પાટણ જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, સરકાર પાસે સહાયની માંગ
Trending Photos
પ્રેમલ ત્રિવેદી, પાટણ: પાટણ જિલ્લામાં ત્રણ દિવસ ભારે વરસાદ વરસવાને પગલે શંખેશ્વર તાલુકામાં ખેતીના પાકોમાં ખેડૂતોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જતા સમગ્ર પાક પાણીમાં કોવાઈ જવા પામ્યો છે અને હવે તેમાંથી કોઈ ઉપજ ના થવાની હોઈ સરકાર દ્વારા સર્વે કરીને નુકશાનની સહાય આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના ખેડૂતોએ ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી મોંઘા ભાવના બિયારણો, મોંઘી ખેડ કરી વિવિધ પાકોની ખેડૂતોએ વાવણી કરી પરંતુ પાછોતરો વરસાદ વધુ પડવાને કારણે ખેતરો પાણીથી તરબોળ થઈ જતા વાવેલ પાક વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતા અને વરસાદી પાણીનો કોઈ નિકાલ ન થતા હવે તમામ પાક મૂળ માંથી કોવાઈ જતા ખેડૂતોને નુકશાની વેઠવી પડે તેમ છે.
શંખેશ્વર તાલુકામાં થયેલ વાવેતર પર નજર કરીએ તો કુલ 37865 હેકટરમાં વાવેતર થવા પામ્યું છે. જેમાં મુખ્યત્વે પાક વાવણી જોઈએ તો બાજરી- 155 હેકટર, અડદ- 1265 હેકટર, દીવેલા- 6440 હેકટર, કપાસ બી.પિયત- 13630 હેકટર, કપાસ પિયત- 530 હેકટર, ગુવાર- 350 હેકટર, ઘાસ ચારો- 15425 હેકટરમાં વાવેતર થવા પામ્યું છે. ત્યારે ભારે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકશાન થવા પામ્યું છે. હવે સરકાર કાંઈક સહાય આપે તેવી આશા સાથે ખેડૂતો બેઠા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે