વાવ પેટાચૂંટણીમાં છેલ્લી ઘડીએ મોટી જાહેરાત, ગેનીબેનના ગઢમાં ભાજપની મુશ્કેલી વધી
Vav Assembly By Election 2024 : બનાસકાંઠાની વાવ બેઠકની પેટાચૂંટણી માટે કોંગ્રેસમાં નામ નક્કી,,, ગુલાબસિંહ રાજપૂતનું નામ લગભગ ફાઈનલ,,, તો ભાજપ આજે પોતાના ઉમેદવારનું નામ કરશે જાહેર,,,આવતીકાલે છે પેટાચૂંટણી માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ..
Trending Photos
Gujarat Politics બનાસકાંઠા : વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી કોંગ્રેસ અને ભાજપ માટે એટલા માટે પેચીદો બન્યો છે, કારણ કે આ બેઠક પર વટની લડાઈ છે. આ બેઠક ગેનીબેનનો ગઢ ગણાય છે. તેથી ત્યાં સહેજ પણ કાચું કપાયું તો કોંગ્રેસ વિજયી બનશે તેવું ભાજપ માને છે. ત્યારે વાવ બેઠકની પેટા ચૂંટણી મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂતનું નામ લગભગ ફાઈનલ મનાય છે, ત્યાં આ પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધનની જાહેરાત થઈ છે.
સાથે પેટાચૂંટણી લડશે
કોંગ્રેસ-AAP સાથે મળીને વાવ વિધાનસભા પેટા ચૂંટણી લડશે તેવી આજે જાહેરાત કરાઈ છે. AAP વાવ વિધાનસભામાં પોતાનો ઉમેદવાર નહીં ઉતારે. કોંગ્રેસના ઉમેદવારને AAP સમર્થન કરશે. તેથી હવે વાવની પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ નહિ ખેલાય. પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થશે. ફોર્મ ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે. ત્યારે આજે AAP અને કોંગ્રેસ સત્તાવાર જાહેરાત કરી શકે છે.
કોંગ્રેસમાંથી ગુલાબસિંહનું નામ લગભગ ફાઈનલ
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે. 25 તારીખે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સુઈગામ પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરશે. ત્યારે આજ સાંજ સુધીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર થવાની સંભાવના છે. કોંગ્રેસમાંથી થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતનાનું નામ લગભગ નિશ્ચિત છે. ભાજપમાં સ્વરૂપજી ઠાકોર, મુકેશજી ઠાકોર, અમીરામ આસલ, માવજી પટેલના નામ ચર્ચામાં છે. આવતીકાલે બંને પક્ષના ઉમેદવારો ફોમ ભરતા પહેલા સભાઓ યોજશે. આવતીકાલે કોંગ્રેસ અને ભાજપના પ્રદેશના નેતાઓ સભાઓમાં ઉપસ્થિત રહી ઉમેદવારોના ફોર્મ ભરાવવા સુઇગામ પ્રાંત કચેરીએ જશે.
કોંગ્રેસના ઉમેદવારો નિરીક્ષકોને મળ્યા
વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારને લઈ ચર્ચા તેજ બની છે. ગઈકાલે વાવ માટે કોંગ્રેસના ત્રણ દાવેદારો શક્તિસિંહ અને નિરીક્ષકોને મળ્યા હતા. નિરીક્ષકોએ ગુલાબસિંહ રાજપૂતને કોંગ્રેસ ઉમેદવાર બનાવવા ભલામણ કરી હતી. સાંસદ ગેનીબેન ઠાકોર પણ ગુલાબસિંહના સમર્થનમાં હોવાની વાત છે. ત્યારે નામ જાહેર કરવાને બદલે છેલ્લા દિવસે સીધો મેન્ડેટ અપાય એવી શક્યતા દેખાઈ રહી છે. વાવ વિધાનસભામાં કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂતને ઉતારે એવી શક્યતા ભરપૂર દેખાઈ રહી છે. સમીકરણો પણ પણ ગુલાબસિંહના ફેવરમાં છે. કારણ કે, ગુલાબસિંહ રાજપૂત અગાઉ થરાદ વિધાનસભા પેટા ચૂંટણી જીતી ચૂક્યા છે
ગેનીબેનના કાકાએ અપક્ષ ઉમેદવારી કરી
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભૂરાજી ઠાકોરે અપક્ષમાં ઉમેદવારી કરી છે. ભુરાજી ઠાકોર સાંસદ ગેનીબેન ઠાકોરના ગામ અબાસણાના વતની છે. તેઓ ગેનીબેન ઠાકોરના કૌટુંબિક કાકા છે. ભુરાજી ઠાકોર પૂર્વ ડેલિકેટ અને એમના ધર્મપત્ની પણ કોંગ્રેસમાંથી જિલ્લા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે. કોંગ્રેસ બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં અસંખ્ય દાવેદારો વચ્ચે ભુરાજી ઠાકોરે અપક્ષ દાવેદારી નોંધાવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જોકે, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જાહેર થાય તે પહેલા ત્રણ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે