અમરેલી: ભાજપ કોંગ્રેસના નેતાઓ પણ રંગાયા ધૂળેટીના રંગમાં
ભાજપના પુર્વ સાંસદ દિલીપ સંઘાણી અને કોંગ્રેસના પુર્વ સાંસદ અને લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમ્મરએ રાજકિય ભેદભાવ ભુલી રંગે રંગાયા હતા. તો સંઘાણીએ ઢોલી પર દસની ચલણીનોટોનો વરસાદ કરીને આદર્શ આચારસંહિતાનો સરેઆમ ઉલાળીયો સંઘાણીએ કર્યો હતો.
Trending Photos
કેતન બગડા, અમરેલી: અમરેલી જીલ્લામાં લોકસભાની ચૂંટણીનો રંગ જામી ચુક્યા છે. ભાજપ કોંગ્રેસના નેતાઓ રાજકિય રંગમાં ડૂબી ગયા છે. ત્યારે આજે ધુળેટીના પર્વ નિમીત્તે ભાજપના પુર્વ સાંસદ દિલીપ સંઘાણી અને કોંગ્રેસના પુર્વ સાંસદ અને લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમ્મરએ રાજકિય ભેદભાવ ભુલી રંગે રંગાયા હતા. તો સંઘાણીએ ઢોલી પર દસની ચલણીનોટોનો વરસાદ કરીને આદર્શ આચારસંહિતાનો સરેઆમ ઉલાળીયો સંઘાણીએ કર્યો હતો.
વધુમાં વાંચો:
આજે ધુળેટી નીમીત્તે લોકોની સાથે સાથે રાજકિય નેતાઓ પણ હોળીના રંગમાં રંગાઈ હતા. ભાજપના પુર્વ સાંસદ દિલીપ સંધાણી પોતાના કાર્યકરો સાથે રંગે રમી રહ્યા હતા. ત્યારે કોંગ્રેસના પુર્વ સાંસદ અને લાઠીના વર્તમાન ધારાસભ્ય વિરજી ઠુમ્મર ત્યાંથી નિકળતા તેમને ભાજપના કાર્યકરોએ રંગી દીધા હતા. આ રંગનો ઉત્સવ છે. આમાં રાજકીય વિવાદ વગર ઉત્સાહથી જોડાઈ જવાનો તહેવાર છે. આમાં કોઈ રાજકિય દુશ્મની હોતી નથી. પણ ધુળેટીના પર્વને ઉજવવા માટે સંઘાણી અને ઠુમ્મર એકબીજાને રંગીને ધુળેટી ઉજવી હતી.
સંઘાણી સંગાથે ભાજપના કાર્યકર્તાઓ કૌશિક વેકરીયા સહિતના અગ્રણીઓ જોડાયા હતા તો કોંગ્રેસના પ્રમુખ અર્જુન સોસા અને બાંધકામ વિભાગના ચેરમેન ટિકુ વરુ સહિતના નેતાઓ પણ ભાજપના કાર્યકરો સાથે હોળી રમ્યા હતા ત્યારે સંઘાણીએ આ ઉત્સવને વધાવતા જણાવ્યું હતું કે આજનો દિવસ રંગનો ઉત્સવનો છે.અને રાજકિય નેતાઓ અને કાર્યકરો પણ આજના રંગના ઉત્સવમાં જોડાઈ ચૂંટણી પહેલા એક બીજાને મળી વાતાવરણ હળવુ બનાવવાનો પ્રયાસ કર્યો હોઈ તેવુ લાગી રહ્યું છે.પણ આદર્શ આચાર સંહિતાનો સંઘાણીએ સરેઆમ ઉલાળીયો કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે