156ના પાવર વાળી ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારનો આંકડો બદલાયો, આ નેતાઓને બનવું છે મંત્રી
156ના પાવર વાળી ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર હવે 161ના બંપર પાવરવાળી થઈ ગઈ છે. જીત મેળનારા આ તમામ ધારાસભ્યોએ પદ અને ગોપીનિયતાના શપથ ગ્રહણ કર્યા. હવે આ પાંચમાંથી કોને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મળશે સ્થાન? કોની મંત્રીમંડળમાંથી થશે બાદબાકી?
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: દેશમાં યોજાયેલી લોકસભા ચૂંટણીની સાથે ગુજરાતમાં વિધાનસભાની પણ પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના તમામ ઉમેદવાર વિજેતા થયા.156ના પાવર વાળી ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર હવે 161ના બંપર પાવરવાળી થઈ ગઈ છે. જીત મેળનારા આ તમામ ધારાસભ્યોએ પદ અને ગોપીનિયતાના શપથ ગ્રહણ કર્યા. હવે આ પાંચમાંથી કોને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મળશે સ્થાન? કોની મંત્રીમંડળમાંથી થશે બાદબાકી?
- નવા ચૂંટાયેલા 5 ધારસભ્યોએ લીધા શપથ
- વિધાનસભા અધ્યક્ષે લેવડાવ્યા શપથ
- પાંચમાંથી કોને મળશે મંત્રીમંડળમાં જગ્યા?
- શું મોઢવાડિયા અને ચાવડાને મળશે સ્થાન?
- ગુજરાતમાં હવે શું થઈ કોંગ્રેસની સ્થિતિ?
ગુજરાતમાં બાળકોને શાળાએ મોકલવા'યે મોંઘા; રીક્ષા ભાડું અને સ્કૂલ વાનના ભાડામાં વધારો
2022ની વિધાનસભા ચૂંટણીમાં આ જ ધારાસભ્યો કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભામાં પહોંચ્યા હતા પરંતુ હવે આ પાંચેય ધારાસભ્યો ભાજપના થઈ ગયા છે. આ પાંચ લોકો ભાજપમાં સામેલ થતાં જ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર હવે 161ના પાવર વાળી થઈ ગઈ છે. પોરબંદરના અર્જૂન મોઢવાડિયા, વીજાપુરના સી.જે. ચાવડા, ખંભાતના ચિરાગ પટેલ, માણાવદરના અરવિંદ લાડાણી અને વાઘોડિયાના ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પદ અને ગોપનિયતાના શપથ ગ્રહણ કર્યા. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ તમામ ધારાસભ્યોને શપથગ્રહણ કરાવ્યા હતા.
- ગુજરાતના મંત્રીમંડળમાં કોને મળશે સ્થાન?
- પેટા ચૂંટણીમાં પાંચેય પક્ષપલટુઓની જીત
- મોઢવાડિયા 1 લાખથી વધુ મતથી જીત્યા
- ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું થશે વિસ્તરણ!
- કોંગ્રેસમાંથી આવેલા બનશે મંત્રી?
- કયા વર્તમાન મંત્રીઓની થશે બાદબાકી?
જૂનાગઢ મનપાના પટાંગણમાં ઢોલ ઢબૂક્યા; ભાજપના કોર્પોરેટરે લોકોને સાથે રાખી વિરોધ કર્યો
હવે જે ભાજપના મેન્ડેટ પર જીત્યા છે તે આ પાંચેય ધારાસભ્યોમાંથી કોને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં સમાવવામાં આવશે તે એક મોટો સવાલ છે. ચર્ચાઓ પ્રમાણે અર્જૂન મોઢવાડિયા અને સી.જે.ચાવડાને સરકારમાં સ્થાન મળી શકે છે. જો કે આ મામલે સી.જે.ચાવડાએ મગનું નામ મરી પાડ્યું ન હતું. તો વાઘોડિયાથી પહેલાં અપક્ષ અને હવે ભાજપના મેન્ડેટ પર ચૂંટાયેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મંત્રી બનવાની પોતાની ઈચ્છા પ્રગટ કરી, પરંતુ મીડિયા સામે કંઈ સ્પષ્ટ ઉચ્ચારણ ન કર્યું.
તો ખંભાતથી પહેલા કોંગ્રેસની ટિકિટ પર અને હવે ભાજપના મેન્ડેટ પર જીતેલા ચિરાગ પટેલે પોતાના વિસ્તારના વિકાસને પ્રાથમિક્તા આપવાની વાત કરી. સાથે જ મંત્રી પદની કોઈ લાલસા નથી તેવું પણ નિવેદન આપ્યું. હાલ તમામ ધારાસભ્ય મંત્રીપદને લઈ કોઈ ખુલ્લીને વાત નથી કરતાં પરંતુ કોઈ ધારાસભ્ય એવો ન હોય જેને મંત્રી પદ લેવું ન હોય ત્યારે જોવાનું રહેશે કે આ પાંચમાંથી કોને કોને ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં સ્થાન મળે છે?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે