Gujarat Weather : હવેના બે દિવસ સાચવજો, ગુજરાતમાં લાગશે કાશ્મીર જેવી ઠંડી

Coldwave In Gujarat : ઉત્તર ભારતમાં હીમવર્ષાના પગલે ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર... અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોનો પારો ગગડતાં લોકો ઠુંઠવાયા....

Gujarat Weather : હવેના બે દિવસ સાચવજો, ગુજરાતમાં લાગશે કાશ્મીર જેવી ઠંડી

Coldwave In Gujarat : આજથી ઠંડીના વધુ એક રાઉન્ડની આગાહી, નવા વર્ષથી રાજ્યભરમાં શીતલહેર ફરી વળશે. આગામી બે દિવસ દરમિયાન સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 2-3 ડિગ્રી સુધી ગગડતાં ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં હીમવર્ષાના પગલે ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે. અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોનો પારો ગગડતાં લોકો ઠુંઠવાયા છે. અમરેલી અને જૂનાગઢનું તાપમાન 15 ડિગ્રી નોંધાયું છે. 

આગામી બે દિવસમાં ઠંડીનો ચમકારો અમદાવાદ વધશે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે દિવસમાં ઠંડીનો ચમકારો વધશે. લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. બે દિવસ બાદ તાપમાન ઉંચુ જતા ઠંડીમાં ઘટાડો થશે. હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વીય પવનની લહેર ચાલી રહી છે. ત્યારે કાતિલ ઠંડીની આગાહી વચ્ચે આજે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. 

ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત છે
નલિયાનું તાપમાન 12 ડિગ્રી નોંધાયું 
ગાંધીનગરનું તાપમાન 13 ડિગ્રી નોંધાયું 
અમદાવાદનું તાપમાન 14 ડિગ્રી નોંધાયું
અમરેલી અને જૂનાગઢનું તાપમાન 15 ડિગ્રી નોંધાયું 

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 2 દિવસમાં ગુજરાતમાં ફરી તાપમાનનો પારો ગગડશે. લધુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા. જોકે, ઠંડીનો માહોલ બે દિવસ જ રહેશે. બે દિવસ બાદ ઠંડીમાં ઘટાડો થશે. રાજ્યમાં હાલ ઉત્તર-પૂર્વીય પવનની લહેર ચાલી રહી છે. ઉત્તર ભારતમાં હીમવર્ષાના પગલે ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે. અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોનો પારો ગગડતાં લોકો ઠુંઠવાયા છે. અમરેલી અને જૂનાગઢનું તાપમાન 15 ડિગ્રી નોંધાયું છે. 

ઉત્તર ભારતમાં કડકડતી ઠંડીની સાથે સાથે બરફ વર્ષા પણ શરૂ થઈ ગઈ છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં બરફ વર્ષાની અનેક શહેરોના લોકો ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યા છે. જમ્મુ કાશ્મીરના ડોડા, પુંછ, પહલગામ, ગુલમર્ગ અને બનિહાલ સહિતના વિસ્તારોમાં જાણો બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે. તમે હાલ છે દ્રશ્ય જોઈ રહ્યા છો તે જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લાના છે. અહીં પહાડી વિસ્તારોનું ઘાસ હોય કે ઝાડ હોય બધુ જ થીજી ગયુ છે. જ્યારે અમુક જગ્યા તો બરફ જ બરફ છવાઈ ગયો છે. કાશ્મીરને એમ જ જન્નત કહેવામાં નથી આવતુ, આ દ્રશ્યો જોઈને તો તમને પણ લાગશે કે ખરેખર કાશ્મીર જન્નતથી ઓછું નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news