અમદાવાદ: મુખ્યમંત્રી સ્ટેડિયમની મુલાકાતે, પોલીસ કર્મચારીઓનાં જ વાહનો ઉઠાવી ગઇ
વડાપ્રધાન મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ અમદાવાદનાં મહેમાન બનવાનાં છે. જેના અનુસંધાને મોટેરા સ્ટેડિયમ અને વિસ્તારને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો છે. કોર્પોરેશન અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત રીતે સમગ્ર વિસ્તારને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યો છે. જો કે તૈયારીઓ કેવી ચાલી રહી છે તેના પર ઉચ્ચ અધિકારીઓ સતત ધ્યાન રાખી રહ્યા છે. સમયાંતરે મુખ્યમંત્રીથી માંડીને વડાપ્રધાન મોદી સહિતનાં નેતાઓને પણ જાણ કરતા રહે છે.
Trending Photos
* મુખ્યમંત્રીએ કહ્યું કામગીરી ખુબ જ સુંદર રીતે ચાલી રહી છે
* અમેરિકાનાં રાષ્ટ્રપતિ સીધા ગુજરાત આવે તે ગર્વની બાબત
* વડાપ્રધાન મોદીનાં કારણે ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનીશું
* તમામ અધિકારીઓ ખુબ જ સારી રીતે જવાબદારીઓ નિભાવે છે
ગૌરવ પટેલ/અમદાવાદ: વડાપ્રધાન મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ અમદાવાદનાં મહેમાન બનવાનાં છે. જેના અનુસંધાને મોટેરા સ્ટેડિયમ અને વિસ્તારને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો છે. કોર્પોરેશન અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત રીતે સમગ્ર વિસ્તારને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યો છે. જો કે તૈયારીઓ કેવી ચાલી રહી છે તેના પર ઉચ્ચ અધિકારીઓ સતત ધ્યાન રાખી રહ્યા છે. સમયાંતરે મુખ્યમંત્રીથી માંડીને વડાપ્રધાન મોદી સહિતનાં નેતાઓને પણ જાણ કરતા રહે છે.
પાડોશમાં રહેતી મહિલા સાથે થઇ ગયો હતો એક તરફી પ્રેમ, વેલેન્ટાઇન ડે આવ્યો અને...
જો કે આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતે સ્થળ મુલાકાત લઇને તૈયારીઓ જોઇ હતી. મુખ્યમંત્રીએ ન માત્ર સ્ટેડિયમ પરંતુ જે રૂટ છે તેની પણ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીની સાથે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને પ્રદિપસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા. તેમણે સમગ્ર કામગીરી મુદ્દે સંતોષ વ્યક્ત કર્યોહ તો. ઉપરાંત જ્યાં પણ જરૂરી લાગે ત્યાં અધિકારીઓને નિર્દેશ પણ આપ્યો હતો. સ્ટેડિયમમાં હાલ યુદ્ધનાં ધોરણે કામગીરી ચલાવવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા તમામ તૈયારીઓ પર પર્સનલી ધ્યાન રાખી રહ્યા છે, સંબંધિત અધિકારીઓ પાસે તૈયારીઓ કરી રહ્યા છે.
6-7 બંદૂકોથી ધડાધડ ફાયરિંગ કરનારો video નિવૃત્ત પોલીસ કર્મચારીના પુત્રના લગ્નનો નીકળ્યો
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી તૈયારીઓ જોવા માટે આવવાનાં હોવાથી પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર કડક કાર્યવાહી કરવામાં આવી હતી. સ્ટેડિયમની બહાર આડા અવળા પડી રહેલા વાહનો પોલીસ ઉઠાવવા લાગી હતી. જો કે તેઓ કામ કરી રહેલા કર્મચારીઓનાં વાહનો ઉઠાવી જતા કર્મચારીઓ ધુંવાપુંવા થઇ ગયા હતા. કર્મચારીઓએ જણાવ્યું કે, તેઓ અહીં કામ કરી રહ્યા છે માટે છેક પાર્કિંગમાં વાહન મુકવાનાં બદલે અહીં મુક્યા છે. કોઇને નડે તે પ્રકારે મુક્યા નથી. પોલીસ પોતાનું કામ બતાવવા માટે અમારે ભોગ બનવું પડે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે