Roti Ke Totke: રોટલીનો આ ટોટકો નાણા વગરના નાથિયાને બનાવી દેશે નાથાલાલ, પાર પડશે ધાર્યું કામ

Spiritual: આ દુનિયામાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવો હશે જેને જીવનમાં સફળતા અને પ્રગતિ ન જોઈતી હોય. પ્રગતિ અને સફળતા બંને એવી ચાવી છે જેના દ્વારા માણસ કરોડપતિ બનવાનું સપનું સાકાર  કરી શકે છે. જોકે અનેક વખત ખૂબ મહેનત કરવા છતાં પણ સફળતા મળતી નથી. તેનું કારણ કુંડળીમાં દોષ હોઈ શકે છે. 

Roti Ke Totke: રોટલીનો આ ટોટકો નાણા વગરના નાથિયાને બનાવી દેશે નાથાલાલ, પાર પડશે ધાર્યું કામ

Roti Ke Upay: આ દુનિયામાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવો હશે જેને જીવનમાં સફળતા અને પ્રગતિ ન જોઈતી હોય. પ્રગતિ અને સફળતા બંને એવી ચાવી છે જેના દ્વારા માણસ કરોડપતિ બનવાનું સપનું સાકાર  કરી શકે છે. જોક અનેકવખત ખૂબ મહેનત કરવા છતાં પણ સફળતા મળતી નથી. તેનું કારણ કુંડળીમાં દોષ હોઈ શકે છે. એવામાં જરૂરી છે કે સમય રહેતાં આ દોષને દૂર કરી શકાય. તેના માટે જ્યોતિષ શાસ્ત્રમાં અનેક એવા ઉપાય બતાવવામાં આવ્યા છે તેમાંથી એક ઉપાય રોટલીના ટોટકાનો છે.

આર્થિક તંગી:
રોટલીમાં ખાંડ નાંખીને કીડીઓને ખવડાવવાથી આર્થિક તંગીથી મુક્તિ મળે છે. આવું કરવાથી માતા લક્ષ્મીની કૃપા વરસે છે અને ઘરને ધન-ધાન્યથી ભરી દે છે. પહેલી રોટલી ગાયને ખવડાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.

ગૃહ ક્લેશ:
કુંડળીમાં પિતૃ દોષને દૂર કરવામાં અમાસના દિવસે ચોખાની ખીર બનાવીને, તેને રોટલી ઉપર રાખીને કાગડાને ખવડાવો. ગૃહ ક્લેશની સમસ્યાને દૂર કરવા માટે સૌથી પહેલી રોટલી કૂતરાને બનાવીને ખવડાવો. તેનાથી ઘરમાં સુખ-શાંતિનો માહોલ રહેશે.

પ્રગતિ:
રોટલીમાં ત્રણ પ્રકારની દાળ જેવી કે અડદ, મસૂર અને તુવેર રાખીને ગૌમાતાને ખવડાવવાથી કુંડળીમાં ગ્રહ અને નક્ષત્ર શાંત થાય છે અને ગ્રહ દોષમાંથી છૂટકારો મળે છે. જો નોકરી અને બિઝનેસમાં પ્રગતિ કરવા માગતા હોય તો માછલીઓને રોટલીના ટુકડા ખવડાવો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news