છોટાઉદેપુર: પાવીજેતપુરના કાલીકૂઇમાં ત્રણ બાળકો ખાળકૂવામાં પડતા મોત
જિલ્લાના પાવીજેતપુરના કાલીકુઇ ગામમાં ત્રણ બાળકોના ખાળકૂવામાં પડી જવાથી મોત થયા છે. કાલીકુઇ ગામમાં ઘકની પાસે રમી રહ્યા હતા તે દરમિયાન ઘરની નજીક આવેલા શૌચક્રિયા કરવા માટે બનાવમાં આવેલા ખારકૂવામાં પડી જવાથી ત્રણ બાળકોના મોત થયા હતા.
Trending Photos
જમીલ પઠાણ/છોટાઉદેપુર: જિલ્લાના પાવીજેતપુરના કાલીકુઇ ગામમાં ત્રણ બાળકોના ખાળકૂવામાં પડી જવાથી મોત થયા છે. કાલીકુઇ ગામમાં ઘકની પાસે રમી રહ્યા હતા તે દરમિયાન ઘરની નજીક આવેલા શૌચક્રિયા કરવા માટે બનાવમાં આવેલા ખાળકૂવામાં પડી જવાથી ત્રણ બાળકોના મોત થયા હતા.
રમતા રમતા ખાર કૂવામાં પડવાથી ત્રણ બાળકોના મોત થયા હતા, જેમાંથી ત્રણ પૈકી બે સગા ભાઇ બહેનના મોત થતા પરિવારમાં માતમ છવાયો હતો. જેમાં અર્જુન નાયક નામના વ્યક્તિનો 7 વર્ષનો પુત્ર યોગેશ અને 5 વર્ષની પુત્રી હેતલ તથા અન્ય એક 5 વર્ષનો પિયુષ નામનો બાળક ડૂબ્યો હતો.
પરિવાર વાર દ્વારા બાળકોને ગોતવામાં આવતા જાણ થઇ કે ત્રણેય બાળકો શૌચાલય માટેના ખારકૂવામાં પડી ગયા છે. તેમને બહાર કાઢવામાં આવાત 108 મારફતે તાત્કાલિક કદવાલના સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબ દ્વારા ત્રણેય બાળકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. દસ દિવસ આગાઉ પણ કદવાલ ખાતે બે સગા ભાઇઓના પણ ખારકૂવામાં પડવાથી મોત થયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે