દરિયાના પ્રચંડ મોજામાં માંડ બચ્યા મંત્રી પરસોત્તમ રૂપાલા, ઝડપભેર બહાર નીકળ્યા ન હોત તો...
Gujarat Cyclone Latest Update : કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને વાવાઝોડામાં દ્વારકાની જવાબદારી સોંપાઈ છે... તેઓ મંદિરમાંથી બહાર આવ્યા એ જ સમયે પ્રચંડ મોજું આવ્યુ હતું...
Trending Photos
Gujarat Weather Forecast : નરેન્દ્ર મોદીના ખાસ નેતાઓની યાદીમાં સામેલ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા હાલ વાવાઝોડાના સંકટ વચ્ચે દ્વારકા પહોંચ્યા છે. ગુજરાતના વિવિધ મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓની જવાબદારી સોંપાઈ છે. રૂપેણ બંદર ખાતે વિવિધ વિસ્તારોમાં જઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું તેમજ માછીમારોને સાવચેતી રાખવાની અપીલ કરી. તેઓ વાવાઝોડાની કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા હતા, ત્યારે એક ઘટના બની હતી, જેમાં રૂપાલા માંડ માંડ બચ્યા હતા.
ભારત સરકારના ડેરી ઉદ્યોગ અને પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલાને બિપોરજોય વાવાઝોડાને પગલે દ્વારકામાં બચાવ કામગીરી અને રાહત કામગીરીની જવાબદારી સોંપાઈ છે. વાવાઝોડાની સ્થિતિ વચ્ચે દરિયાકિનારે મંદિરની અંદર ઘૂંટણ સુધી દરિયાના પાણીની વચ્ચે પરષોત્તમ રૂપાલાએ ભગવાન પાસે પ્રાર્થના કરી હતી.
"मनोरथ श्रीफल अर्पण"
गोमती मैया एवं समुद्र देवता हमारा मनोरथ पूर्ण करते हुए, सभी की रक्षा करे।
जय द्वारकाधीश 🙏🏻#CycloneBiporjoy #Gujarat pic.twitter.com/MxGegIKiOj
— Parshottam Rupala (@PRupala) June 14, 2023
તેઓ આજે સવારે દરિયા કિનારે દર્શન કરવા ગયા હતા. જ્યાં તેઓ દરિયા દેવને નમન કરી બહાર નીકળી રહ્યા હતા, તે વખતે દરિયામાંથી પ્રચંડ લહેર ઉઠી હતી. દરિયા કિનારે આવેલું પ્રચંડ મોજુ તેમને સ્પર્શી ગયુ હતું. આવામાં રૂપાલાને શરીરનુ સંતુલન જાળવવુ પણ મુશ્કેલ બન્યુ હતું. આવી સ્થિતિમાં તેઓ પોતાના સાથીદારો સાથે ઝડપભેર પાણીના પ્રવાહ વચ્ચે બહાર નીકળી ગયા હતા. આ દ્રષ્ય ત્યા હાજર સૌ કોઈને સ્તબ્ધ કરી દે તેવુ હતું. કારણ કે, રૂપાલાનો જીવ માંડ માંડ બચ્યો હતો.
પરસોત્તમ રૂપાલાએ દેવભૂમિ દ્વારકા ખાતે સ્થિત દ્વારકાધીશ ગૌ હોસ્પિટલ અને ગૌ શાળા ટ્રસ્ટની મુલાકાત લઈ, સંભવિત બિપરજોય વાવાઝોડાને પહોંચી વળવા તેમજ અબોલા જીવની સુરક્ષા અર્થે તૈયારીઓની સમીક્ષા કરી. પરષોત્તમ રૂપાલા છેલ્લા બે દિવસથી દરિયાકાંઠાના વિસ્તારમાં કેમ્પ કરી રહ્યા છે અને સરકારી એજન્સીઓ દ્વારા ચાલી રહેલા સ્થળાંતર અને રાહત કાર્ય પર નજર રાખી રહ્યા છે.
આ તો ફક્ત શરૂઆત છે, તબાહી તો હજુ રસ્તામાં છે! દ્વારકામાં માણસોને પણ ફંગોળે તેવો પવન.. જુઓ ભયાનક દ્રશ્યો#dwarka #CycloneBiporjoy #BiparjoyCyclone #cyclone #biparjoy #ZEE24KALAK #viralvideo pic.twitter.com/2d0SWMvpbS
— Zee 24 Kalak (@Zee24Kalak) June 15, 2023
બિપરજોય વાવાઝોડા ના પગલે સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલરૂમ માં તાત્કાલિક અસરથી 7 નાયબ મામલતદાર કક્ષા અધિકારી અને બે કારકુન ની નિમણૂક કરવાના આદેશ કરવામાં આવ્યા છે. સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલરૂમ માં ખાલી જગ્યાઓને કારણે એક વર્ષ માટે પ્રતિનિયુકતના ધોરણે નિમણૂક કરવામાં આવી છે. જે તે જિલ્લા કલેકટર કચેરી ને પણ આદેશ કરવામાં આવ્યા કે, બિપરજોય વાવાઝોડા ને કારણે આ અધિકારી કર્મચારીઓ ને તાકિદ હાલની જગ્યા પરથી છુટા કરવાના રહેશે.
Biporjoy Cyclone: વાવાઝોડું કચ્છમાં પ્રવેશ કરે તે પહેલાં દરિયો બન્યો તોફાની, ZEE 24 કલાકના સંવાદદાતાનો ખાસ અહેવાલ#CycloneBiparjoy #BiparjoyUpdate #BiparjoyAlert #Gujarat pic.twitter.com/MoAkJl8NbK
— Zee 24 Kalak (@Zee24Kalak) June 15, 2023
કુદરતી આફતો સામેની સજ્જતા અને કટિબદ્ધતામાં ગુજરાતનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ હંમેશાં અગ્રેસર રહ્યું છે. ગુજરાતમાં 1600 કિમી લાંબો દરિયાકિનારો હોવાના કારણે, રાજ્યના દરિયાકિનારાના વિસ્તારોમાં અવારનવાર વાવાઝોડાંઓની અસર રહેતી હોય છે. આવા વાવાઝોડાંઓ સામે પહોંચી વળવા અને રાજ્યની જનતાને સુરક્ષિત રાખવા માટે રાજ્ય સરકારે દીર્ઘદ્રષ્ટિ વાપરીને દરિયાકિનારાના વિસ્તારોમાં 76 અદ્યતન સુવિધાઓ ધરાવતા મલ્ટિપર્પઝ સાયક્લોન શેલ્ટર્સ (MPCS) નું નિર્માણ કર્યું છે. આજે રાજ્ય જ્યારે બિપરજોય વાવાઝોડાંની સંભવિત અસરો સામે લડવા માટે સજ્જ થઈ રહ્યું છે, ત્યારે આ શેલ્ટર્સ જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે.
આ 76 મલ્ટિપર્પઝ સાયક્લોન શેલ્ટર્સમાં શેલ્ટર જૂનાગઢ ખાતે 25, ગીર સોમનાથ ખાતે 29, પોરબંદરમાં 4, દેવભૂમિ દ્વારકામાં 4, કચ્છમાં 4, અમરેલીમાં 2, જામનગરમાં 1, નવસારીમાં 1, ભરૂચમાં 5 અને અમદાવાદમાં 1 શેલ્ટરનો સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે