વડોદરા બોટ દુર્ઘટનામાં મોટો ખુલાસો; પેડલ બોટનો જ પરવાનો હતો, છતાં કોન્ટ્રાક્ટરો મોટર બોટ ચલાવતા
Vadodara Boat Accident: કોર્પોરેશન સાથે થયેલા મૂળ કરાર પ્રમાણે હરણી લેકઝોનમાં માત્ર પેડલ બોટનો જ કોન્ટ્રાક્ટર હતો. પેડલ બોટનો જ કરાર હોવા છતાં સંચાલકો વધુ પૈસા કમાવવા માટે મોટર બોટ ચલાવતા હતા. તો હરણી લેક ઝોનના કોન્ટ્રાક્ટરોએ વીમો પણ ન લીધો હોવાનું સામે આવ્યું છે.
Trending Photos
Vadodara Boat Accident: ઝી બ્યુરો/વડોદરા: વડોદરા બોટ દુર્ઘટના કેસમાં પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે. કોર્પોરેશન સાથે થયેલા મૂળ કરાર પ્રમાણે હરણી લેકઝોનમાં માત્ર પેડલ બોટનો જ કોન્ટ્રાક્ટર હતો. પેડલ બોટનો જ કરાર હોવા છતાં સંચાલકો વધુ પૈસા કમાવવા માટે મોટર બોટ ચલાવતા હતા. તો હરણી લેક ઝોનના કોન્ટ્રાક્ટરોએ વીમો પણ ન લીધો હોવાનું સામે આવ્યું છે.
પરેશ શાહ અને તેના ભાગીદારોએ જવાબ ન આપતા ઈન્સ્યોરન્સ કંપનીને પોલીસનું તેડું આવ્યું છે. કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશનની બેદરાકરીના લીધે બોટ દુર્ઘટનામાં 12 વિદ્યાર્થી અને 2 શિક્ષકના મૃત્યુ થયા છે કેમ કે કોન્ટ્રાક્ટ મુજબ કોન્ટ્રાક્ટર બોટ ચલાવે છે કે નહીં તેનું ચેકિંગ કરવાની જવાબદારી કોર્પોરેશનના જવાબદાર અધિકારીની છે. આ કેસમાં હજુ સુધી કોર્પોરેશનના કોઈ કર્મચારી સામે કાર્યવાહી કરાઈ નથી.
વડોદરા બોટકાંડમાં વધુ એક આરોપી અલ્પેશ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. સૌથી પહેલા બોટિંગનો કોન્ટ્રાક્ટ અલ્પેશ ભટ્ટ પાસે હતો અને હરણી લેકઝોનની તમામ બોટ અલ્પેશ ભટ્ટ લાવ્યો હતો. પરેશ શાહના કહેવાથી ઓગસ્ટ 2023માં કોન્ટ્રાક્ટ નિલેશન જૈનને આપવામાં આવ્યો હતો. હાલ પોલીસે અલ્પેશ ભટ્ટના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન અન્ય મોટા ખુલાસા થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે