ગુજરાતમાંથી ગુમ થયેલી 41 હજાર મહિલાઓનું શું છે સત્ય? ગુજરાત પોલીસે કર્યો ધડાકો
NCRB data: અત્રે ઉલ્લેખનીય છે ગુજરાત પોલીસે ટ્વીટ કરીને વધુમાં જણાવ્યું હતું કે ભારતીય સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર સ્થાનિક પોલીસ ગુમ વ્યક્તિની કેસોની તપાસ કરે છે અને રાષ્ટ્રીય સ્તરે સંકલનના ભાગરૂપે અન્ય રાજ્ય પોલીસ એકમો દ્વારા ટ્રેકિંગ કરવા માટે ડેટાને સમર્પિત વેબસાઇટમાં આપવામાં આવે છે.
Trending Photos
Gujarat Missing women: આજના જમાનામાં સોશિયલ મીડિયા સૌથી મોટું હથિયાર બની ગયું છે. પરંતુ ફાયદા અને ગેરફાયદા છે. સોશિયલ મીડિયા પર દરરોજ લાખો પ્રકારની માહિતી અને સમાચારો શેર કરવામાં આવે છે. જેમાંથી ઘણા સમાચારો અને માહિતી પાયાવિહોણાની ફોરવર્ડેડ હોય છે. જેની કોઇપણ પ્રકારની ચકાસણી કર્યા વિના ધડાધડ ફોરવર્ડ કરવામાં આવે છે. જ્યારે કોઇ ગંભીર બાબત સરકાર કે તંત્રના ધ્યાને આવે છે તો આ અંગે તે ચોક્ક્સ ખુલાસો આપે છે.
તાજેતરમાં જ આવા એક સમાચાર ગુજરાતમાં વાયરલ થયા હતા જેને લઇને ખળભળાટ મચી ગયો છે. આ વાયરલ સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 40,000થી વધુ મહિલાઓ ગુમ થઈ છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના આંકડા અનુસાર, વર્ષ 2016માં 7,105 મહિલાઓ, વર્ષ 2017માં 7,712, વર્ષ 2018માં 9,246 અને વર્ષ 2019માં 9,268 મહિલાઓ ગુમ થઈ હતી. જ્યારે વર્ષ 2020માં 8,290 મહિલાઓ ગુમ થઈ હોવાનું નોંધાયું હતું. પાંચ વર્ષમાં તેમની કુલ સંખ્યા 41,621 પર પહોંચી ગઈ છે.
હાલમાં અમુક સમાચાર માધ્યમોમાં Nation Crime Record Bureau (NCRB)ના આંકડાના હવાલાથી “ગુજરાતમાંથી છેલ્લા પાંચ વર્ષમાં ૪૧ હજાર મહિલાઓ ગુમ થઇ” હોવાના સમાચાર પ્રકાશિત થયેલ છે. આ માહિતી અધૂરી અને માટે ગેરમાર્ગે દોરનારી છે. વર્ષ ૨૦૧૬-૨૦૨૦માં ગુજરાતમાંથી ૪૧૬૨૧ મહિલાઓ ગુમ થયેલ હતી.
— Gujarat Police (@GujaratPolice) May 8, 2023
Railway TTE Salary: જાણો રેલવેમાં TTEને કેટલી મળે છે સેલરી, જાણો TTE ને બનવા માટે શું હોય છે પ્રોસેસ
સેલ્ફીના શોખીનો સાચવજો! ભારતમાં એવા 4 સ્થળો પણ છે જ્યાં ફોટોગ્રાફ લેવા માટે ભરવો પડે છે દંડ
1.12 લાખ સેલેરી વાળી જોઈએ છે નોકરી તો સીઆરપીએફમાં ભરો આવેદન
CBSEનું ધોરણ 10નું રિઝલ્ટ આ વેબસાઇટ્સ પર જાહેર કરવામાં આવશે, ચેક કરી લેજો
એક વેબસાઈટથી થઈ જશે 13,000થી વધુ કામ, કોઈ ઓફિસના ધક્કા ખાવાની નથી જરૂર
જોકે આ સમાચાર અધુરા હતા. જેને લઇને ગુજરાત પોલીસ દ્વારા ખુલાસો કરતાં ટ્વીટ કરવામાં આવ્યું છે. જેમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે વર્ષ 2016-2020 માં ગુજરાતમાંથી 41621 મહિલાઓ ગુમ થઇ હતી. પરંતુ આ પૈકી 39497 મહિલાઓને (94.90%) પરત મળી આવી છે અને તેમના પરીવાર સાથે છે. આ બંને આંકડાઓ પણ NCRB દ્વારા જાહેર કરવામાં આવેલ છે જેની ખરાઇ NCRBના પોર્ટર્લ પરથી પણ કરી શકાય છે. આમ જે સમાચાર અમુક માધ્યમોમાં પ્રકાશીત થયેલ છે તે અધૂરા અને ગેરમાર્ગે દોરનારા છે.
The local police carries out investigation into missing person cases as per the guidelines of Supreme Court of India and the data is fed into a dedicated website for tracking by other state police units as part of the coordination at the national level.
— Gujarat Police (@GujaratPolice) May 8, 2023
Daridra Yog: મંગળ ગૌચર ખૂબ જ અશુભ યોગ બનાવશે, આ 3 રાશિની તિજોરીને લાગશે ગ્રહણ
Chandra Grahan 2023: ચંદ્ર ગ્રહણ પર રહેશે ભદ્રાનો પરછાયો, આ રાશિઓની વધશે મુશ્કેલીઓ
ખૂબસુરત છોકરીઓના આ ગુપ્ત ભાગો પર તલ કરે છે આ ઈશારાઓ, આ છોકરીઓ પતિ માટે હોય છે લકી
અત્રે ઉલ્લેખનીય છે ગુજરાત પોલીસે ટ્વીટ કરીને વધુમાં જણાવ્યું હતું કે ભારતીય સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર સ્થાનિક પોલીસ ગુમ વ્યક્તિની કેસોની તપાસ કરે છે અને રાષ્ટ્રીય સ્તરે સંકલનના ભાગરૂપે અન્ય રાજ્ય પોલીસ એકમો દ્વારા ટ્રેકિંગ કરવા માટે ડેટાને સમર્પિત વેબસાઇટમાં આપવામાં આવે છે.
Vastu Tips: ઘરના દરવાજે લગાવેલી આ વસ્તુઓ નસીબના દ્વાર ખોલશે, ઘરમાં વધશે સુખ સમૃદ્ધિ
પૂર્વ જન્મની માન્યતા શું છે? યાદ ન રહેવા પાછળ છે ધાર્મિક-વૈજ્ઞાનિક કારણો
કેમ દુનિયાભરમાં કેળાનો આકાર વાંકોચૂકો હોય છે, કારણ જાણી મગજ ફરી જશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે