PM મોદી બાદ ગુજરાતનાં CM LIVE, પગાર વધારા સહિત અનેક મહત્વની જાહેરાતો
ગુજરાતમાં કોરોનાએ ભરડો લીધો છે. તમામ મહાનગરોની વિકટ સ્થિતી છે. બધુ રામ ભરોસે તંત્ર ચાલી રહ્યું હોય તેવો આભાસ થઇ રહ્યો છે. તેવામાં દેશનાં PM દ્વારા રાષ્ટ્રજોગ સંબોધન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે લોકડાઉનથી બચવા માટેની અપીલ કરી હતી. લોકડાઉનને અંતિમ વિકલ્પ તરીકે અખતિયાર કરવા માટે જણાવ્યું હતું. જો કે PM બાદ હવે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ રાજ્યનાં નાગરિકો જોગ સંબોધન કરશે. જેમાં તેઓ કેટલીક મહત્વની જાહેરાતો કરી શકે છે.
Trending Photos
અમદાવાદ : ગુજરાતમાં કોરોનાએ ભરડો લીધો છે. તમામ મહાનગરોની વિકટ સ્થિતી છે. બધુ રામ ભરોસે તંત્ર ચાલી રહ્યું હોય તેવો આભાસ થઇ રહ્યો છે. તેવામાં દેશનાં PM દ્વારા રાષ્ટ્રજોગ સંબોધન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે લોકડાઉનથી બચવા માટેની અપીલ કરી હતી. લોકડાઉનને અંતિમ વિકલ્પ તરીકે અખતિયાર કરવા માટે જણાવ્યું હતું. જો કે PM બાદ હવે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ રાજ્યનાં નાગરિકો જોગ સંબોધન કરશે. જેમાં તેઓ કેટલીક મહત્વની જાહેરાતો કરી શકે છે.
કોઇ પણ હોસ્પિટલ કરી શકશે સારવાર
કોરોનાનુ સંક્રમણ વધ્યા પછી આપણે છેલ્લા 20-25 દિવસમાં જે મહેનત કરી તેમાં 78000 બેડ રાજ્યમાં કરી નાખ્યા છે. સતત રાજ્યમાં વધી રહેલા કેસને જોતા વ્યવસ્થા પણ સામે ઘટતી જાય છે. ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે ત્યારે ગુજરાતની તમામ ટ્રસ્ટની, ખાનગી કે સરકારી હોસ્પિટલ હોય ફુલ થઇ રહી છે. રજીસ્ટર્ડ હોસ્પિટલોમાં દર્દીઓથી પથારીઓ ભરાઇ જાય છે. આજે કોર ગ્રુપની મીટિંગમાં અમે નિર્ણય કર્યો છે કે, હવે ગુજરાત રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલ, ક્લિનિક, દવાખાના, નર્સિંગ હોમ પોતાની હોસ્પિટલોમાં કોરોનાના દર્દીની સારવાર કરી શકશે. તમામ ખાનગી હોસ્પિટલ, નર્સિંગ હોમની સારવાર માટેની છુટ આપવામાં આવશે. કોરોનાની સારવાર માટે તેમણે કોઇ મંજુરી લેવાની રહેતી નથી. તેમણે માત્ર કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશ્નરને જાણ કરવાની રહેશે.
પગાર વધારાની જાહેરાત
આજની બેઠકમાં છેલ્લા એક વર્ષથી તમામ ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ ખુબ કામ કરી રહ્યા છે ત્યારે તેમને પ્રોત્સાહન આપવા વિવિધ સંવર્ગના કર્મચારીઓ દર્દીની સેવામાં રોકાયેલા છે તેઓની સાથે નવા લોકો જોડાય તે માટે અપીલ કરૂ છું. તેમને પ્રોત્સાહન આપવા માટે તજજ્ઞ ડોક્ટર માટે માસિક રૂપિયા અઢી લાખ રાજ્ય સરકાર આપશે. મેડિકલ ઓફિસર માટે માસિક સવા લાખ, ડેન્ટલ ડોક્ટર માટે માસિક 40 હજાર, હોમિયોપેથિનાં 35 હજાર, લેબ ટેક્નિશિયન, ઇસીજી, ટેક્નિશિયનને માસિક 18 હજાર, વર્ગ 4ના કર્મચારીઓને આપણે માસિક 15 હજાર આપીશું. આ ઉપરાંત જે બહેનો આઉટ સોર્સિંગની નર્સોને આગામી 3 મહિના 13 હજારનાં બદલે 20 હજાર પગાર અપાશે. નવા નર્સોને પણ 20 હજાર રૂપિયા આગામી ત્રણ મહિના સુધી પગાર 20 હજાર લેખે ચુકવાશે. જુલાઇ 30 સુધી આ વધારાના માનત વેતન ચુકવવામાં આવશે.
આર્મી હોસ્પિટલો પણ હસ્તગત કરવા માટે પ્રયાસો ચાલુ
આજની મીટિંગમાં મિલિટ્રી હોસ્પિટલો જેટલી છે કચ્છમાં, જામનગર, અમદાવાદ, વડોદરા વગેરેમાં પણ કોવિડની સારવાર શરૂ થાય તે માટે અપીલ કરી છે. આવતીકાલે તેમના અધિકારીઓ સાથે બેઠક છે. વધારે બેડ પ્રાપ્ત થાય તે માટે પ્રયાસો ચાલુ છે. ગુજરાતીઓને મહત્તમ લાભ મળી રહે અને તેમનેપ રેશાન ન થવું પડે તેવા પ્રયાસો કરીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે