ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
Grah Gochar in December 2024: ડિસેમ્બરમાં સૂર્ય, શુક્ર, મંગળ, ચંદ્ર, કેતુ, શનિ અને બુધ ગ્રહનું ગોચર થશે. આ સમયગાળા દરમિયાન ગ્રહો દ્વારા રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તન કરવામાં આવશે.
Trending Photos
Grah Gochar in December 2024: વૈદિક જ્યોતિષમાં ગ્રહો અને રાશિઓ વચ્ચેના ખાસ સંબંધ બતાવવામાં આવ્યો છે. જ્યારે પણ ગ્રહ રાશિ અથવા નક્ષત્રમાં પરિવર્તન કરે છે ત્યારે તેની શુભ અને અશુભ અસર 12 રાશિઓ પર અલગ-અલગ રીતે પડે છે. આગામી દિવસોમાં 9માંથી 7 ગ્રહો ગોચર કરશે. વર્ષ 2024ના અંત પહેલા ગ્રહોના રાજા, ગ્રહોનો રાજકુમાર, કર્મદાતા શનિ, ગ્રહોનો સેનાપતિ વગેરે ગ્રહો દ્વારા રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરવામાં આવશે.
આ કારણે ડિસેમ્બર મહિનામાં 12 રાશિઓમાંથી 3 રાશિઓ માટે સારો સાબિત થશે. ચાલો જાણીએ કે ડિસેમ્બરમાં કયા 7 મોટા ગ્રહ છે જે નક્ષત્ર અને રાશિ પરિવર્તન કરશે.
શુક્ર ગોચર
ધન, ઐશ્વર્ય, પ્રેમ અને કીર્તિના દાતા શુક્ર ડિસેમ્બર મહિનામાં પોતાની રાશિમાં બે વાર પરિવર્તન કરશે. 2 ડિસેમ્બર સોમવારે બપોરે 12:05 કલાક પર મકર રાશિમાં શુક્ર ગોચર કરશે. ત્યારબાદ બપોરે 11.48 કલાકે કુંભ રાશિમાં શુક્ર ગ્રહ પ્રવેશ કરશે, જેની સાથે શનિ અને શુક્રનો યુતિ પણ બનશે કારણ કે હાલમાં શનિ કુંભ રાશિમાં વિરાજમાન છે અને આ રાશિમાં માર્ચ 2025 સુધી રહેશે.
સૂર્ય ગોચર
ગ્રહોનો રાજા સૂર્ય ડિસેમ્બરમાં પોતાની રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરશે. 15 ડિસેમ્બર રવિવારે રાત્રે 10:19 કલાકે ધનુ રાશિમાં પ્રવેશ કરશે. આ દરમિયાન તે મૂળ નક્ષત્રમાં પણ પ્રવેશ કરશે. 29 ડિસેમ્બર રવિવારના રોજ મોડી રાત્રે 12:34 કલાકે પૂર્વાષાઢા નક્ષત્રમાં પ્રવેશ કરશે.
મંગળ ગોચર
ગ્રહોના સેનાપતિ એટલે કે મંગળ 7 ડિસેમ્બરે કર્ક રાશિમાં વક્રી કરશે. આનો મતલબ કે કર્ક રાશિમાં મંગળ દ્વારા વિપરીત ચાલ જોવા મળશે. આ મહિનામાં મંગળના નક્ષત્રમાં કોઈ પરિવર્તન થશે નહીં.
બુધ ગોચર
ગ્રહોનો રાજકુમાર બુધ16 ડિસેમ્બર સોમવારના રોજ વૃશ્ચિક રાશિમાં સીધો ભ્રમણ કરશે. આ પહેલા 9 ડિસેમ્બરે અનુરાધા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ પછી તે 24 ડિસેમ્બરે જ્યેષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે.
શનિ ગોચર
કર્મનો દાતા શનિ માર્ચ 2025માં તેની રાશિ પરિવર્તન કરશે, પરંતુ 27 ડિસેમ્બર શુક્રવારના રોજ રાત્રે 10.42 કલાકે પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે.
કેતુ ગોચર
2 ડિસેમ્બર સોમવારના રોજ સાંજે 4:04 કલાકે કેતુ ગ્રહ સ્પષ્ટ કેતુના ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કરશે.
ચંદ્ર ગોચર
સૌથી ઝડપી ગતિએ ગોચર કરનારા ગ્રહોમાં ચંદ્ર સૌથી પ્રથમ છે. તેઓ કોઈપણ રાશિમાં અઢી દિવસ અને કોઈપણ નક્ષત્રમાં માત્ર 1 દિવસ વિરાજમાન રહે છે. ડિસેમ્બરમાં પણ ઘણી રાશિઓમાં ચંદ્ર ગ્રહ પ્રવેશ કરશે. આ સાથે નક્ષત્ર પરિવર્તન પણ ઘણી વખત કરશે.
7 મુખ્ય ગ્રહોના ગોચરને કારણે આ 3 રાશિઓની કિસ્મત ચમકશે
વૃષભ રાશિ
સિંહ રાશિ
મકર રાશિ
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે