ગુજરાતમાં થયેલા સર્વેમાં મોટા ખુલાસા: રીલ્સ અને પોતાના વિડીયોનું પ્રદર્શન, વાસ્તવિકતા છે કે ઘેલછા?
આપણે જ્યારે સામેથી કોઈને મળીએ, તેને ઘરે બોલાવીએ કે કોઈ કાર્યક્રમમાં મળીએ ત્યારે આપણે આંખોમાં આંખ પરોવીને વાત કરીએ છીએ. શારીરિક ભાષાનો ઉપયોગ કરો. આનાથી આપણને સામે બેઠેલી વ્યક્તિની લાગણીઓ જાણવાની તક મળે છે અને તે આપણા મનની સ્થિતિ પણ જાણે છે.
Trending Photos
ઝી ન્યૂઝ/રાજકોટ: આપણામાંથી મોટાભાગના લોકો સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. જેમાં લોકો એકબીજાની સાથે હોવા છતાં એકબીજાથી દુર છે જે ખૂબ જ ખરાબ સ્થિતિ છે. લોકોને લાગે છે કે સોશિયલ મીડિયા દ્વારા ઘણા લોકો તેમની સાથે જોડાયેલા છે, જ્યારે હકીકતમાં તેઓ એકલા છે. ઘણા મનોવૈજ્ઞાનિકોએ આ દૃષ્ટિકોણ સ્વીકાર્યો છે. સોશિયલ મીડિયા દ્વારા લોકોને સ્યુડો એટલે કે નકલી ખુશી મળે છે, પરંતુ કેટલીક જગ્યાએ લોકોમાં એકલતાની લાગણી વધી રહી છે.
આપણે જ્યારે સામેથી કોઈને મળીએ, તેને ઘરે બોલાવીએ કે કોઈ કાર્યક્રમમાં મળીએ ત્યારે આપણે આંખોમાં આંખ પરોવીને વાત કરીએ છીએ. શારીરિક ભાષાનો ઉપયોગ કરો. આનાથી આપણને સામે બેઠેલી વ્યક્તિની લાગણીઓ જાણવાની તક મળે છે અને તે આપણા મનની સ્થિતિ પણ જાણે છે. પણ આજની યુવા પેઢીને ઘણા લોકો વચ્ચે ફેમસ થવું છે અને તેનું માધ્યમ છે સોશિયલ મીડિયા અને ખાસ તેમાં મુકાતી પોસ્ટ. રીલ્સ અને પોતાના વિડીયો બનાવવાની ઘેલછા એ આજની પેઢીને સામાજિક રીતે દુર કરી દીધા હોય તેવું અનુભવાય છે.
તમને રીલ્સ બનાવતા આવડે છે? જેમાં 68.39% યુવાનો અને યુવતીઓએ હા જણાવી
તમે રીલ્સ અથવા તમારા પોતાના વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરો છો? જેમાં જેમાં 65.37% એ હા જણાવી
તમે રીલ્સ જોવા અને બનાવવામાં તમારો કેટલો સમય લગાડો છો? જેમાં 81%એ જણાવ્યું કે કોઈ નિશ્ચિત સમય નક્કી નથી હોતો
શું કોરોના સમય દરમિયાન તમે રીલ્સ બનાવવાનું શરુ કર્યું? જેમાં 46% એ હા જણાવી
શું વ્યક્તિ રીલ્સના માધ્યમથી પોતાની જરૂરિયાતો અથવા પીડાઓ વ્યક્ત કરે છે? જેમાં 59% એ હા જણાવી કે રીલ્સ એ જરૂરિયાતો અને પીડાઓ વ્યક્ત કરવાનું માધ્યમ છે
શું રીલ્સ અથવા પોતાના વિડીયો લાગણીઓ દર્શાવવાનું માધ્યમ છે? જેમાં 55% એ સહમતી દર્શાવી
પોતાના દિલની વાતો અન્ય કોઈને ન જણાવી શકનાર રીલ્સ વધુ બનાવે છે? જેમાં 54.૩% એ હા જણાવી
વધુ પડતી રીલ્સ બનાવવાથી વ્યક્તિને અસ્વસ્થ ઊંઘની પેટર્ન ઉભી થાય છે? જેમાં 69.6% એ હા જણાવી
શું જ્યાં સુધી તમે રીલ્સ ન બનાવો ત્યાં સુધી બેચેની અનુભવાય કે તેના જ વિચારો વારંવાર આવ્યા કરે છે? જેમાં 39% લોકોએ હા જણાવી
શું એકલતા અનુભવતા લોકો રીલ્સ વધુ પડતી બનાવે છે? જેમાં 47% એ સહમતી દર્શાવી
શું રીલ્સ અને વીડિયોના વળગણથી વ્યક્તિ નજીકના સભ્યોથી દુર થતો જાય છે? જેમાં 65.2% એ સહમતી દર્શાવી
કોઈપણ સંજોગોમાં રીલ્સ બનાવવાનું વલણ વ્યક્તિ માટે નુકશાન દાયક છે? જેમાં 75% એ હા જણાવી
રીલ્સ વિશેના ફીડબેક વધુ રીલ્સ બનાવવા માટે પ્રેરિત કરે છે? જેમાં 71.7% એ હા જણાવી
વધુ પડતી રીલ્સ માનસિક બીમારીને નોતરી શકે? જેમાં 71.7% લોકોએ સહમતી દર્શાવી
રીલ્સમાં બીભત્સતા વધુ છતી થતી હોય એવું લાગે છે? જેમાં 65.2% લોકોએ સહમતી જણાવી
રીલ્સમાં દંભ અને જાતીયતા વધુ છતી થતી હોય એવું લાગે છે? જેમાં 60.9% એ હા જણાવી
મનોવિજ્ઞાન ભવનમાં આશરે 17 યુવાનો અને યુવતીઓની રીલ્સ બનાવવાની ઘેલછાની હળવી થી તીવ્ર અસરોનું વિશ્લેષણ કરવામાં આવ્યું જેમાં ખાસ કરીને જ્યાં સુધી સારી રીલ્સ ન બને ત્યાં સુધી સતત તેમાં ધ્યાન આપવું, ખાસ શરીર અને ચહેરો સુંદર રીતે રજુ થાય તેની તકેદારી રાખવી રીલ્સ કે વિડીયો બનાવતી વખતે જો કોઈ યોગ્ય અને જાજી કોમેન્ટ્સ ન આવે તો નિરાશા અનુભવવી અને હતાશ થઈ જવું, પરીક્ષા હોવા છતાં પણ રીલ્સ અને વિડીયો બનાવવામાં સમય પસાર કરવો વગેરે લક્ષણો જોવા મળ્યા.
તમારી જાતને સાંભળો અને સંભાળ લો
કોઈપણ અતિશયોક્તિ હમેશા નીસેધક અસરો સર્જે છે. ટીનેજર અને યુવાનોએ જમાના સાથે પ્રગતી કરવી જોઈએ જેમાં કોઈ શંકા નથી પણ એ પ્રગતી માત્ર રીલ્સ અને વિડીયોથી નહી મળે. હા જાહેરાતના એક માધ્યમ તરીકે એનો ઉપયોગ કરવામાં કી તકલીફ નથી પણ એ જાહેરાત પોતાના શરીર કે લાગણીઓની ન હોવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે