સોશિયલ મીડિયા પર ધાર્મિક પોસ્ટ બાદ પાટણમાં બબાલ, બે જૂથો વચ્ચે મારામારીમાં સાત ઈજાગ્રસ્ત
Clash in Patan District: બે દિવસ પહેલા સામે આવેલી એક વિવાદિત ધાર્મિક પોસ્ટને લઈને પાટણમાં તણાવની સ્થિતિ છે. આ વિવાદના સમાધાન માટે પાછલી રાત્રે બંને પક્ષ ભેગા થયા હતા. આ દરમિયાન સ્થિતિ બગડી અને મારપીટ શરૂ થઈ ગઈ હતી.
Trending Photos
પાટણઃ પાટણ જિલ્લામાં સોશિયલ મીડિયા પર એક ધર્મ વિશેષ વિરુદ્ધ વિવાદિત પોસ્ટના મામલાને લઈને પાછલી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનામાં સાત લોકોને ઈજા પહોંચી છે. બધાને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્થિતિને કાબૂમાં કરવા માટે બાલિસાના ગામમાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. બંને પક્ષો વચ્ચે બે દિવસથી ધાર્મિક પોસ્ટને લઈને વિવાદ હતો. પાછલી રાત્રે આ મુદ્દાના સમાધાન માટે બે પક્ષ ભેગા થયા હતા. આ દરમિયાન સ્થિતિ બગડી અને બંને પક્ષમાં સંઘર્ષ થઈ ગયો હતો. બંને પક્ષ તરફથી કુલ 12 લોકો વિરુદ્ધ કેસ દાખલ કરાવવામાં આવ્યો છે.
પોસ્ટને લઈને હતો વિવાદ
પાટણ જિલ્લાના બાલિસાના ગામમાં છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર એક ધાર્મિક પોસ્ટને લઈને વિવાદની સ્થિતિ હતી. 16 જુલાઈએ રાત્રે આ વિવાદનો ઉકેલ લાવવા માટે બંને મસ્જિદની બહાર ભેગા થયા હતા. ત્યારે આપસમાં શરૂ થયેલી દલીલોએ ઝગડાનું સ્વરૂપ લઈ લીધુ. ત્યારબાદ મારપીટ શરૂ થઈ હતી. તેમાં સાત લોકોને ઈજા પહોંચી હતી. માહિતી મળતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિતિને કાબૂમાં લીધી હતી. બંને પક્ષ તરફથી ક્રોસ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે ધારપુર અને સિવિલ હોસ્પિટલ પાટણ લઈ જવામાં આવ્યા છે.
વિસ્તારમાં એલર્ટ, પોલીસ તૈનાત
ધાર્મિક પોસ્ટને લઈને થયેલા વિવાદ બાદ જિલ્લા વહિવટીતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. બે જૂથ વચ્ચે ઘર્ષણને કારણે એસપી સહિત એલસીબી અને એસઓજી સહિત પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને સ્થિતિને સંભાળી હતી. ઘટના બાદ ગામમાં પોલીસ બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસ અધિકારીઓનું કહેવું છે કે જે પણ દોષિ સાબિત થશે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે