે સ્વીકાર કર્યો હતો. જે વિસ્તાર ગટર અને ભુવા પડવાની ફરિયાદ મળી છે. તેવા વિસ્તારમાં પાલિકા દ્વારા લાઈન રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. ભુજના કોડકીરોડ કોઇપણ પ્રકારની સેફટી વગર કામદારોને ગટરની લાઈન ઉતારવામાં આવ્યા હતા. કામદારો સેફટી વગર કામ કરતા જોવા મળ્યા હતા. આ મામલે જયારે ભુજ નગરપાલિકા ઉપપ્રમુખ પૂછવામાં આવતા સેફટી વગર કામદારો કામ કરતા હશે કોન્ટ્રકટર સામે કાર્યવાહી કરવામાં આવશે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે