ચૂંટણી પ્રચાર માટે ભાજપ અને કોંગ્રેસ માટે ઉનાળો બન્યો માથાનો દુખાવો

ભાજપ અને કોંગ્રેસ આમને-સામને લોકસભાનો ચૂંટણી જંગ લડી રહી છે. ઓકે હવે ગરમી ભાજપ કોંગ્રેસના કાર્યકરો સામે જંગે ચડી છે. ઉનાળાની અસહ્ય ગરમીની અસર ચૂંટણી પ્રચાર પડી રહી છે. આપ જોઈ રહ્યા છો તે ભાજપના કાર્યકરો ઉનાળાની અસહ્ય ગરમીથી પરેશાન થઈને લીમડાના છાયડાની છે. પોરો ખાઈ રહ્યા છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ રાજ્યમાં 40થી 42 ડીગ્રી તાપમાન વચ્ચે ચૂંટણીપ્રચાર કરવો કાર્યકરો માટે મુશ્કેલ બન્યો છે. 

ચૂંટણી પ્રચાર માટે ભાજપ અને કોંગ્રેસ માટે ઉનાળો બન્યો માથાનો દુખાવો

હિતલ પારેખ/ ગાંધીનગર: ભાજપ અને કોંગ્રેસ આમને-સામને લોકસભાનો ચૂંટણી જંગ લડી રહી છે. ઓકે હવે ગરમી ભાજપ કોંગ્રેસના કાર્યકરો સામે જંગે ચડી છે. ઉનાળાની અસહ્ય ગરમીની અસર ચૂંટણી પ્રચાર પડી રહી છે. આપ જોઈ રહ્યા છો તે ભાજપના કાર્યકરો ઉનાળાની અસહ્ય ગરમીથી પરેશાન થઈને લીમડાના છાયડાની છે. પોરો ખાઈ રહ્યા છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ રાજ્યમાં 40થી 42 ડીગ્રી તાપમાન વચ્ચે ચૂંટણીપ્રચાર કરવો કાર્યકરો માટે મુશ્કેલ બન્યો છે. 

ગરમીને કારણે ભાજપ દ્વારા સવારે સાડા આઠથી 11 વાગ્યા સુધી ચૂંટણી પ્રચાર કરવામાં આવે છે. ત્યારબાદ બપોરના સમયે ચૂંટણીપ્રચારમાં ફરજિયાત વિરામ આપવો પડે છે. ભાજપના નેતાઓના જણાવ્યા પ્રમાણે હવે તેઓએ 12 થી પાંચનો વિરામ ચૂંટણીપ્રચારમાં રાખવાનું નક્કી કર્યું છે. ઉનાળાની અસહ્ય ગરમી છે. પરેશાન કાર્યકર્તાઓની તબિયત ન બગડે તેની ખાસ કાળજી રાજકીય પક્ષો પણ રાખી રહ્યા છે.

લોકસભા ચૂંટણી 2019: આ છે ગુજરાતના ભાજપ અને કોંગ્રેસના કરોડપતિ ઉમેદવાર

ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉમેદવાર હોવાથી ભાજપનો કાર્યકર ગરમી વચ્ચે પણ ચૂંટણીપ્રચારમાં નીકળી પડે છે. આજ સ્થિતિ કોંગ્રેસના કાર્યકરોની પણ સર્જાય છે. અસહ્ય ગરમીને કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓ સવારે ૮ થી ૧૧ પ્રચારકાર્યમાં જોતરાય છે. અને માથે ગરમી વધતા જ ફરજિયાત આરામ કરી રહ્યા છે. અને સાંજે પાંચથી 10 દરમિયાન ચૂંટણીપ્રચારમાં પોતાના ઉમેદવારને જીતાડવા માટે લોક સંપર્કનુ સહારો લઈ રહ્યા છે.

ગાંધીનગર અમદાવાદ સહિતના વિસ્તારોમાં પડી રહેલી અસહ્ય ગરમી ભાજપ-કોંગ્રેસના ચૂંટણીપ્રચારનો ખેલ બગાડી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સપ્તાહ દરમિયાન પણ રાજ્યમાં ૪૧ થી ૪૨ ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે અને ઘણા બધા વિસ્તારોમાં સ્થિતિ વેવ ની સંભાવના હોવાના કારણે રાજકીય પક્ષોની પરિસ્થિતિ હજુ કફોડી બનશે. જો આમને આમ ગરમી ચાલુ રહેશે તો તેની સીધી અસર 23મી એપ્રિલના રોજ મતદાનની ટકાવારી પર પણ પડે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. તેના કારણે ભાજપ અને કોંગ્રેસ બંને ની મૂંઝવણમાં વધારો થઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news