આખા ગાંધીનગરમાં હલચલ થઈ, ટોચના IAS અધિકારીને ત્યાં પડ્યા CBI ના દરોડા
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ :ગુજરાત કેડર 2011 બેચના IAS અધિકારી કે. રાજેશના ત્યાં દિલ્હી CBIની ટીમે દરોડા પાડ્યા હતા. મૂળ આંધ્રપ્રદેશના IASને ત્યાં CBI દરોડા પાડતા ગાંધીનગરમાં હલચલ મચી ગઈ હતી. કે.રાજેશ પર કથિત જમીન કૌભાંડ, બંદૂક લાઇસન્સ કેસમાં લાંચનો આરોપ છે. આ IAS અધિકારી વિરુદ્ધ દિલ્હી CBIમાં FIR નોંધાઈ હતી. જે અંતર્ગત ગાંધીનગર, સુરત, સુરેન્દ્રનગરમાં કાર્યવાહી કરવામાં આવી હતી. અધિકારીના વતન રાજ્ય આધ્રપ્રદેશના નિવાસસ્થાને પણ કાર્યવાહીની ચર્ચા છે.
હાલ કે.રાજેશ સામાન્ય વહીવટ વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે ફરજ બજાવે છે. તપાસ એજન્સીના દિલ્હી યુનિટ દ્વારા અધિકારી વિરૂદ્ધ ભ્રષ્ટાચારનો કેસ દાખલ કરાય છે. IAS ઓફિસર કે. રાજેશને ત્યાં દરોડામાં મોટો ખુલાસો થયો છે. IAS ઓફિસરના અંગત માણસની CBIએ ધરપકડ કરી છે. કે. રાજેશના અંગત ગણાતા સુરતના રફીક મેમણ નામના શખ્સની ધરપકડ સીબીઆઈએ કરી છે. રફીક મેમણ કે. રાજેશનો વિશ્વાસુ વ્યક્તિ હતો. કે. રાજેશ સામે મોટાપાયે લાંચ લેવાનો આરોપ લગાવાયો છે. જેમાં રફીક મેમણ વચેટિયાની ભૂમિકા અદા કરતો હોવાની શક્યતા છે.
આ પણ વાંચો : દોસ્ત દોસ્ત ના રહા... કોંગ્રેસ છોડ્યા પછી જિજ્ઞેશ મેવાણીએ હાર્દિકને ચોખ્ખું સંભળાવી દીધું..
CBI દ્વારા ગાંધીનગર ઉપરાંત સુરતમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે સુરતમાં રફીક મેમણને ત્યાં પણ CBI એ તપાસનો ધમધમાટ કર્યો હતો. આંધ્રપ્રદેશમાં રાજામુંદ્રી ખાતે પણ CBI ત્રાટક્યું હતું. કારણ કે, રાજામુંદ્રીમાં કે.રાજેશનું નિવાસસ્થાન છે. સુરેન્દ્રનગરમાં જમીન ડીલમાં પણ તેમના પર આરોપ હતા. જ્યાં સરકારી જમીન કેટલાક વ્યક્તિઓને પધરાવ્યાનો આરોપ ઉઠ્યો હતો. આમ, જમીનની ફાઈલ ક્લિયર કરવામાં તથા હથિયાર લાઈસન્સ ઈશ્યુ કરવામાં પણ તેમનો હાથ હોવાનુ કહેવાય છે. ત્યારે CBI તપાસમાં હજી મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રમાં કલેક્ટર તરીકેની નિયુક્તિ દરમિયાન આ અધિકારીનો કાર્યકાળ દરમિયાન આ કૌભાંડો આચર્યા હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે