રાતના અંધારામા ચાલે છે અમેરિકા ઘૂસવાના ખેલ, પહોંચ્યા બાદ પટેલ પરિવાર એજન્ટને 1.65 કરોડ ચૂકવવાનો હતો
કેનેડાથી ગેરકાયદેસર રીતે બોર્ડર પાર કરીને અમેરિકામા ઘૂસવાની વાત નવી નથી. રાતના અંધારામાં બોર્ડર પાર ઘૂસણખોરીના ખેલ ચાલે છે. આ માટે ઢગલાબંધ એજન્ટ કામ કરે છે, જેમના વકીલ લોકોના પકડાયા બાદ તેમના કેસ પણ લડતા હોય છે. મોટા ભાગે પાસપોર્ટ સહિતના પુરાવા એજન્ટ પોતાની પાસે રાખી લેતો હોય છે, જેથી આગળ પકડાઈ જાય તો પેસેન્જરોની જલદી ઓળખ ના થાય. આ ખેલ વર્ષોથી ચાલે છે. પરંતુ કમનસીબે ઘૂસણખોરીનો ભોગ એક ગુજરાતી પરિવાર બન્યો. ગાંધીનગરના પટેલ પરિવારનો આખો માળો વિખેરાઈ ગયો હતો. માઈનસ 35 ડિગ્રી ટેમ્પરેચરમાં થીજી જવાથી ચાર ગુજરાતીઓના મોત નિપજ્યા છે, જેમાં બે માસુમ બાળકો પણ હતા. અમેરિકા જવાની લ્હાયમા આખો પરિવાર મોતને ભેટ્યો. પરંતુ શુ તમને ખબર છે અમેરિકા પહોંચવા માટે પટેલ પરિવારને એજન્ટને કેટલા રૂપિયા પહોંચાડવાના હતા.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :કેનેડાથી ગેરકાયદેસર રીતે બોર્ડર પાર કરીને અમેરિકામા ઘૂસવાની વાત નવી નથી. રાતના અંધારામાં બોર્ડર પાર ઘૂસણખોરીના ખેલ ચાલે છે. આ માટે ઢગલાબંધ એજન્ટ કામ કરે છે, જેમના વકીલ લોકોના પકડાયા બાદ તેમના કેસ પણ લડતા હોય છે. મોટા ભાગે પાસપોર્ટ સહિતના પુરાવા એજન્ટ પોતાની પાસે રાખી લેતો હોય છે, જેથી આગળ પકડાઈ જાય તો પેસેન્જરોની જલદી ઓળખ ના થાય. આ ખેલ વર્ષોથી ચાલે છે. પરંતુ કમનસીબે ઘૂસણખોરીનો ભોગ એક ગુજરાતી પરિવાર બન્યો. ગાંધીનગરના પટેલ પરિવારનો આખો માળો વિખેરાઈ ગયો હતો. માઈનસ 35 ડિગ્રી ટેમ્પરેચરમાં થીજી જવાથી ચાર ગુજરાતીઓના મોત નિપજ્યા છે, જેમાં બે માસુમ બાળકો પણ હતા. અમેરિકા જવાની લ્હાયમા આખો પરિવાર મોતને ભેટ્યો. પરંતુ શુ તમને ખબર છે અમેરિકા પહોંચવા માટે પટેલ પરિવારને એજન્ટને કેટલા રૂપિયા પહોંચાડવાના હતા.
માણસ દીઠ બોર્ડર પાર કરવાના 30 થી 35 લાખ લેવાય છે
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કલોલનો જે પટેલ પરિવાર ઠંડીમાં માર્યો ગયો તેને અમેરિકા પહોંચવા માટે તેઓ સ્થાનિક એજન્ટને 1 કરોડ 65 લાખ ચૂકવવાના હતા. એજન્ટે ઉત્તરાયણ પછી પરિવારને તૈયાર રહેવા કહી દેવાયુ હતું. પરિવાર અમેરિકા હેમખેમ પહોંચે તે બાદ રૂપિયાની ચૂકવણી કરવાની હતી. એજન્ટ દરેક સભ્ય દીઠ 30 થી 35 લાખ રૂપિયા વસૂલતા હોય છે. દરેક એજન્ટ બોર્ડર પહોંચ્યા બાદ જ પેમેન્ટ લેતો હોય છે. મોટાભાગે બોર્ડર પાર કરવાની કામગીરી કાળિયા યુવકો કરતા હોય છે. અહીંથી બધાના મોટા ભાગે પાસપોર્ટ સહિતના પુરાવા એજન્ટ પોતાની પાસે રાખી લેતો હોય છે, જેથી આગળ પકડાઈ જાય તો પેસેન્જરોની જલદી ઓળખ ના થાય.
આ પણ વાંચો : સપ્તપદીના ફેરા ફરતા પહેલા કન્યા ઢળી પડી, જ્યાં ડોલી ઉઠવાની હતી ત્યાં અર્થી ઉઠી
હજી કેનેડા પોલીસ તપાસ કરે છે - DGP
કેનેડા અને અમેરિકા બોર્ડર પર ગુજરાતી પરિવારના થીજી જવાથી મોતનો મામલે ડીજીપી આશિષ ભાટીયાએ કહ્યુ કે, મૃતકોમાં ગુજરાતી પરિવાર હોવાની માહિતી અમને મળી છે. પરંતુ સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. આ મામલે કેનેડા પોલીસ તપાસ કરે છે. ગાંધીનગર CID ક્રાઇમને તપાસ કરવા આદેશ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, આ મામલે DGP એ સીઆઇડી ક્રાઇમમાં dysp કક્ષાના અધિકારીને તપાસ સોંપી છે. તલાટી પાસેથી પોલીસ ગુમ થનાર જગદીશ પટેલ અને તેના પત્નીના મતદાર યાદીમાં નામ સહિતની વિગતો લઈ જવામાં આવી છે.
કેનેડાથી અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરતાં પકડાયેલા લોકો માણસા, ગાંધીનગર અને કલોલ તાલુકાના રહેવાસી હોવાની શક્યતા છે. તમામ લોકો એજન્ટની મદદથી બોર્ડર પાર કરતા હતા. આ ચારેય મૃતદેહો મળી આવ્યા પછી ફ્લોરિડાના એજન્ટ સ્ટીવ સેન્ડને દબોચી લેવાયો હતો. કુલ 11 લોકો કેનેડાથી અમેરિકાની બોર્ડર ગેરકાયદેસર રીતે પાર કરી રહ્યા હતા, જેમાંથી ચારના મોત થયા છે. બાકીના લોકોને પકડી પાડવામાં આવ્યા છે.
એક જ પરિવારના ચારના મોત
ગાંધીનગરના કલોલ તાલુકાના ડીંગુચા ગામે બળદેવભાઇ પટેલ અને તેમનો પરિવાર રહે છે. 10 દિવસ અગાઉ બળદેવભાઇનો પુત્ર જગદીશ પટેલ અને તેના પત્ની તેમજ પુત્રી, પુત્રી 10 દિવસ અગાઉ એજન્ટ મારફતે કેનેડા ગયા હતા. કેનેડા ગયા બાદ તેમનો સંપર્ક થયો હતો, પરંતુ છેલ્લા ત્રણ દિવસથી તેમનો કોઇ સંપર્ક ન થઇ રહ્યો હોવાનું ગ્રામજનો દ્વારા જાણવા મળ્યુ છે. બીજીતરફ, અમેરિકા-કેનેડા સરહદ નજીક ચાર ગુજરાતીઓના ઠંડીના કારણે મોત થવાના અહેવાલ સમાચાર માધ્યમોમાં આવતા ગ્રામજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
સમગ્ર ઘટના વિશે બળદેવભાઈએ જણાવ્યુ કે, તેમનો પરિવાર 4 દિવસથી ગુમ છે, દસ દિવસ અગાઉ પુત્ર કેનેડા જવાનું કહીને નીકળ્યો હતો. તેઓ કેવી રીતે જવાના હતા તેની કઈ ખબર નથી અને કોણ કોણ સાથે હતું એ પણ ખબર નથી. છેલ્લા બે દિવસથી તેનો સંપર્ક થઈ શક્યો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે