ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ : શૌચાલય કેર ટેકરના પુત્રની સિધ્ધિ, 99.60 percentile rank
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. A-ગ્રુપનું પરિણામ 78.92 ટકા, B- ગ્રુપનું પરિણામ 67.26 ટકા અને AB-ગ્રુપનું પરિણામ 64.29 ટકા જાહેર કરવામાં આવ્યું છે. સરેરાશ પરિણામ 71.90 ટકા જાહેર કરાયું છે.
Trending Photos
અમદાવાદ: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. A-ગ્રુપનું પરિણામ 78.92 ટકા, B- ગ્રુપનું પરિણામ 67.26 ટકા અને AB-ગ્રુપનું પરિણામ 64.29 ટકા જાહેર કરવામાં આવ્યું છે. સરેરાશ પરિણામ 71.90 ટકા જાહેર કરાયું છે. ધોરણ 12 સાયન્સનું 71.90 ટકા પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
અમદાવાદના પાલડી વિસ્તારની દિવાન બલ્લુભાઇ સ્કૂલ, પાલડીના વિદ્યાર્થી યશ અધિકારીએ ગ્રુપ A ગણિતમાં 99.60 પરસેન્ટાઇલ સાથે ઉતીર્ણ રહ્યો છે. ત્યારે આ અંગે ઝી 24 કલાક સાથે વાત કરતા યશ અદિકારીએ જણાવ્યું હતું કે, મારા પિતા સિવિલ કેન્સર હોસ્પિટલમાં શૌચાલયના કેર ટેકર તરીકે કામ કરે છે અને મારી માતા હાઉસ વાઇફ છે. મારી મહેનત પાછળ માતા-પિતા અને સ્કૂલે સંપૂર્ણ સાથ રહ્યો છે. હું ઇલેક્ટ્રેક એન્જિયનરીમાં આગળ વધવા અને તેમાં પીએચડી કરવા માગુ છું.
(કુંજલ સાણાત્રાએ ગ્રુપ B માં 96.21પરસેન્ટાઇલ મેળવ્યા છે)
દિવાન બલ્લુભાઇ સ્કૂલની અન્ય એક વિદ્યાર્થીની કુંજલ સાણાત્રાએ ગ્રુપ Bમાં 96.21 પરસેન્ટાઇલ મેળવ્યા છે. ત્યારે આ અંગે વાત કરતા કુંજલે જણાવ્યું હતું કે, સ્કૂલના શિક્ષકો અને મારા માતા-પિતાનો મને ખુબજ સપોર્ટ રહ્યો છે. ત્યારે હું મેડિકલમાં એડમિશન લેવા ઇચ્છું છું અને તેમાં આગળ વધવા માગુ છું.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે