અમદાવાદ: મ્યુનિ. કમિશ્નરે એકાએક હેપ્પી સ્ટ્રીટને નો વ્હિકલ ઝોન જાહેર કરતા વિવાદ
Trending Photos
અર્પણ કાયદાવાલા/અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટ રોડને નો- વ્હિકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. લોકો પાસેથી મેળવાયેલા ફીડબેકને આધારે આ પ્રકારે હેપ્પી સ્ટ્રીટ રોડને નો- વ્હિકલ ઝોન જાહેર કરવા અંગે મ્યુનિસિપલ સત્તાવાળાઓ એ કારોબારી સમિતીના તાકીદના કામ તરીકે નિર્ણય કર્યો છે. જો કે આ સમગ્ર મુદ્દે આખાય મામલામાં શહેર પોલીસની ટ્રાફીક બ્રાન્ચનો કોઇ અભિપ્રાય ન લેવાયો હોવાથી વિવાદ સર્જાયો છે.
હેપ્પી સ્ટ્રીટ રોડને સાંજે ૪ વાગ્યા પછી ખાણી- પીણી બજાર ચાલુ રહે ત્યાં સુધી નો- વ્હિકલ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં વાહનો માટે પાર્કિંગની સુવિધા હોવા છતાં પણ વાહનો આડેધડ પાર્ક કરાતા હોવાની ફરિયાદ ઉઠી હતી. જેના કારણે વાહનચાલકો અને હેપ્પી સ્ટ્રીટમાં આવનાર લોકોને સરળતાથી અવર જવર કરવામાં હાલાકીનો સામનો કરવો પડતો હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આ દિશામાં સક્રિયપણે વિચારણા કરવામાં આવી રહી હતી. જો કે આજે મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા અચાનક જાહેરાત કરી દેવાઇ હતી.
મ્યુનિલિપલ કમિશનર દ્વારા લો ગાર્ડન હેપ્પી સ્ટ્રીટ એરિયાને નો- વ્હિકલ ઝોન જાહેર કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં તાકીદની દરખાસ્ત લાવીને મંજૂર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, લો ગાર્ડન ખાતે વર્ષો જૂના ખાણી- પીણી બજારને કેટલાંક સમય માટે બંધ કરીને હેપ્પી સ્ટ્રીટ તરીકે નવેસરથી ડેવલપ કરાયો છે. જેના કારણે ટ્રાફિક સહિતની સમસ્યા કે મુશ્કેલી ન સર્જાય અને નાગરિકોને કોઈ પ્રકારે હાલાકીનો સામનો ન કરવો પડે તે હેતુસર હેપ્પી સ્ટ્રીટને નો- વ્હિકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જો કે આ અંગે પોલીસ કમિશ્નર કે કોઇને પણ વિશ્વાસમાં લીધા વગર આ નિર્ણય લેવાતા વિવાદની શક્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે