નિઝામુદ્દીન મરકજને કારણે ગુજરાતમાં કોરોના વકર્યો, મોટાભાગના દર્દી હોટસ્પોટ વિસ્તારના

ગુજરાતમાં જ્યાં સતત કોરોના (corona virus) ના કેસનો આંકડો વધી રહ્યો છે, ત્યાં અમદાવાદીઓના શ્વાસ અદ્ધર થઈ રહ્યાં છે. કારણ કે, અમદાવાદમાં કોરોના વકરી રહ્યો છે. અમદાવાદમાં કુલ 133 કેસ પહોંચી ગયા છે. એક જ દિવસમાં ગુજરાતમાં કુલ નવા 55 કેસો સામે આવ્યા છે. જેમાંથી 50 માત્ર અમદાવાદ (Ahmedabad)ના હોટસ્પોટ વિસ્તારના છે. અમદાવાદના વધી રહેલા કેસ માટે નિઝામુદ્દીન મરકજ હોવાનો સીધો દાવો આરોગ્ય સચિવ દ્વારા કરવામાં આવ્યો છે. નિઝામુદ્દીન મરકજને કારણે ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો વધ્યો છે. નિઝામુદ્દીન સાથે સંકળાયેલા દર્દીઓના હોટસ્પોટ વિસ્તારમાંથી જ મોટાભાગના દર્દીઓ આવી રહ્યાં છે. નિઝામુદ્દીનની ઘટના પછી હોટસ્પોટનું નિર્માણ કરવાની ફરજ પડી છે. 
નિઝામુદ્દીન મરકજને કારણે ગુજરાતમાં કોરોના વકર્યો, મોટાભાગના દર્દી હોટસ્પોટ વિસ્તારના

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં જ્યાં સતત કોરોના (corona virus) ના કેસનો આંકડો વધી રહ્યો છે, ત્યાં અમદાવાદીઓના શ્વાસ અદ્ધર થઈ રહ્યાં છે. કારણ કે, અમદાવાદમાં કોરોના વકરી રહ્યો છે. અમદાવાદમાં કુલ 133 કેસ પહોંચી ગયા છે. એક જ દિવસમાં ગુજરાતમાં કુલ નવા 55 કેસો સામે આવ્યા છે. જેમાંથી 50 માત્ર અમદાવાદ (Ahmedabad)ના હોટસ્પોટ વિસ્તારના છે. અમદાવાદના વધી રહેલા કેસ માટે નિઝામુદ્દીન મરકજ હોવાનો સીધો દાવો આરોગ્ય સચિવ દ્વારા કરવામાં આવ્યો છે. નિઝામુદ્દીન મરકજને કારણે ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો વધ્યો છે. નિઝામુદ્દીન સાથે સંકળાયેલા દર્દીઓના હોટસ્પોટ વિસ્તારમાંથી જ મોટાભાગના દર્દીઓ આવી રહ્યાં છે. નિઝામુદ્દીનની ઘટના પછી હોટસ્પોટનું નિર્માણ કરવાની ફરજ પડી છે. 

ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, 24 કલાકમાં નવા 55 કેસ, અમદાવાદના જ 50 

હોટ સ્પોટ વિસ્તારોમાં સર્વેલન્સ કરવાના કારણે આ કેસો સીધા બહાર આવ્યા છે. કોઈ ચિંતાજનક બાબત નથી. હોટસ્પોટ વિસ્તારમાં ટેસ્ટિંગ કરતા આ કેસો બહાર આવ્યા હોવાનો દાવો આરોગ્ય સચિવે કર્યો છે. જોકે, હોટસ્પોટમાં હજુ પણ વધુ કેસો નીકળશે તેવી પણ તેમણે શંકા વ્યક્ત કરી છે. અમદાવાદના દાણીલીમડા, આસ્ટોડિયા અને ઘોડાસર જેવા હોટસ્પોટમાંથી વધુ કેસ સામે આવ્યા છે.

અમદાવાદ: કોટ વિસ્તારમાં ચેકપોઇન્ટ બન્યા શોભાના ગાંઠિયા સમાન, સ્ટાફ પહોંચ્યો પણ થર્મલગન ન આવી

આરોગ્ય સચિવે કહ્યું કે, હોટસ્પોટમાં અમે સ્ટ્રેટેજી ચેકિંગ કર્યું હતું. તેથી જ હોટસ્પોટ વિસ્તારોમાં એક્શન પ્લાન બનાવીને તમામ વિસ્તારો સીલ કરાયા હતા. બહારથી કોઈ અંદર જઈ ન શકે અને અંદરથી કોઈ બહાર ન જઈ શકે તે રીતે સીલ કરાયું છે. લોકોના ઘરોમાં જઈને ચેકિંગ કરવામાં આવી રહ્યા છે. આ વિસ્તારોમાં કોન્ટેક્ટ ટ્રેસિંગ કર્યું હતું. આ કરવાનો હેતુ એ છે કે પહેલાથી ફેલાયેલ કોરોનાના વધુ કેસ બહાર આવે. સમયસર કેસ બહાર આવે તો દર્દીને સમયસર ટ્રીટમેન્ટ મળી શકે છે.

નવા 50 કેસ અમદાવાદના હોટસ્પોટ વિસ્તારના છે. તબલિગના લીધે ગુજરાતમાં કોરોનાના કેસ આવ્યા હતા. આ ઘટના સામે આવ્યા બાદ વહીવટી તંત્ર દ્વારા પ્રશંસનીય કામગીરી કરાઈ હતી. ક્લસ્ટર કન્ટેનિયમ સ્ટ્રેટેજીને ઓપરેશનમાં મૂકાઈ હતી. સર્વેલન્સના અંતે ક્લસ્ટર એરિયામાંથી આ કેસ નીકળ્યા છે. આરોગ્ય સચિવે જણાવ્યું કે, એકપણ કેસ ન રહી જાય તે રીતે અમે કોરોનાને ડામવા માગીએ છીએ, જેથી તેન હોરિઝેન્ટલ સ્પ્રેડ ન થાય. પોઝિટિવ દર્દીના તમામ દર્દીઓને લઈને ટ્રીટમેન્ટ શરૂ કરાઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news